________________
૪૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ભારતીય તત્ત્વજ્ઞાનમાં જોવા મળતી જ્ઞાનવિચારની પ્રક્રિયા વધુ ઉચ્ચતર છે એમ આનંદશંકર સિદ્ધ કરી આપે છે. તેમના મતે :
જ્ઞાન એ એક જીવંત પદાર્થ હોઈ, એને સ્વચ્છેદે વિલસવાનો અધિકાર છે અને એ પ્રમાણે એ વિલસે છે જ, બલ્ક વિશ્વનાં પરમ અને ચરમ સત્યો જેટલા પદ્ધતિસર વિચાર વડે નહિ, તેટલાં દિવ્ય દર્શનમાં પ્રકટ થયાં છે. આવા દિવ્ય દર્શનનું એક સર્વગ્રાહ્ય સ્વરૂપ કવિપ્રતિભા છે અને તેથી તત્ત્વજ્ઞાન એ તાર્કિકોને જ સાધ્ય છે એમ નથી કિન્તુ કવિપ્રતિભામાં એ પુષ્કળ પ્રકટ થયું છે અને આ દેશના પ્રાચીન તત્ત્વજ્ઞોએ એને કવિકલ્પનામાં મૂર્તિમંત કર્યું છે.” (ધર્મવિચાર -૧, પૃ. ૨૧)
આમ, પ્રથમથી કોઈ એક પદ્ધતિ નિશ્ચિત કરી પછી તેના આધારે તત્ત્વના સ્વરૂપને સમજવાની કે માપવાની પાશ્ચાત્ય પ્રણાલી એક પ્રકારના પદ્ધતિગત મતાગ્રહથી પીડાય છે. તત્ત્વનું સ્વરૂપ એટલું જટિલ (ગહન) છે કે તેને કોઈ એક પદ્ધતિના ચોકઠામાં ગોઠવી શકાય નહીં - બાંધી શકાય નહીં. તેથી જ આનંદશંકર જ્ઞાનને એક જીવંત પદાર્થ તરીકે સ્વીકારી તેને પોતાની મેળે વિલસવાનો અધિકાર આપે છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં પદ્ધતિસર વિચારસરણી નથી તેવો આક્ષેપ “જ્ઞાનના સ્વરૂપ' અંગેની સંકુચિત વિચારસરણીને કારણે થયેલો છે એમ આનંદશંકર માને છે.
તત્ત્વજ્ઞાન માત્ર તાર્કિકોને જ સાધ્ય છે એમ નથી, પરંતુ કવિપ્રતિભામાં એ પુષ્કળ પ્રગટ થયું છે' - તેના સમર્થનમાં આનંદશંકર આપણા પ્રાચીન ગ્રંથોમાંથી કેટલાંક ઉદાહરણો આપે છે. (ધર્મવિચાર -૧, પૃ. ૨૩) આપણા પ્રાચીન ગ્રંથોમાં આ પ્રમાણે તત્ત્વજ્ઞાન કિવિપ્રતિભામાં પ્રગટ થયાના અસંખ્ય ઉદાહરણો છે. ઉપનિષદમાં ડીથ ની ઉપાસના રહેલી છે. ઉદગીથ એટલે ઉચ્ચારેલું બહાર પ્રગટેલું ગાન. આ સૃષ્ટિ અને એના કેન્દ્રભૂત સૂર્ય આદિ મહાન પદાર્થો એ પરમાત્માના ગાન રૂપ છે એવો ભાવ એ ઉપાસનાના અંતરમાંથી આનંદશંકર તારવે છે. સૃષ્ટિના કર્તાને પાશ્ચાત્ય ફિલસૂફ પેલી (Paley) એ ઘડિયાળી રૂપે કવ્યો છે. તેના કરતાં ભારતીય પરંપરામાં તેને કવિ કે સંગીતકાર રૂપે કલ્પેલો છે. તેને આનંદશંકર વધુ સુંદર, વધુ ભવ્ય અને અધિક માથાÁ વાળું ગણે છે. આ ઉપરાંત અર્ધનારીનટેશ્વરની કલ્પનામાં, કૃષ્ણગોપી ના રાસમાં, શેષશાયી નારાયણ અને લક્ષ્મીના રૂપકમાં, શક્તિ સંપ્રદાયમાં કલ્પલી દેવીની “અષ્ટભુજા' કલ્પનામાં તેમજ પુરાણના “દેવાસુરસંગ્રામમાં તત્ત્વજ્ઞાનના ગહન સિદ્ધાંતો જેવા કે, બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ, સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય, સૃષ્ટિનું આનંદમય સ્વરૂપ, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો વિગ્રહ આ અને આના જેવા અનેક સિદ્ધાંતોનું નિરૂપણ આ પ્રતીકોમાં જોવા મળે છે. આવાં વિવિધ ઉદાહરણો આપી આનંદશંકર સાબિત કરે છે કે આપણું તત્ત્વજ્ઞાન માત્ર દર્શનગ્રંથોમાં જ નથી, પરંતુ વેદથી માંડી પુરાણ સુધીના ગ્રંથોની કવિપ્રતિભામાં પ્રગટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org