________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૨૯
જો પ્રાચીન ધર્મમાંથી ઉકેલ મળી શકે તો જ તેને પુનર્જીવન મળ્યું કહેવાય. માત્ર તે ભૂતકાળમાં કેવો હતો તેટલો જ વિચાર બસ નથી.” (આરાધના, પૃ.૧૩૨).
માત્ર શુદ્ધ ઈતિહાસની દૃષ્ટિએ આપણી પ્રાચીન સંસ્કૃતિનો ઉલ્લેખ બસ નથી. આપણી પ્રાચીન સંસ્કૃતિ તે જ સાચી, સ્વયંસંપૂર્ણ એમ માનતો સનાતની પ્રવાહ તેમ બીજે છેડે એ સંસ્કૃતિને તુચ્છ અને બિનઉપયોગી ગણનાર (સુધારાવાદીઓ) આ બંને પ્રવાહની મર્યાદાઓને વટાવીને આધુનિક પ્રગતિનાં તત્ત્વોનો સ્વીકાર કરી, લક્ષમાં લઈ, પ્રાચીન હિંદુ સંસ્કૃતિના ગુણદોષ જોઈ તેનું મૂલ્યાંકન કરવું એ આનંદશંકરના ચિંતનની વિશિષ્ટ લાક્ષણિકતા છે.
આનંદશંકરના આ સમગ્ર ચિંતનનો એક વિશિષ્ટ ગુણ જીવનઅભિમુખતા છે. આનંદશંકરે ચર્ચેલા પ્રશ્નો આમ તો Academic, પાંડિત્યલક્ષી, અમૂર્ત છે. પરંતુ તેમની સમગ્ર ચર્ચાનું નિયામક તત્ત્વ “ધર્મ' છે. “ઈશ્વર જેમ આખા વિશ્વનો અંતર્યામી છે તેમ ધર્મ પણ દુનિયાના સઘળા વ્યવહારોનો - અર્થનો અને કામનો અંતર્યામી થવો ઘટે છે.” - એમ કહી આનંદશંકર વ્યવહાર અને પરમાર્થનો સમન્વય સાધે છે. તેમની સનાતનની કલ્પના પણ એ જ છે. વૃક્ષ ઉપરથી પાંદડાં ફૂટતાં જાય છે, પણ વૃક્ષની એકતા જળવાઈ રહે છે. વસ્તુનું તત્ત્વ જો કાયમ રહેતું હોય તો વસ્તુનો નાશ થતો નથી તે સનાતન છે. આનંદશંકર કહે છે કે મૂળ સત્યને વળગી આપણે યુગ યુગનાં કર્તવ્યો સમજવાં જોઈએ. આવી જીવનઅભિમુખ અંતર્યામી તત્ત્વની દૃષ્ટિ આનંદશંકરની સમગ્ર વિચારણામાં નિયામક બની રહી છે. એમની વિચારણાની એ ચાવી છે. (સાહિત્ય સંસ્પર્શ, પૃ.૧૭૬)
આવી જીવનઅભિમુખ દૃષ્ટિથી પ્રેરાયેલા આનંદશંકરના ચિંતનમાં જીવનની કોઈ પણ શ્રેયસ્કર પ્રવૃત્તિનો આદર જોવા મળે છે. પણ તેની શ્રેયસ્કરતાનો અંતિમ નિર્ણય તે પ્રવૃત્તિ દ્વારા આત્માનો ઉત્કર્ષ થાય છે કે નહિ, આત્મા પોતાનું શુદ્ધને વ્યાપક સ્વરૂપ વધુ વધુ અનુભવે છે કે નહિ, અર્થાત એ પ્રવૃત્તિ, છેવટે આધ્યાત્મિક દૃષ્ટિએ ધર્મ છે કે નહિ તેના પર અવલંબે છે. આમ, જીવનપ્રત્યેની આધ્યાત્મિક દ્રષ્ટિ એ આનંદશંકરના ચિંતનનું મુખ્ય લક્ષ્ય છે.
આ રીતે વિવિધ સંદર્ભોથી વિચારતાં સ્પષ્ટ થાય છે કે આલોચનાત્મક તપાસ, મૌલિકતા, સમન્વયશીલતા, જીવનઅભિમુખતા અને આધ્યાત્મિકતા એ પાંચ ગુણો આનંદશંકરના ચિંતનમાં વ્યાપક રીતે વણાયેલા જોવા મળે છે. તત્ત્વજ્ઞાન એ જીવનની સમીક્ષા છે એ સોક્રેટીસનો મત આનંદશંકરના ચિંતનને માટે અક્ષરશ: સત્ય છે. આનંદશંકરની ચિંતનધારા પ્રવર્તમાન જીવનપ્રણાલીની કડક આલોચનામાંથી ઉદ્દભવેલી છે. આ પ્રકારના સમીક્ષાત્મક વલણમાંથી ઉદ્ભવેલું તત્ત્વચિંતન કેવળ શાસ્ત્ર - પ્રમાણને સ્વીકારીને ન ચાલે એ સહજ બાબત છે. તેથી આનંદશંકરે શાસ્ત્ર વાક્યોનું ભાષ્ય કરવાની પદ્ધતિને બદલે સ્વતંત્ર બૌદ્ધિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org