________________ જ્યારથી મિ. આનંદશંકર ધ્રુવના સંબંધમાં આવ્યો છું ત્યારથી તેઓના પર હું મોહી પડ્યો છું. ... મિ. ધ્રુવ ગુજરાતનું રતન છે એટલું જ નહીં પણ સઘળા હિંદનું રતન છે. તેઓની વિદ્વત્તા તેઓના ભાષણમાંથી જ મને જણાઈ છે. તેઓની કાર્યકુશળતા સંસારી જીવનમાં ઘણી જરૂરી છે, મને સંસારી જીવનનો ઘણો અનુભવ છે. અને મેં ઘણું સહન કીધું છે. તેઓના શુદ્ધ અંતઃકરણના ઉદ્દગારો મને ઘણા જ પ્રિય થઈ પડ્યા છે. અને મને મિ. ધ્રુવનો સત્સંગ કરવાની ઊલટ થઈ છે | પ્રાચીન અને અર્વાચીન હિંદુ સંસારનો તેઓને સારો અનુભવ છે. મોજશોખની અંદરની હાલમાં ઊછરતી પ્રજા જે કિલ્લાઓ બાંધીને સુધારાના પ્રવાહમાં વિચાર કર્યા વગર દોરવાઈ ગઈ છે તેઓને મિ. ધ્રુવ યોગ્ય અને ઘટતે સ્થળે લાવી મૂકવામાં એક નાવરૂપ અથવા તો નેતારૂપ છે. બુઝર્ગ માણસો ફૂલની કિંમત કરી શકે છે. તે મુજબ તેઓએ પણ ઘટતી કદર કરી છે, અને જુવાનિયાની સાથે મળી પોતાના વિચારો કેવી રીતે દૃઢતાથી ઠસાવવા તેની કાર્યકુનેહ દર્શાવી છે. - ગાંધીજી yanmand લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર અમદાવાદ 380 009 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org