________________
૨૭૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
સાહિત્યનું પરિષદનું કાર્ય :
ગુજરાતી સાહિત્ય પરિષદ નવમાં અધિવેશનમાં નડિયાદમાં આપેલા પ્રમુખીય ભાષણમાં આનંદશંકરે સાહિત્ય પરિષદનાં કાર્ય વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમના મતે સાહિત્ય પરિષદ એ માત્ર વિતંડા નથી, પણ જીવનનાં અનેક ક્ષેત્રો સાથે તેને પ્રત્યક્ષ સંબંધ છે. જ્ઞાન અને કર્મના સમન્વયને આનંદશંકર સાહિત્ય પરિષદના સંગીન કાર્ય તરીકે ગણાવે છે. અહીં સાહિત્યસૃષ્ટિના આનંદશંકર બે ભાગ પાડે છે : (૧) સંસ્થાઓ દ્વારા ઉત્પન્ન થતો જ્ઞાનરાશિ (૨) નૈસર્ગિક રીતે કવિપ્રતિભામાંથી મળતો રસપ્રવાહ
આ બેમાંથી રસપ્રવાહને આનંદશંકર સહજ માને છે. કારણકે તે પ્રયત્નપૂર્વક ઉત્પન્ન કરી શકાય નહિ, પણ સાહિત્યને લગતી જ્ઞાનરાશિને તેઓ પ્રયત્નપૂર્વક રચી શકાય એવી માને છે. તેના સર્જનથી રસપ્રવાહને પણ સંવર્ધી શકાય છે. સાહિત્યાદિ કલાઓનું સંસ્થીકરણ કરવાથી ખરું ઊંચું સાહિત્ય મળતું નથી, પણ તેને સંવર્ધી શકવાની શક્યતા વધી જાય છે. તેથી સાહિત્ય પરિષદે આ કાર્ય યોગ્ય રીતે ઉપાડવું જોઈએ.
D B |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org