________________
૨૭૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૩) સમગ્ર સાહિત્ય પ્રવૃત્તિ કેવળ એક જ હેતુમાં બાંધવી એ કવિની સ્વતંત્રતા ઉપર, તેની
સર્જનશીલતા પર પડતો મોટો કુઠારાઘાત છે. એ વાસ્તવમાં સમુદ્રને બાંધવાની વાત છે. સાહિત્યના ઉત્કર્ષ માટેનાં સાધનોઃ
આનંદશંકર પ્રશ્ન કરે છે કે સાહિત્ય અનેક જણ એકઠા મળીને ઉત્પન્ન કરી શકે એવો પદાર્થ છે ખરો? એ સ્વયંભૂ ઉત્પન્ન થતી કલા અને શક્તિ મનુષ્યના હાથમાં આવી છે ખરી? આનો સ્પષ્ટ પણે હા કે ના માં જવાબ આપવો શક્ય નથી. એ સ્વઉપાર્જિત છે. એમ કહીએ તો તેનું પૃથક્કરણ અને તેનું મિશ્રણ કઈ રીતે થાય છે તે હજી સુધી મનુષ્યને સિદ્ધ થયું નથી. આ અર્થમાં સાહિત્ય પરિષદ જેવા સર્વ પ્રયત્નો આ કાર્ય માટે નકામા છે. પરંતુ આને બીજી રીતે વિચારીએ તો સાહિત્યને ઉગાડનાર, તેનું ઉપાર્જન કરનાર આત્મા છે. હવે આ આત્મામાં સાહિત્યનું ચૈતન્ય પ્રગટાવવું એ મનુષ્યનાં પોતાના હાથમાં છે ? આનો પણ ઉત્તર હા કે ના માં આપવો શક્ય નથી.
સાહિત્ય જનસમાજના ચૈતન્યનું વાડ્મય શરીર છે. તેને સમજાવતાં આનંદશંકર લખે
એ સ્થૂલ શરીરના અંતરમાં જનસમાજની વાસનાઓનું બનેલું સૂક્ષ્મ શરીર (લિંગદેહ) રહેલું છે. જેમ સ્કૂલ શરીરના વ્યાપાર વાસનાત્મક સૂક્ષ્મ શરીર ઉપર અસર કરે છે (સદાચારથી સવૃત્તિ અને દુરાચારથી દુવૃત્તિ બંધાય છે) તેમ કીટકભ્રમરન્યાયે સૂક્ષ્મ શરીર ઉપર અસર કરે છે-અને આ રીતે એ બે શરીર વચ્ચે-સાહિત્ય અને જન-સમાજની વાસનાઓ વચ્ચેકાર્યકારણભાવનો સંબંધ છે.” (સાહિત્યવિચાર(૨૦૦૧), પૃ.૧૩૧)
આ સંબંધને ધ્યાનમાં રાખતાં સાહિત્યના ઉત્કર્ષ માટે બાહ્ય શરીરના સંસ્કારો કરતાં જનસમાજના અંતર્ગત મૂળિયાને પોષવા પ્રવૃત્ત થવું જોઈએ. આ માટે જનહૃદય પાસે કોઈ ઉચ્ચ ભાવનાની તરસ હોવી જરૂરી છે. આ તરસ વગર, આ તડપ વગર ગતિ કેમ આવે ? એટલે જનહૃદયનો જેટલો વિકાસ તેટલો જ એના સાહિત્યનો વિકાસ એવા સમીકરણની આપણને પ્રતીતિ થયા વગર રહેતી નથી. આ પ્રતીતિ બહારની અસરને આત્મસાત્ કર્યા વિના જનહૃદયમાં શક્તિ અને ક્ષમતાનો સંચાર કરી શકે નહિ. આમ સાહિત્ય બાહ્ય પરિસ્થિતિથી નિર્લેપ રહી કદી ફૂલીફાલી શકે નહીં. બાહ્ય પરિસ્થિતિને સાહિત્ય પોતાના અંતરંગથી એક વિલક્ષણ રૂપ આપે છે. આ વિલક્ષણતા જ સાહિત્યના ઉત્કર્ષ માટે અત્યંત મહત્ત્વનું ઘટક છે. ઉપરોક્ત ચિંતન પછી સાહિત્યના ઉત્કર્ષ માટે આનંદશંકર નીચેના ચાર મુદ્દા તારવે છે અને સાહિત્યના ઉત્કર્ષ માટે તે મહત્ત્વના પણ છે : (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૧૩૩ થી ૧૩૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org