________________
૨૭૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
કરશે. જોકે અમે એ તો માનીએ છીએ કે યુગ યુગના શોખ જુદા જુદા હોય છે. વ્યક્તિની પસંદગી જુદા જુદા કવિઓ ઉપર પડે છે, બલ્ક એક જ સહૃદયને જુદા જુદા પ્રસંગે અને જુદી જુદી માનસિક સ્થિતિમાં જુદા જુદા પ્રકારનાં કાવ્યો, નાટકો, વાર્તાઓ, નિબંધો વાંચવાનું ગમે છે. તેથી કોઈ પણ અમુક કૃતિના ભાવ આદિ સંબંધમાં એની ભાષાની યોગ્યાયોગ્યતાનો વિચાર કરવાને બદલે ભાષા સાદી જ હોવી જોઈએ એવું એકાન્તિક મતદર્શન ભ્રમ ઉત્પન્ન કરે એવું છે.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૧પ૬,૧૫૭) સાહિત્ય અને વિવેચનઃ
માનવજીવનના અતલ પાણીના ઝરા કોઈ ખાનગી કૂવામાંથી ઊભા થતા નથી. તેમાં અંતરમાં રહેલી વ્યાપક કાલાતીત કવિતા પડેલી હોય છે. તે અલગ અસંબદ્ધ સંશોધનોનો સંચય નથી, પરંતુ શાશ્વતીનું દર્શન હોય છે. જે ચિંતનશીલ માનસના સહકારનું ફળ હોય છે અને તેની રચના અનાદિકાળથી સર્જાતી આવે છે. આવા કાવ્ય સર્જનો માટે ઊંચી જાતના વિવેચનશાસ્ત્રની જરૂર છે. તે દ્વારા કવિતાના સૌંદર્યનો ઉપભોગ ભાવકને કરાવી શકાય. આનંદશંકર સહૃદય ભાવકના ચાર પ્રકારો વર્ણવે છે : (૧) અરોચકી – જેને કશું ચતું જ નથી. (૨) સતૃણાવ્યવહારી – એવા કે જે ઘાસ સુદ્ધાં ગમે તે ખાઈ જાય. આનંદશંકર આ બંનેને
અવિવેચક કહે છે. (૩) મત્સરી-એટલે દોષદર્શી (૪) તત્ત્વાભિનિવેશી - ખરા તત્ત્વ ઉપર ચિત્ત લગાડનારા.
આ છેલ્લા વર્ગના સહૃદય ભાવક જ સાહિત્ય માટે વિશેષ વિવેચન માટે ઉપકારક છે. ઉચ્ચ વિવેચન પ્રક્રિયા સારાસારગ્રાહી હોવી ઘટે. વિવેચક વિદગ્ધ પણ હોવો જોઈએ. કવિના રસાત્માને પિછાણનારો હોવો જોઈએ. આનંદશંકરના મતે -
“કવિ જયાં સુધી પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય, ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે અને વિવેચન મર્મગ્રાહી ન બને.” (સાહિત્યવિચાર, પૃ.૬૫) આમ, વિવેચકમાં વિવેકભરી રસવૃત્તિ હોવી જોઈએ. આનંદશંકર વિવેચનના પાંચ પ્રકાર ગણાવે છે : (૧) રચનાને આધારે કલા અને સાહિત્યના તત્ત્વનું અન્વેષણ કરવું. (૨) સાહિત્યના પ્રકારને આધારે એનાં સ્વરૂપલક્ષણ બાંધવાં. (૩) કૃતિના ગુણદોષને અવલોકવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org