________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૪૧
(૧) પર વા સૂક્ષ્મ (૨) બૃહ (૩) વિભવ (૪) અન્તર્યામી (૫) અર્ચા.
પરમાત્માને પામવાના સાધન તરીકે ભક્તિના બે પ્રકાર છે : (૧) પરમાત્મા ઉપર પ્રેમ રાખનારી સાધારણ ભક્તિ. (૨) પ્રપત્તિ - પ્રપત્તિ એટલે શરણાગતિ. જેમાં પરમાત્મા ભક્તનો વ્યવહારિક યોગક્ષેમ કરે છે એમ માનવામાં આવે છે. આ પ્રપન્ન (સંપૂર્ણ શરણાગતિની દશામાં) દશામાં જીવે કંઈ પણ કરવાનું રહે છે કે કેમ એ અંગે બે મત છે :
(૧) મર્કટન્યાય - પ્રપન્ન ભક્ત પ્રભુને માત્ર વળગી રહેવાનું જ હોય છે. (૨) માર્જરાખ્યાય - પ્રભુ પોતાના પ્રપન્ન ભક્તનો પ્રેમથી સર્વ વાતે નિર્વાહ કરે
છે. તેમાં એ ભક્ત કંઈ પણ શ્રમ લેવો પડતો નથી. પુરાણ અને તંત્ર:
પુરાણ' ને આનંદશંકર અમૂલ્ય ધર્મ સાહિત્ય ગણાવે છે. હિંદુધર્મનું સ્વરૂપ યથાર્થ અને પૂર્ણપણે જાણવા માટે પુરાણ ઘણો અગત્યનો સ્રોત બની રહે છે. પુરાણથી ધર્મના સત્યને શૂદ્રો અને સ્ત્રીઓને પણ જાણવાનો અધિકાર મળેલો છે. ઈતિહાસ (મહાભારત) અને પુરાણ હિંદુ ધર્મમાં પાંચમા વેદ તરીકે ગણાય છે. વ્યાસજીએ જેમ ચાર વેદ, ચાર જુદા જુદા બ્રાહ્મણશિષ્યોને આપ્યા તેમ આ પાંચમો વેદ રોમહર્ષણ નામે સૂત જાતિના શિષ્યને આપ્યો એમ શાસ્ત્ર કહે છે.
પુરાણગ્રંથોને આનંદશંકર એક દૃષ્ટિએ ખૂબ જ પ્રાચીન અને બીજી દૃષ્ટિએ નવીન ગણે છે. પ્રાચીન એ રીતે કે આર્યો હિંદુસ્તાનમાં આવી સિંધુ અને ગંગા નદીના તટે વસ્યા એ સમય કરતાં પણ જૂના કાળની એ કથાઓ છે. છેક છાંદોગ્ય ઉપનિષદમાં “પુરાણ' શબ્દ જોવા મળે છે. તેના આધારે કહી શકાય કે છેક બ્રાહ્મણ અને ઉપનિષદ કાળમાં પણ “પુરાણ' નામના ગ્રંથો હતા. પુરાણ ગ્રંથો નવીન એ રીતે કે હાલ જે પુરાણો ઉપલબ્ધ થાય છે તેનું મુખ્ય સ્વરૂપ મહાભારતકાળ પછીનું છે. છેવટના કેટલાક ઉતારા તો ઈસવીસન શરૂ થયા પછીના કાળના છે. આમ, તેમને નવીન કહેવામાં પણ કંઈ બાધ આવતો નથી. પુરાણોના હાલના સ્વરૂપ વિષે આનંદશંકર કહે છે કે “અત્યારે જે રૂપમાં એ ગ્રંથો દેખાય છે એ રૂપ તો બેશક નવું જ છે.”
આ ઉપરાંત હિંદુસ્તાનમાં આર્યપ્રજા જેમ જેમ વિસ્તરતી ગઈ તે સમયની કથાઓ પણ પુરાણોમાં દાખલ થયેલી છે. પુરાણોમાં થયેલો સઘળો ઉમેરો ખોટો જ થયો છે એમ આનંદશંકર કહેવા માગતા નથી. નદીઓ, પર્વતો અને સમુદ્ર તટે વિકસેલાં પવિત્ર યાત્રાધામો તેમજ વેદયજ્ઞને સ્થાને આવેલાં બીજાં વ્રત અને ઉત્સવો એ સર્વ પુરાણોમાં દાખલ થયેલા છે. તેનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org