________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૩૩
સંસ્કારી બને છે એમ આનંદશંકરનો નિર્ણય છે. આમ, ધર્મ એ દુનિયાના સઘળા વ્યવહારનો - અર્થનો અને કામનો અંતર્યામી થવો ઘટે છે, એટલે કે અર્થ અને કામનો તે દાસ નથી પણ અર્થ અને કામ ઉપર અમલ ભોગવી અર્થ અને કામને પોતાના કાર્યમાં પ્રેરે છે. ધર્મનું આ જીવંત અંતર્યામીત્વ જે જાણે છે તે જ વ્યવહાર અને પરમાર્થનો સુમેળ સાધી શકે છે. કર્મ અને પુનર્જન્મઃ
મનુષ્યના સ્વભાવમાં જોવા મળતું અનેકવિધ વૈચિત્ર્ય શા કારણે છે? તેવો પ્રશ્ન કરી આનંદશંકર તેમાંથી કર્મ અને પુનર્જન્મ અંગેના પોતાના વિચારો પ્રકટ કરે છે.
સંસારનું આ વૈચિય અને એમાં જોવા મળતી વિષમતાની સ્થિતિ પરમાત્માના પરમન્યાયી અને દયાસાગર સ્વરૂપ સાથે સુસંગત નથી. મનુષ્યની કસોટી કરવા, તેને અશુદ્ધમાંથી શુદ્ધ બનાવવા ઈશ્વરે આ વૈચિત્ર્ય રચ્યું છે એવો ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો મત છે, જેને આનંદશંકર માન્ય રાખતા નથી. એ કસોટીમાંથી પાર ઊતરવાનું સૌનું સામર્થ્ય પણ સરખું દેખાતું નથી. આ વૈચિત્ર્ય ઈશ્વરે ઉત્પન્ન કર્યું એમ નહિ પણ એની મેળે અકસ્માતે ઉત્પન્ન થયેલું છે એવી કલ્પનાને આનંદશંકર મનુષ્ય બુદ્ધિમાં વ્યાપેલા કાર્યકરણના સિદ્ધાંતના સ્વીકારની વિરુદ્ધ ગણાવે છે. તેમની દષ્ટિએ આ પ્રશ્નનો ખરો ખુલાસો હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર જ આપી શકાય છે. તે અનુસાર મનુષ્યના જીવનમાં જોવા મળતી વૈચિત્ર્યતાનું બીજ તેનાં પોતાનાં જ કર્મોમાં છે. અર્થાત્ કર્મ એ જ સંસારના સઘળા ભેદનું કારણ છે. ઉપનિષદોમાંથી આ અંગેનાં વિવિધ ઉદાહરણો આપી આનંદશંકર હિંદુધર્મના કર્મના મહાનિયમ વડે સંસારના વૈષમ્યનો ખુલાસો કરે છે.
| ‘' ધાતુ ઉપરથી “કર્મ' શબ્દનો અર્થ “કરેલું જ્ઞાન” એવો કરી આનંદશંકર તેનું તાત્પર્ય સમજાવે છે. કર્મનો અર્થ અકારણ અને આંધળી ભાગ્યરેખા એવો થતો નથી. એ સિદ્ધાંતનો ઉદ્દેશ માણસને નીતિની જવાબદારીમાંથી મુક્ત કરવાનો નથી ઊલટાનું આ મહાનિયમનું તાત્પર્ય માણસની જવાબદારી મજબૂત કરવાનું તથા તેને ઉદ્યોગમાં પ્રેરવાનું છે. અર્થાત, મનુષ્ય પોતાનું જે કંઈ શ્રેય કરવાનું છે તે કર્મના સિદ્ધાંતમાં પ્રકટ થતા કાર્યકારણભાવના મહાનિયમને અનુસરીને કરવાનું છે. અને એ નિયમને અનુસરીને એ શ્રેય કરવાનું મનુષ્યને પૂર્ણ સામર્થ્ય છે એમ શાસ્ત્રનું તાત્પર્ય છે. પુનર્જન્મ :
કર્મ સાથે પુનર્જન્મનો સિદ્ધાંત જોડાયેલો છે. કારણકે પુનર્જન્મ ન સ્વીકારીએ તો કૃતહાનિ” અને “અકૃતાભ્યાગમ' નો પ્રસંગ આવે. અર્થાત્ અત્યારે કરેલા કર્મ નિષ્ફળ જાય, અને વગર કર્મ કર્યું અકસ્માતે આ વર્તમાન સ્થિતિ પ્રાપ્ત થઈ છે એમ માનવું પડે. આ મુશ્કેલીથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org