________________
૧૩૦
આનંદશંકર ત્રણ કારણો ગણાવે છે :
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૧) તે સમયમાં વિજ્ઞાન દ્વારા જડવાદનું અપૂર્વ સમર્થન કરવામાં આવેલું. (૨) તે સમયમાં જડવાદીઓની નીતિ ઉત્તમ હતી.
(૩)
જડવાદીઓ મનુષ્યના ઐહિક કલ્યાણ પર સમગ્ર લક્ષ આપીને પરોપકાર કરવાનો અને લોકહિત સિદ્ધ કરવાનો આગ્રહ રાખતા હતા.
આ ત્રણે કારણોની આનંદશંકર તાત્ત્વિક સમીક્ષા કરે છે. જડવાદ ભૌતિક જગતને સમજાવે છે. પરંતુ માનવ અસ્તિત્વ - તેની ચેતનાની સમજૂતી જડવાદ દ્વારા આપી શકાતી નથી. વિશેષે માનવજાતિને સમજાવવા જડવાદ સક્ષમ સિદ્ધાંત નથી. જડવાદ અનુસાર નીતિ વ્યક્તિગત બની રહે, તેમાંથી સામૂહિક નીતિ ફલિત થઈ શકે નહિ. આ માટે આનંદશંકર સ્પષ્ટપણે કહે છે કે, “જડવાદ લોકોના ઐહિક સુખ ઉપર સમગ્ર લક્ષ આપી, લોકોપકાર અને લોકહિત સાધવા તરફ આગ્રહ રાખે છે એ ખરું પણ વ્યક્તિના પોતાના જ સુખથી ન અટકતાં આખી જનતાના અને તે પણ ભવિષ્ય સુધ્ધાંના (વ્યક્તિ કરતાં વધારે વિશાળ વસ્તુના, અને વ્યક્તિના પોતાના મરણ પછીના) સુખને લક્ષ કરવામાં જડવાદનો ત્યાગ નથી થતો ?’’ (ધર્મવિચાર -૧, પૃ.૧૩૪)
આમ, જડવાદ પોતાના ક્ષેત્રથી બહાર આવે એટલે સ્વાભાવિક રીતે ચૈતન્યવાદમાં આવી પડે છે.
જડવાદની મર્યાદા બતાવાતાં આનંદશંકર કહે છે કે “સાયન્સનો પ્રદેશ મર્યાદિત સાંકડો છે, સાયન્સમાં ચૈતન્યના અસ્તિત્વ અને સ્વરૂપ વિષે નિર્ણય કરવાની શક્તિ નથી, અને તેથી ચૈતન્ય વિશે એ જે જે પ્રલાપ કરે છે એ એના અધિકાર બહારના હોઈ નિરર્થક છે.” (ધર્મવિચાર -૧, પૃ.૧૩૫) આમ, ચૈતન્યવાદીઓની મુખ્ય દલીલ એ છે કે ચૈતન્યના અસ્તિત્વ અને સ્વરૂપનો નિર્ણાયક આત્મા છે. અને એ જ એમાં પ્રમાણ છે. જડવાદના નિયમના ચોકઠામાં એ બંધાઈ રહે એમ નથી. ચૈતન્યને જડની બહાર રાખવાની જડવાદની વેતરણ જ વાસ્તવમાં આનંદશંકર માટે જડવાદના ખંડનનો માર્ગ છે.
આજ સમયમાં બીજી તરફથી ચૈતન્યને જડવાદના અધિકારની બહાર ન રાખતાં, અંદર રાખીને ચૈતન્યના પ્રશ્નો વિચારવાનું વલણ શરૂ થયેલું તેની તપાસ આનંદશંકર કરે છે.
Jain Education International
આ પક્ષની દલીલ એ હતી કે જડવાદ દુરાગ્રહી, પૂર્ણ સત્ય તરફ આંખ મીંચનારો અને વિજ્ઞાનની પોતાની જ સત્યશોધક વૃત્તિથી ઊલટો ચાલનારો છે. ચૈતન્યના પ્રદેશના ઘણા એવા અનુભવો છે જે વિજ્ઞાનના અનુભવના ક્ષેત્રમાં આવતા નથી. પરંતુ એ ઉપરથી એ અનુભવોને ખોટા કહેવા એ વિજ્ઞાનની સત્યાન્વેષણ બુદ્ધિને છાજતું નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org