________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૧૫
અવિદ્યાઃ
પરમાત્માની સૃષ્ટિની ઉત્પાદકશક્તિ ને વિક્ષેપશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્વ-સ્વરૂપનું આચ્છાદાન કરનાર શક્તિને આવરણશક્તિ કહે છે. આનંદશંકર એક ઉદાહરણ દ્વારા આ શક્તિઓની સમજૂતી આપે છે.
પરમાત્માએ જગત “મેજિક લેન્ટર્ન એટલે કે ભૂતાવળના ચિત્ર માફક આપણી દૃષ્ટિ આગળ ખડું કર્યું છે. અને મેજિક લેન્ટર્નના “મેજિક' (જાદુ) કરતાં એનું મેજિક અનંતગણું અધિક છે. એટલે, યોગવસિષ્ઠમાં કહ્યું છે તેમ “વગર ભીંતે' આ ચિત્ર ઊભું કર્યું છે! આ એની વિક્ષેપશક્તિનું પરિણામ છે, અને આપણે અને એની વચ્ચે એ ચિત્ર આડું પડેલું હોવાથી એનું ખરું સ્વરૂપ સમજાતું નથી એ એની આવરણ શક્તિનું પરિણામ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૨૯)
પરમાત્માની આવરણશક્તિ છે અને તે અનુભવાય છે તેમાં કોઈ ના કહી શકે તેમ નથી. આનંદશંકર કહે છે કે જે લોકો શાંકરવેદાંતનો આ શબ્દ (આવરણશક્તિ) નહિ વાપરતા હોય તેઓ બીજા શબ્દોમાં પણ એની એ જ વાત કહેતા જણાશે, ખ્રિસ્તીઓ પણ પરમાત્માએ મનુષ્યને કસવા માટે Temptations - જગતની લાલચો ઊભી કરી છે અને એમાંથી શુદ્ધ થઈ પરમાત્માની નજીક જાય છે તેમ કહી એક યા બીજા સ્વરૂપમાં ‘આવરણશક્તિ'નો જ ખુલાસો કરે છે.
આ આવરણશક્તિ પરમાત્મામાં શા માટે સંભવે છે? એવા પ્રશ્નના ઉત્તરમાં આનંદશંકર વિવિધ મતો સાથે શાંકરવેદાંતના મતની તુલના કરી છેવટનો સિદ્ધાંત તારવી આપે છે.
પરમાત્માની આવરણશક્તિનો સગુણ બ્રહ્મવાદીઓ એવો ખુલાસો આપે છે કે, વિષયની લાલચોને તાબે થવું કે નહિ એ બાબતમાં પ્રભુએ મનુષ્યને સ્વતંત્રતા બક્ષી છે. શાંકરદાતીઓમાંના કેટલાક માયા અને અવિદ્યા એમ બે ભેદ પાડીને માયા પ્રભુની ગણે છે અને અવિદ્યા જીવની ગણે છે - એટલે માયામાં લપટાવારૂપી અવિદ્યામાં જીવ પોતે જ કારણ રહે છે અને ઈશ્વરને માથે એનો દોષ ચઢતો નથી. વિષય પ્રત્યેના રાગ-દ્વેષાદિને જીવની સૃષ્ટિરૂપે માનવાથી પણ એ જ કાર્ય સધાય છે. જીવના સંકલ્પ સ્વાતંત્ર્યને કેન્દ્રમાં રાખીને આપવામાં આવતો આ સગુણ બ્રહ્મવાદી ખુલાસો શંકાનું સંપૂર્ણ સમાધાન આપી શકતો નથી એમ આનંદશંકર માને છે. કારણકે આ લાલચોને તાબે થવું રાગ-દ્વેષાદિ ધરવા – એમાં જીવ કારણ છે ખરો પરંતુ અહીં આપણો પ્રશ્ન એ નથી. મૂળ પ્રશ્ન એ છે કે, આવરણશક્તિ પરમાત્મામાં કેમ સંભવે છે? તેનો ખુલાસો ઉપરના જવાબોમાં આવતો નથી.
કેટલાક આ અનુભવાતી આવરણશક્તિનો ખુલાસો ઈશ્વરથી જુદી “શેતાન' નામની શક્તિથી આપે છે. તો કેટલાક ઈશ્વરનો છેવટનો ઈરાદો મનુષ્યને વિજયી કરવાનો હોવાથી, અત્યારે અનુભવાતા તોફાનનો પરિણામની દષ્ટિએ બચાવ કરે છે. પણ આ બંને માર્ગ ખામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org