________________
પુસ્તકના અંતિમ પ્રુફની ચકાસણી વખતે ડૉ. શ્રીદેવીબહેન મહેતાના સદ્યોગ માટે તેમનો આભાર માનું છું. એલ.ડી. સંસ્થા પરિવાર તરફથી મને મળેલ સહકાર અને પ્રેમનું મૂલ્ય શબ્દથી આંકી શકાય એમ નથી. પ્રા. કાનજીભાઈ, ડૉ. મણીભાઈ પ્રજાપતિ, ડૉ. નિરાલીબહેન, ડિૉ. પારુલબહેન, અર્ચનાબહેન, હિનાબહેન, વિક્રમભાઈ, ગૌતમભાઈ તેમજ સંસ્થા પરિવારના અન્ય સર્વ કર્મચારીઓનો આ તબક્કે હું આભાર માનું છું.
મારું આ પુસ્તક હું મારા મોટાભાઈને અર્પણ કરું છું. ઈડર તાલુકાના છેક અંતરિયાળ ગામડામાંથી મને યુનિવર્સિટી કક્ષાએ પહોંચાડનાર, મારા અભ્યાસની સતત ચિંતા કરનાર અને પૂજય પિતાજીના અવસાન પછી પણ ઘરની સઘળી જવાબદારીમાંથી મુક્ત રાખી, અધ્યયન કાર્ય કરવાની મોકળાશ કરી આપનાર મારા મોટાભાઈના આશીર્વાદ મારા જીવનનું બળ છે. મારાં પૂજ્ય બાના નિર્મળ આશિષની પ્રેરણા તો રગેરગમાં સતત વહી રહી છે. આ કાર્ય માટે મેં મારા ધર્મપત્ની અને બાળકોનો પણ સમય લીધો છે. તેની પણ અંતઃકરણપૂર્વક નોંધ લઉં છું.
વાસ્તવમાં તો આનંદશંકરનો અભ્યાસ તત્ત્વજ્ઞાનના કોઈપણ અભ્યાસુ માટે અવિશ્રાંત પરિશીલનનો વિષય છે. તેમનો સમાજ અને કેળવણી વિચાર, શ્રી રામાનુજાચાર્યજીના શ્રી ભાષ્યનો ગુજરાતી અનુવાદ, સ્યાદ્વાદ મંજરીનું સંપાદન, દિનાગને ન્યાય પ્રવેશની સમીક્ષાત્મક આવૃત્તિ મારા ભવિષ્યના અધ્યયન અને પરિશીલનના વિષયો છે. આ અભ્યાસને પણ હું પુસ્તકરૂપે પ્રસ્તુત કરી શકું એવી આશા છે. અંતે આનંદશંકરના જ શબ્દોમાં કહું તો “જીવને ઉપાધીકૃત કર્તુત્વ છે પણ કારયિતૃત્ત્વ તો ઈશ્વરનું જ છે. કરે છે જીવ, કરાવે છે ઈશ્વર”એ ઈશ્વરને નત મસ્તકે વંદન કરું છું. જેની ઇચ્છા, આશિષ અને શક્તિના કારણે મને આ કાર્યના નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.
રામનવમી તા. ૨૪-૦૩-૨૦૧૦
દિલીપ ચારણ ઍસોસિએ પ્રોફેસર તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org