________________
સંપાદકીય
પ્રમાણુન્યતત્ત્વાલકની લઘુટીકા રત્નાકરાવતારિક સંરત પંજિકા તથા ટિપ્પણી અને ગુજરાતી અનુવાદ સાથે પ્રથમ બે પરિછેદ પૂરતી આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવે છે. આ પહેલાં રત્નાકરાવતારિકા વારાણસીમાંથી શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા(૨૧-૨)માં પ્રકાશિત થઈ ચૂકી છે. તેના સંપાદક હતા શ્રી પં. હરગોવિંદદાસ અને શ્રી પં. બેચરદાસ દેશી. વળી, એ જ ગ્રન્થમાળામાં અહીં આપેલ બે ટિપણવાળી આવૃત્તિ પણ માત્ર બે પરિઇદ પૂરતી પ્રકાશિત થઈ હતી. તેના ચાર પરિચ્છેદન હિન્દી અનુવાદ પણ મૂળ સાથે ઉંઝાથી પ્રકાશિત થયા હતા. પણ તેને ગુજરાતી અનુવાદ થયે હતા નહિ અને સંમિ છતાં પણ જેનદર્શન અને પ્રમાણુવિદ્યાના સમગ્ર વિયોને આવરી લેતા આ ગ્રન્થ જૈનકની પરીક્ષાઓમાં પાઠપ્રન્થ તરીકે નિયત છતાં તેનું એક પણ સંસ્કરણ છાત્રોને અન્ય ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિમાં પૂ. પા. વિજ્યનીતિસૂરીશ્વરના શિષ્ય પૂ. મુનિરાજશ્રી મલયાવિયજીના ગુજરાતી અનુવાદ સાથે તેને પ્રકાશિત કરવાનું નકકી થયું અને તેનો પ્રથમ ભાગ પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
નાકરાવતારિકાના સંબોધનમાં ઉક્ત મુકિત આવૃત્તિઓનો પૂરે ઉપયોગ કરવામાં આવ્યા છે અને અમે આભાર સાથે જણાવીએ છીએ કે વારાણસીનું અવતારિકાનું સંસ્કરણ જ મુખ્ય માનીને અવતારિકાનું મૃદા અને અનુવાદ કરવામાં આવ્યું છે. અત્રતત્ર અમને જરૂરી લાગ્યું વાં અમને ઉપલબ્ધ હતપ્રતોને ઉપયોગ કરી શુદ્ધિ કરવામાં આવી છે પણ તેવાં સ્થળે જૂજ છે. એટલે અહીં મુદિત રત્નાકરાવતારિકાના સંસ્કરણની શુદ્ધિને પૂરે યશ ઉક્ત સંપાદક દયને છે. પંજિકા અને ટિપણની શુદ્ધિમાં પણ પૂર્વસંસ્કરણનો પૂરે ઉપયોગ કર્યો જ છે પણ અવતારિકાની સાથે પંજિકા-ટિપ્પણના મુવણમાં અમે તેની જૂની આવૃત્તિને મહત્વ ન આપતાં નવેસરથી જ તેનું સંશોધન અને સંપાદન મુકિત ઉપરાંત હસ્તપ્રતોને આધારે કર્યું છે. કારણ, પૂર્વમુદિત સંસ્કરણમાં માત્ર બે જ પરિછેદ પૂરતાં તે પંજિકા-ટિપણ છપાયાં હતા ત્યારે અખા તો પૂરી અવતારિકાનાં પંજિકા-ટિપણે મુક્તિ કરતાં હતાં. | ગુજરાતી અનુવાદની વિશેષતા એ છે કે તે પાદરપર નહિ પણ અર્થને સારી રીતે વ્યક્ત કરે એવી રીતે કરવામાં આવ્યું છે. આથી અનેક સ્થળોએ તે શંકા-સમાધાનરૂપે રજી કરવામાં આવ્યો છે અને અનેક સ્થળોએ વાદિપ્રતિવાદીના પટ્ટ નિર્દેશપૂર્વક સંવાદશૈલી અપનાવી છે. છતાં પણ એ વાંચીને મૂળમાં કઠણ અને આલંકારિક ભાષામાં લખાયેલ અવતારિકાને સમજવાનું સરલ બને એવી અનુવાદની જને કરવામાં આવી છે. પ્રયત્ન તો એવો કરવામાં આવ્યું છે કે વાચક ગુજરાતી ભાષાનું પુસ્તક વાંચતો હોય એવો ભાસ તેને થાય અને અનુવાદ છે એવી ખટક તેમાં ન થાય. આમાં કેટલે અંશે સફળતા મળી છે તેને નિર્ણય તો વાચંક જ કરી શકશે.
પ્ર. મલયવિજયજીએ અનુવાદનું કાર્ય તેમના પૂ. ગુરુભાઈ શ્રી વલ્લભવિજયજીની આજ્ઞાથી તેમના ગુરુવર્ય શ્રી આચાર્ય વિજયનીતિસૂરિના સં. ૧૯૯૮માં સ્વર્ગવાસ પછી. સં. ૨૦૦૬ના ખંભાત ચાતુર્માસમાં રાફ કર્યું હતું. તેમાં શ્રી પં. બીદાસ કેસરીચંદે તેમને રત્નાકરાવતારિકાના અભ્યાસ સાથે સાથે તેના અનુવાદનું કાર્ય કરવાની જે ભલામણ કરી હતી
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org