________________
. ૨. ]
प्रमाणलक्षणम् । અહીં સમસ્ત પ્રામાણિકને પ્રમાણ હેતુના સ્વરૂપમાં તે કશી જ વિપ્રતિપત્તિ-વિવાદ નથી. તેથી તે કારણે હેતુને સ્વરૂપા સિદ્ધ કહી શકાય નહિ. અને પ્રમાણના સ્વરૂપને જ નહિ જાણનાર વાદી તે અપ્રામાણિક બની જતે હોઈ પ્રમાણના અજ્ઞાનના કારણે પણ હેતુને અસિદ્ધ કહી શકશે નહીં. વળી પ્રમાણના સ્વરૂપમાં સંદેહને કારણે પણ હેતુ અસિદ્ધ નથી. કારણ કે જેણે કોઈ પણ પ્રકારે પ્રમાણને નિશ્ચય કર્યો નથી તેવા પ્રમાતા પુરુષને તે પ્રમાણુના સ્વરૂપ વિષે સંદેહ થાય જ નહીં. જેમ કે- ત્રણે કાલમાં સ્થાણુ-હૂડાને નહિ જાણનાર કોઈ પણ પ્રમાતાને આ સ્થાણું-ઠંડુ છે કે પુરુષ? ” એવો સંદેહ તે જ નથી. અને જેણે કેઈક વખતે પ્રમાણને નિર્ણય કર્યો હોય તેવા પ્રમાતાને પણ પ્રમાણ વિષે સર્વથા સંશય થવાને તે અવકાશ જ નથી. અર્થાત્ કોઈ વખત થવાને સંભવ છે. આશ્રયની અસિદ્ધિને કારણે તથા હતુ અને સાધ્યના અધિકરણે ભિન્ન હોવાને કારણે હેતુની અસિદ્ધિ તે અમને જેનને પરૂપે સંમત જ નથી. કારણ કે “સર્વજ્ઞનું અસ્તિત્વ છે, કારણ કે તેમાં બાધક પ્રમાણને અસં. ભવ સુનિશ્ચિત છે”—આ અનુમાનની પૂર્વે હેતુને આશ્રયભૂત ધમી “સર્વજ્ઞ” પ્રમાણથી અસિદ્ધ છતાં તે વિકલ્પ વડે સિદ્ધ હોઈ પ્રસ્તુતમાં હેતુને જૈનેએ સાધ્યને ગમક-સિદ્ધ કરનાર માનેલ છે. તેવી જ રીતે “શકટને ઉદય થશે, કારણ કે કૃત્તિકાને ઉદય છે”—આ અનુમાનમાં પણ તૈયાયિકાદિઓએ કપેલ વ્યધિકરણસિદ્ધિ નામનો દોષ જણાય છે, કારણ કે-સાધ્યધર્મ શકટને ઉદય એ શકટમાં, અને કૃત્તિકાને ઉદય કૃત્તિકામાં છે. છતાં પણ અહીં જૈનમતે હેતુ સાધ્યને સાધક છે. અથવા આશયાસિદ્ધિ અને વ્યધિકરણસિદ્ધિ એ બન્નેને દેપ માનવામાં આવે તે પણ પ્રકૃતિ અનુમાનમાં આ બન્ને દેના અવકાશની શંકારૂપ બીલીનું નડતર નથી. કારણ કે–પ્રમાણરૂપ ધમીના અસ્તિત્વમાં કોઈ પણ વાદીને વિવાદ નથી. અને પ્રમાણરૂપ ધમીમાં પ્રમાણુત્વ હેતુની વૃત્તિનો દરેકને નિશ્ચય છે.
પદેશાસિદ્ધતા એટલે કે પક્ષના એક દેશમાં અસિદ્વિનો દેપ આ અનુમાનમાં નથી. કારણ કે હેતુ સંપૂર્ણ પક્ષમાં ન રહે તે એટલે કે પક્ષના કોઈ ભાગમાં હેતુ હોય અને કોઈ ભાગમાં ન હોય ત્યારે આ દપ પ્રાપ્ત થાય છે, જેમકે, “વૃક્ષે સચેતન છે, નિદ્રાવાળા હોવાથી. ” આ અનુમાનમાં બધા જ વૃક્ષોમાં નિદ્રા દેખાતી ન હોવાથી અને માત્ર છેડામાં જ તે દેખાતી હોવાથી આ દંપ આવે છે. પરંતુ પ્રકૃતિ અનુમાનામાં આ પ્રમાણત્વ હેતુ તે પ્રમાણરૂપ સંપૂર્ણ પક્ષમાં વ્યાપીને રહેલ હોવાથી તે દેપ આમાં નથી. વળી- “શબ્દ અનિત્ય છે, કારણકે તે અનિત્ય છે –આ અનુમાનમાં ‘શબ્દ અનિત્ય છે. એ પ્રતિજ્ઞામાં જે સાધ્ય છે તે, અને હેતુ એક હોવાથી એ હેતુને પ્રતિજ્ઞાર્થેશાસિદ્ધ નામને અંસિદ્ધ હવાભાસ કહેવામાં આવે છે. પણ ખરી રીતે તે સ્વરૂપસિદ્ધ છે. અન્યથા જ્યારે ધમીન હેતુ તરીકે નિર્દેશ થાય ત્યારે તેને પણ પ્રતિજ્ઞાતાદેશાસિદ્ધ કહેવા પડશે. અને સ્વરૂપસિદ્ધિ દેપ તે અહીં ઘટી શકતું નથી તે તે અમે આ પહેલા જ જણાવેલ છે. માટે વાદીની અપેક્ષાએ આ હેતુ સિદ્ધ નથી. તેવી જ રીતે પ્રતિવાદીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org