________________
• રત્નાકરાવતારિકાનાં ટિપણે
૨૨૭ વિસ્તારી છે. એ સમગ્ર સમાવેશ તત્વસંગ્રહ અને તેની ટીકામાં જોવા મળે છે. ન્યાયસૂત્રના અવ્યપદેશ્ય પદ ને આધારે તેના ટીકાકારો પ્રત્યક્ષના એક ભેદ તરીકે નિવિકલ્પને પ્રમાણ સ્વીકારે છે. અને વૈશેષિકે પણ તેનું પ્રામાણ્ય માને જ છે. સાંખ્ય અને વેદાંતને પણ તેનું પ્રામાણ્ય માન્ય છે. આના વિસ્તાર માટે જુઓ-કમીમા-કૃ૦ ૧૨૫.
૩૧. ૨૫ “રા' સંશયાદિનું લક્ષણ આ જ પ્રરિચ્છેદમાં આગળ આવે છે સૂત્ર ૯-૧૫"
૩૧. ૨૬. “જ્ઞાનાત–થી પ્રસ્તુતમાં બ્રહ્મવાદ અભિપ્રેત છે એમ ટિપ્પણુકારે કહ્યું છે તેને આધારે પ્રસ્તુત પ્રકરણમાં “જ્ઞાનાર્થ: ઘા” (સૂત્ર ૧૬) એ સૂત્રની અવતારિકામાં બ્રહ્મવાદનું નિરાકરણ કરવામાં આવ્યુ છે તે છે. આમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાનથી ભિન્ન એવા જડ પદાર્થનું અસ્તિત્વ બ્રહ્મવાદી ને માન્ય નથી. અને બ્રહ્મ એ જ્ઞાનસ્વરૂપ જ છે. પણ બીજી રીતે વિચાર કરીએ તે સ્વયં વાદી દેવસૂરિએ આ સૂત્રની વ્યાખ્યામાં વિરાસાદ્વૈતવારિતાં મિથ્થrfમનિવેરાવાતાર્થ grHવાળાન' આમ કહ્યું છે. આથી વિજ્ઞાનદૈત અને આદિપદથી ચિત્રાત શૂન્યવાદ અને બ્રહ્મવાદ પણ અભિપ્રેત છે. આમાંના શૂન્યવાદનું નિરાકરણ તે સૂત્ર ૧૬ ની અવતારિકામાં કરવામાં આવ્યું જ છે. પણ ગાચાર
* પંત, વિજ્ઞાન દ્વતનું સ્વતંત્ર નિરાકરણ અવતારિકામાં સૂત્ર ૧૬ માં નથી (તે. ટિપ્પણકારે જ્ઞાનાતન શબ્દાર્થ બ્રહ્મવાદ કર્યો પરંતુ રત્નાકરમાં તે સૂત્ર ૧૬ મામાં પ્રથમ વિજ્ઞપ્તિમાત્રવાદ (પૃ. ૧૪૮) જે બૌદ્ધને છે, તેનું નિરાકરણ કર્યું છે. આજ મત વિજ્ઞાનાદ્વૈત નામે ઓળખાય છે. ત્યાર પછી ચિત્રાદ્વૈત (પૃ. ૧૭) નું, શુન્યવાદનું (પૃ. ૧૭૯) અને છેવટે બ્રહ્મવાદનું ખંડન કર્યું છે. આ વસ્તુને ઉપસંહારમાં રત્નાકરમાં આ રીતે મુકી છે.
"ज्ञानाद्वैतं निरस्तं तदनुविदलितश्चित्रविज्ञानवादः ।
शून्यं निळूनमस्याप्युपरि परिहतानन्तरं ब्रह्मवार्ता ॥" ઈત્યાદિ–પૃ. ૨૧૦. આ ઉપરથી સિદ્ધ એ થાય છે કે અવતારિકાનું લઘુટીકા નામ સાર્થક છે. ખરી વાત એવી છે કે શૂન્યવાદનાં ખંડનમાં જે બહાર્થની સિદ્ધિ કરવામાં આવી છે તે સર્વ સાધારણ છે. આથી બહુ વિસ્તારમાં જવાની આવશ્યકતા લઘુ રીકામાં જણાઈ નથી. અવતારિકાકારે પણ “જ્ઞાનાતામિત” એ કહી આદિ. પદથી બીજા પણ જેને ઉલેખ કે ખંડન તેમણે નથી કર્યું તે સૌ તેમને અભિપ્રેત તે છે જ-એમ સૂચવ્યું છે.
૩૧. ૨૬. નિરરોક્ષસુવિદ્વિજ્ઞાનમીમાંસના આ મતના નિરાકરણ માટે જુઓ પ્રસ્તુત પરિચ્છેદના સૂત્ર ૧૮ ની અવતારિકા પૃ ૧૧૦,
૩૧. ૨૭ “પૂજારમશન–ઈત્યાદિ યૌગોના મત વિષે જુઓ પ્રસ્તુત પરિચ્છેદની અવતારિકા સૂત્ર ૧૮ પૃ. ૧૦૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org