SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ રરર રત્નાકરાવતારિકનાં ટિપણે ૪. ૪. “તત તો --આ બીજા વિશેષણને સારાંશ છે કે- સમુદ્ર ઉછળતા તરંગેની નવી નવી રચના- આકૃતિથી મનહર હોય છે. તેમ આ ગ્રંથરૂપ લોકોત્તર સમુદ્ર પણ તેમાં નિરૂપતા અનેક પ્રમેયોને કારણે મનહર છે. ૪. ૫ “તુત્રજન્ટ--આ તીજા વિશેષણને સાર છે કે-સમુદ્ર શ્રેષ્ઠ ફળવાળા આગમ-વૃક્ષોથી યુકત વનોના નિકું જેથી યુકત હોય છે, તેમ આ ગ્રન્થરૂપ લોકોત્તર સમુદ્ર પણ નિરુપમમેક્ષ રૂ૫ ફળ આપનાર આગમ-શાસ્ત્રના પરિ છેદ-પ્રકરણોથી યુત છે. ૪. ૬. “નિરામ'-આ ચોથા વિશેષણને ભાવ છે કે - સમુદ્ર મેટા વહાણ દ્વારા કુશળ વહાણવટીઓથી ખેડાય તે પૂર્વે અપ્રાપ્ય એવા અપૂર્વ રને આપે છે તેમ આ ગ્રન્થરૂપ લોકોત્તર સમુદ્ર પણ બુદ્ધિ-સમ્યજ્ઞાન રૂપ મહાયાનથી જોડાય તે ક્ષપકશ્રેણિત ફાચિર્ભાવના ચારિત્રમાર્ગના વ્યાપારમાં તત્પર ગુરુને પૂર્વે અપ્રાપ્ત એવું મોક્ષ રન અર્પણ કરે છે. ૪. ૭. ' આ પાંચમાં વિશેષણને સારાંશ છે કે- સમુદ્ર કોઈ-કોઈ સ્થળે પરવાળાની જાળને કારણે દમ છે. તેમ આ ગ્રન્થરૂપ અલૌકિક સમુદ્ર પણ અહિં તહિં વેરાયેલો સમાસ પ્રધાન નિર્દોપ ગદ્યની જાળને કારણે દુર્ગમ છે. ૪. ૭. “યુવાન પુરુ ” આ છ વિશેષણને ભાવાર્થ છે કે- સમુદ્ર કઈ સ્થળે સુકોમળ લીસાં અને ઘાટીલાં તથા કાન્ત-મનહર હોઈ આંખને ઠારે તેવાં મોતીઓના સમૂહથી યુકત હોય છે. તેમ આ ગ્રન્થરૂપ લોકોત્તર સમુદ્ર પણ કોઈ-કઈ સ્થળે માધુર્ય અને પ્રસાદગુણ હોવાથી સુકુમાર હૃદયંગમ કાન્ત-ચમત્કાર હોવાથી મને હર અને વ્યુત્પન્ન બુદ્ધિ-સૂમ બુદ્ધિથી જાણી શકાય તેવા હોવાથી તેજસ્વી એવા અનેક લેકથી ભરપુર છે. ૪.૯ “જિ” આ સાતમાં વિશેષણનું તાત્પર્ય આવું છે–સમુદ્રમાં તરંગે પર્વત બની જેય છે. અને તેથી અથડાઇને ત્રાસ પામી ભાગી જતાં મગરેને સમૂહ પણ તેમાં હોય છે તેમ આ ગ્રન્થરૂપ લે કે ત્તર સમુદ્રમાં પણ કઈ કઈ સ્થળે અનેકાન્તવાદના આધારે થયેલ અનેક વિકલ્પરૂપ તરંગે--અકાય એવા દૂષણ પર્વતે રૂપ બની જાય છે. અને તેથી ત્રાસ પામવાને કારણે નાશી જતાં–ચૂપ થઈ જતાં અનેક પરતીથિકોરૂપ મગરમ છે એમાં નજરે પડે છે. ૪. ૧૦. “કવિરાજ' આ આઠમાં વિશેષણના અનેક અર્થો આ પ્રમાણે થઈ શકે છે. (૧) સમુદ્રમાં કઈ કઈ સ્થળે ઉછળતા-ગુલાટ ખાતા મોટાં મસ્થાનાં પૂછડાઓનાં પછડાટથી ઉંચે ઉછળતા જલબિન્દુએ જ્યારે સૂર્યમંડલને સ્પર્શે છે ત્યારે કમ્ એ અવાજ થાય છે અને તે સમાપ્ત-શાંત થઈ જાય છે. તેમ આ ગ્રન્થરૂપ લેકોત્તર સમુદ્રમાં કઈ કઈ સ્થળે પક્ષાભાસાદિ સમસ્ત દેથી યુક્ત અનુમાનહેતનું કથન કરનાર વાદીને તેના કથનમાં દોષ બતાવવામાં આવે ત્યારે આમ તેમ ગુલાંટ ખાઈ તે નવનવાં અનુમાન કરે, કે કથિત અનુમાનમાં નવા વિશેષણ આપે ત્યારે બુદ્ધિને નર્તકી બનાવનાર અસાધારણ—ધુરંધર પંડિતે અહંકાર પૂર્વક તેને પડકારે છે ત્યારે તેના બબડાટથી જે થુંકનાં બિન્દુઓ ઉડે છે તે વિકમંડલરૂપ સૂર્ય મંડલમાં હાસ્ય રૂપ છમકારે આપી જાય છે અને શાંત થઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy