________________
२१६
દિનઃ વાઘાણાિ • [૨. ૨૭ સમાધાન–એમ હેતુમાં વિશેષણ આપવાથી પૂર્વોકત દેપ નિવૃત્ત થાય છે. તે પણ તમારો હેતુ વ્યભિચારી જ છે. કારણ કે કેવલીની ગતિ-સ્થિતિ-બેસવું આદિ ક્રિયાઓ વવશ ચૈતન્યવાળા આત્માની હોવા છતાં ઈચ્છાપૂર્વક નથી.
આપણુમાં જ ખાવાની ઈરછા કવલાહારનું કારણ છે, બધામાં નહીં—એમ કહે તે અમને તે સિદ્ધ જ છે. અર્થાત્ ખાવાની ઇરછારૂપ મેહનીય કર્મ આપણા જેવામાં કલાહારનું કારણ છે એ સાધ્ય અમને સિદ્ધ છે. કારણ કે કેવલીમાં તે વેદનીયાદિ કર્મના ઉદયથી ભજન ક્રિયા સિદ્ધિ છે, પરંતુ કેવળ આપણામાં મેહને કારણે તે છે. વળી, સામાન્યથી પણ મેહ કવલાહારનું કારણ નથી કારણ કે- એ રીતે તો- ચાલવું, ઊભા રહેવું, બેસવું, ઊડવું વિગેરે ક્રિયાઓમાં પણ મેહ જ કારણરૂપ થશે. અને જો એમ માનશે તે કેવલીભગવાનમાં મેહને. અભાવ હોવાથી ચાલવું વિગેરે ક્રિયાને અભાવ થશે. તે પછી તીર્થપ્રવૃત્તિ પણ કઈ રીતે થશે.
શંકા-ચાલવું ઊભા રહેવું વિગેરે ક્રિયાઓમાં ગત્યાદિ (નામ) કર્મ કારણ છે, પરંતુ મેહ કારણ નથી.
સમાધાન–તે પછી કવલાહારનું કારણ પણ વેદનીયાદિ કર્મ છે, પરંતુ મહ નથી – એ પણ માની લે. | સર્વજ્ઞત્વ સાથે કલાહારના કારણરૂપ અઘાતીકને વિરોધ હોય તે તે અઘાતી કર્મ નામકર્મના ભેદરૂપ આહાર પર્યાપ્તિ છે કે વેદનીય? આ બન્નેમાંથી પ્રત્યેકને કવલાહારના કારણ તરીકે માનવા તે ઉચિત નથી. કારણ કે તથા પ્રકારના નામકર્મને ઉદય હોય ત્યારે વેદનીય કર્મના ઉદયથી અત્યંત પ્રજવલિત જડરાનિથી સંતપ્ત થઈ ને પુરુષ આહારને લે છે. આ રીતે આહારપર્યાપ્તિ (નામકર્મ) અને વેદનીય કર્મ એ બન્ને મળીને જ કલાહારના કારણરૂપ છે. પર તું સર્વ સત્વ સાથે તે તેમને કશે વિરોધ નથી. કારણ કે સર્વને વિષે આહારપર્યાપ્તિ નામકર્મ અને વેદનીય કર્મ એ બન્ને તમે પણ માનેલ જ છે,
શકા–આહારપર્યામિ નામ કર્મ અને વેદનીય કર્મ જ્યારે મેહ સાથે હોય છે, ત્યારે તેઓ કવલાહારના કારણરૂપ છે. '
સમાધાન–એ કથન પણ યુકિતસંગત નથી. કારણ કે ગત્યાદિ કર્મોની - જેમ આહારપર્યાપ્તિ નામકર્મ અને વેદનીયકર્મ એ બન્ને મેહના સહકાર વિના જ સર્વજ્ઞમાં કલાહાર ક્રિયા કરાવે તેમાં વિરોધ નથી. અર્થાત્ જેમ કેવલીમાં ગત્યાદિ ક્રિયાઓ મેહની સહાય વિના થાય છે. તેમ ભજનક્રિયા પણ મેહ વિના જ થાય તે એમાં કોઈ પણ જાતને વિરોધ નથી.
દિગંબર–અશુભ કર્મપ્રકૃતિઓ જ મેહની સહાયની અપેક્ષા રાખે છે. પણ ગત્યાદિ શુભ કર્મપ્રકૃતિએ તેની અપેક્ષા રાખતી નથી. અને કલાહાર (ભુજિક્રિયા) તે અશુભ પ્રકૃતિ છે, કારણ કે તે અસાતવેદનીય (દુખી રૂપ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org