________________
૨. ૨૩] सर्वक्षत्वसिद्धिः ।
१९३ પ્રત્યક્ષાભાવ માત્ર કહો તે નિદ્રાવસ્થામાં જલ, તંભ, કુમ્ભ (ઘટ), કમળ, મેઘ વિગેરેને વિષય કરનાર પ્રત્યક્ષને અભાવ હોવાથી તે પદાર્થોનો પણ અભાવ થઈ જશે. અર્થાત પ્રત્યક્ષાભાવ માત્રથી પદાર્થોભાવ કહેશો તે નિદ્રાવસ્થામાં ઘટાદિ પદાર્થોનું પ્રત્યક્ષ થતું નથી, માટે જગતમાં ઘટાદિ પદાર્થોમાં અભાવની આપત્તિ આવશે.
અપ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષથી ભિન્ન અન્ય પ્રમાણ-એ બીજો પક્ષ કહે છે તે પ્રમાણ ભાવ સ્વરૂપ છે કે અભાવ સ્વરૂપ? ભાવસ્વરૂપ કહે છે તે અનુમાન, શાન્ટઆગમ, અર્ધપત્તિ, કે ઉપમાન છે ?
અનુમાન કહે છે તેમાં ધમી શું છે-કેવળજ્ઞાન છે કે કોઈ પુરુપ? અનુમાનનો ધમી કેવળજ્ઞાન હોય તે-તેમાં અપાતા બધા હેતુઓ આશ્રયાસિદ્ધ થશે. કારણ કે તમારા રેતમાં હેતુના આશ્રયરૂપ કેવળજ્ઞાન જ અપ્રસિદ્ધ છે. અનુમાનને ધમી પુરુષ હોય તે સર્વજ્ઞપુરુપ ધમી છે કે અસર્વજ્ઞપુરુષ ? સર્વજ્ઞ પુરપ હોય તે તેને તમેએ સર્વજ્ઞ તરીકે નિશ્ચિત કરેલ છે કે બીજાએ સ્વીકારેલ સર્વજ્ઞ પુરુષ છે? સર્વજ્ઞ તરીકે તમે એ નિશ્ચિત કરેલ પુરુષ ધમી હોય તે તેવા પુરુષમાં કેવળજ્ઞાનને નિધિ કરે એ તમારા જેવા વિચારવાન માટે કઈ રીતે યોગ્ય છે? કારણ કે ધમીને નિશ્ચય કરાવનાર પ્રમાણથી જ તમારો સકલ પ્રત્યક્ષને નિષેધ બાધિત થાય છે. બીજા એટલે કે જેને એ સર્વજ્ઞ તરીકે સ્વીકારેલ વિદ્ધમાનાદિ પુરુષને ધમી કહેતા તે તેમાં સાધ્ય શું છે-નાસ્તિત્વ કે અસર્વવિત્વ? નાસ્તિત્વ તે કહી શકશે નહીં, કારણ કે–તેવા પુરુષની સત્તામાં તે વાદિપ્રતિવાદી ઉભય પક્ષને વિવાદ નથી. પરંતુ તેમને વિષે કરાતા સર્વજ્ઞત્વના વ્યવહારમાં વિવાદ છે. એટલે કે-સર્વજ્ઞત્વને વ્યવહાર વાસ્તવિક છે કે અવાસ્તવિકઆમાં વિવાદ છે. અર્થાત વાદ્ધમાન નામના પુરુષ વિશેષ સર્વજ્ઞ છે, એમ અમે (જૈને) કહીએ છીએ. અને તે સર્વજ્ઞ નથી એમ તમે કહો છે, એટલે સર્વજ્ઞવરૂપ સાધ્યમાં જ વિપ્રતિપત્તિ છે. પરંતુ ધમી–પક્ષરૂપ વદ્ધમાનને વિષે નથી. પરાભુપગતપુરુષમાં સાધ્ય “અસર્વવિન્દ્ર કહે તેમાં હેતુ ઉપલબ્ધિ છે કે અનુપલબ્ધિ? ઉપલબ્ધિ હોય તે-અવિરુદ્ધપલબ્ધિ છે કે વિરુદ્ધોપલબ્ધિ? અવિરુદ્ધોપલબ્ધિ કહો તે જેમ શબ્દના નિત્યત્વનું નિવેધક ' હેતુ વિપક્ષરૂપ આકાશાદિમાં પણ છે, તેથી તે વ્યભિચારી છે તેમ એ હેતુ પણ વ્યભિચારી છે. વિરુદ્ધોપલબ્ધિ કહો તે-તે સ્વભાવ વિરુદ્ધ પલબ્ધિ, વિરુદ્વવ્યાપલબ્ધિ, વિરુદ્ધકર્યોપલબ્ધિ, વિરુદ્ધકારણોપલબ્ધિ કે વિરુદ્ધ સહચરાદિની ઉપલબ્ધિ છે? સર્વજ્ઞત્વનું સાક્ષાત્ વિરોધી કિંચિતત્વ છે. અને ઉપરોક્ત વિદ્ધમાનરૂપ ધર્મમાં એ કિંચિજસત્યને સિદ્ધ કરનાર, કઈ પણ પ્રમાણ મળતું નથી માટે સ્વભાવવિરુદ્ધોપલબ્ધિ કહી શકશે નહીં. વિદ્વાતાપલબ્ધિ આદિ ચારેય વિકપ પણ કહી શકશે નહીં, કારણ કે નિષ્યિમાન સર્વજ્ઞત્વનું વિરોધી કિંચિજજ્ઞત્વ છે, અને તે કિંચિજજ્ઞત્વનું વ્યાપ્ય છે-કતિ પય અર્થનું સાક્ષાત્કારિત્વ, કાર્ય છે કતિ પય અર્થનું પ્રજ્ઞાપન, કારણ છે આવરણને ક્ષયોપશમ, અને સહચરાદિ છે રાગદ્વેષાદિ. અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org