________________
१९०
सर्वज्ञत्वसिद्धिः ।
[ ૨, ૨૨ હો તે તે પારમાર્થિક છે કે સાં વ્યવહારિક ? પારમાર્થિક પણ શું સકેલ છે કે વિકલ ? વિકલમાં પણ અવધિજ્ઞાન બાધક છે કે મનઃ પર્યાયજ્ઞાન ? આ બને . પક્ષોમાંથી એક પણ બાધક બની શકે નહીં. કારણ એ બને કમશઃ રૂપી દ્રવ્ય અને મવર્ગને વિષય કરનાર હોવાથી કેવલજ્ઞાનને બાધ કરવા સમર્થ નથી. સકલપ્રત્યક્ષને કેવલજ્ઞાનનું બાધક કહો તે તમારી આ કેવી વિશુદ્ધ વિચારની ચતુરાઈ છે કે તમે કેવળજ્ઞાનને જ કેવળજ્ઞાનનું બાધક કહો છે ? તે પછી વંધ્યા પણ પુત્ર પ્રસવશે અને એ વધ્યાપુત્ર અલંકાર ઘડશે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ બાધક હોય તે તે અનિર્ભિવ છે કે ઇન્દ્રિદુભવ? અનિન્દ્રિ
દુભવ-(મનથી ઉત્પન્ન થનારુ) તે કહી શકશે નહીં, કારણ કે–પ્રતિભાજ્ઞાન સિવાયનું અનિષ્ક્રિયદુભવજ્ઞાન તે–પિતાના આત્માથી કથંચિત અભિન્ન એવા સુખ-દુઃખાદિ માત્રને વિષય કરનાર છે. તે એ કેવલજ્ઞાનને કઈ રીતે બાધ કરશે ? પ્રાતિજ્ઞાન કેવળજ્ઞાનનું બાધક હોય એ અનુભવ તે થતું જ નથી, ઇન્દ્રિયોદુભવજ્ઞાનને બાધક કહે છે તે પિતાનું છે કે પરનું? પિતાનું કહે તે વર્તન માનકાળે અને આ જ સ્થળે (દેશમાં) બાધક છે કે સર્વદા સર્વ સ્થળે ? પ્રથમ પક્ષમાં માત્રપિષ્ટપેષણ (પીસેલાને પીસવાનું) કરે છે કારણ કે એવા કેવળજ્ઞાનને અભાવ તે અમે પણ માનીએ છીએ. બીજે પક્ષ કહો તે તે સર્વ દેશકાળને જણીને કેવળજ્ઞાનના અભાવને સિદ્ધ કરે છે કે સર્વદેશ કાળને જાણ્યા વિના ? સર્વ દેશ કાળને જાણીને કહે તે-સર્વદા આનંદ કરો. કારણ કે સર્વેક્ષણ (કાળ) અને સર્વ સ્થળ (દેશ)ને જાણનારા તમારા પિતાને વિષે જ કેવળજ્ઞાનની સિદ્ધિ થઈ અને જે સર્વ દેશ અને સર્વ કાળને જાણ્યા વિના કેવળજ્ઞાનને અભાવ સિદ્ધ કરે તે-અમે પૂછીએ છીએ કે-સર્વદેશ અને કાળને જાણ્યા વિના સર્વદા સર્વત્ર કેવળજ્ઞાન નથી, એવી પ્રતીતિ કઈ રીતે થઈ શકશે? અર્થાતું થઈ શકશે નહીં. એ જ પ્રમાણે પરકીય ઇન્દ્રિદુભવ સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ વર્તમાનકાલીન અને અહીં જ બાધક છે?-વિગેરે વિકલ્પ જાળથી ખખડી ગયેલું હોવાથી તે પરકીય ઇન્દ્રિય જન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ કેવળજ્ઞાનને બાધ કરવામાં અસમર્થ છે. વળી, હે ભાઈ મીમાંસક! બીજાના ઘરની ગુપ્ત વાત તે કઈ રીતે જાણી? અર, 1 પરકીય ઇન્દ્રિય જન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષથી કેવલજ્ઞાનને બાધ થાય છે એ તમે કઈ રીતે જાણ્યું ? | મીમાંસક: કેવળજ્ઞાનનું ખંડન કરવામાં સમર્થ એવું પ્રત્યક્ષ મને થયું છે” એવું તેણે મને કીધું છે તેથી જાણ્યું છે.
જેન? તમને જે બીજના કથનમાં વિશ્વાસ હોય તે અમે પણ ઊંચા હાથ કરીને કહીએ છીએ કે-“સકલ પ્રત્યક્ષ કેવળજ્ઞાનનું ખંડન કરનાર કોઈ પ્રત્યક્ષ છે જ નહીં તે અમારી તે વાતને તમે કેમ માનતા નથી ?
મીમાંસદઃ તમારું કથન પ્રમાણયુક્ત નથી માટે માનતા નથી.
જૈન તે એ કહો કે–બીજાનું કથન કઈ રીતે પ્રમાણસિદ્ધ છે ? કારણ કે બીજો કોઈ પણ પિતાના પ્રત્યક્ષનું તમને પ્રત્યક્ષ કરાવી શકતો નથી અને વચનથી તે જેમ તે કહે છે તેમ અમે પણ કહીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org