SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ तमसोभावरूपत्वम् । [૨. ૨૨ તર્કો કરેલા છે-“અંધકારનાં પરમાણુઓ સ્પર્શવાળ છે કે સ્પશરહિત? સ્પર્શ વાળાં તે હોય નહીં કારણ કે તેનાથી ઉત્પન્ન થનાર કાર્યની સ્પર્શવાળા કાર્ય દ્રવ્યરૂપે ઉપલબ્ધિ (અનુભૂતિ) થતી નથી. શંકા-અદષ્ટરૂપ કારણનો વ્યાપાર ન હોવાથી અંધકારના પરમાણુઓ સ્પર્શવાળા કાર્યદ્રવ્યની ઉત્પત્તિ કરતાં નથી. સમાધાન-તે પછી વાયુના પરમાણુઓ રૂપવાળા હોવા છતાં અદષ્ટને વ્યાપાર ન હોવાથી રૂપવાળા કાર્યદ્રવ્યનો આરંભ કરતા નથી, એવી કલ્પના પણ કેમ ન થઈ થકે? અથવા તો એક જ જાતના પરમાણુઓથી અદષ્ટના બલે પૃથ્વી, જલ, તેજ અને વાયુ એમ ચાર પ્રકારનાં કાર્યો ઉત્પન્ન થાય છે, એવી કલ્પના પણ કેમ ન કરવી? માટે અંધકારના પરમાણુમાં સ્પર્શ નથી એમ માનવું ઉચિત છે. શકા-પરમાણુઓનું જ્ઞાન માત્ર કાર્યથી જ થાય છે. એટલે જેવું કાર્ય હોય તદનુરૂપ પરમાણુઓ સિદ્ધ થાય છે, પરંતુ કાર્યથી વિલક્ષણ પરમાણુઓ કદી પણ સિદ્ધ થઈ શકતા નથી. કારણ કે-કાર્યથી વિલક્ષણ પરમાણુઓને સિદ્ધ કરનારું કઈ પણ પ્રમાણ નથી. માટે એક પ્રકારના પરમાણુથી ચાર પ્રકારનાં કાર્ય થઈ શકે નહીં. સમાધાન-જે એમ હોય તે અલ્પકારના પરમાણુઓને પણ સ્પર્શરહિત જ માનવા જોઈએ, અને જે તે તેવા હોય તે તે પરમાણુઓ અન્ધકારરૂપ કાર્ય દ્રવ્યને આરંભ કઈ રીતે કરી શકશે? અર્થાત નહીં કરી શકે. કારણ કે-જે સ્પશ વિનાનું હોય છે, તે કાર્યદ્રવ્યનું આરંભક નથી બનતું–આવો અવ્યભિચારી નિયમ છે. અર્થાત સ્પશરહિત અંધકારના પરમાણુ કાર્યારંભક ન બને. શંકા-કાર્યને જોઈને તેને અનુરૂપ કારણની કલ્પના કરાય છે, પરંતુ કરણુની વિકલતા-દેપથી પ્રત્યક્ષ સિદ્ધ એવા કાર્યને વિપર્યાસ કર–પ્રત્યક્ષસિદ્ધથી વિરુદ્ધ કથન કરવું–તે યુક્તિયુક્ત નથી, સમાધાનઅમે કંઈ અધકારના શત્રુ નથી, પરંતુ તેની ઉત્પત્તિ ઘટતી નથી, માટે કેવળ નીલિમાને આધારે અમે તેને દ્રવ્ય માનવા તૈયાર નથી.” (१०) अदृष्टव्यापाराभावादिति अदृष्टं हि सर्वोत्पत्तिमता निमित्तम । चतुर्दा कार्याणीति पार्थिवादीनि । परवाक्यं कार्य केन्यादि । (टि.)-तथा च श्रीधरः कन्दलीकारः । तद्रहिता इति स्पर्शवियुक्ताः । तत्कार्येति परमाणुद्रव्य कार्यस्य । रूपवन्त इति वायुपरमाणवो मूर्ता अपि कर्मवशात्कार्य नारभेन्निति कल्प्यताम् । ते स्वभावेन कार्यमनारभमाणास्तिष्ठन्ति । एकजातीयादिति रसामो रूपाणोर्वा । चतुर्द्धति पृथ्व्यप्तेजोवायुरूपतया। कार्यकेति कार्येण घटादिना एकेन रूपाणवो रसाणवो वा समधिगम्यन्ते । ते रसे हि रसाणव एव, तेजसि ते नोणव एव । तद्विलक्षणा इति रसे रसाणोविलक्षणास्ते जोणवो नेक्ष्यन्ते । पवमित्यादि । तादृशः परस्परमसम्बद्धाः । अस्पर्शवत्त्वस्येति असंयोगवतः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy