________________
ચન્દ્રસૂયાદ જ્યોતિષીનિકાયનું સ્વરૂપ ભાગ (C) જેવડું ગ્રહનું વિમાન બે ગાઉનું, નક્ષત્રોનું વિમાન એક ગાઉનું તેમજ તારાઓનું વિમાન અધ ગાઉ લાંબુ પહોળું છે. દરેકના વિમાનની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈથી અર્ધ જાણવી. (૫૫)
पणयाललक्खजोयण, नरखेत्तं तत्थिमे सया भमिरा ।
नरखित्ताउ बहिं पुण, अद्धपमाणा ठिया निचं ॥५६॥
પીસ્તાલીશ લાખ યોજનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં આ જ્યોતિષીનાં વિમાનો સદાકાળ પરિભ્રમણ કરવાવાળાં છે, અને મનુષ્યક્ષેત્રની બહાર જે જ્યોતિષીનાં વિમાનો છે તે સદાકાળ સ્થિર તેમજ પૂર્વોક્ત લંબાઈ, પહોળાઈ તથા ઉંચાઈના પ્રમાણથી અર્ધ પ્રમાણવાળાં છે. (૫૬)
ससि-रवि-गह-नक्खत्ता, ताराओ हुंति जहुत्तरं सिग्घा । विवरीया उ महडिआ, विमाणवहगा कमेणेसि ॥५७॥ सोलस-सोलस-अड-चउ, दो सुर सहस्सा पुरो य दाहिणओ ।
पच्छिम-उत्तर-सीहा, हत्थी-वसहा-हया कमसो ॥५॥
ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા એ અનુક્રમે એક પછી એક શીધ્ર ગતિવાળા હોય છે, અને ઋદ્ધિમાં એક એકથી અનુક્રમે ઊતરતા હોય છે. ચન્દ્રના વિમાનને વહન કરનાર દેવોની સંખ્યા ૧૬000, સૂર્યના વિમાનને વહન કરનાર ૧૬૦૦૦, ગ્રહોના વિમાનને વહન કરનાર ૮000, નક્ષત્ર વિમાનને વહન કરનાર ૪000, તેમજ તારાના વિમાનને વહન કરનાર ૨૦૦૦ દેવોની સંખ્યા હોય છે, અને તે વિમાનને વહન કરનારા દેવો પૈકી વિમાનની પૂર્વ દિશાએ રહેનારા સિંહનું દક્ષિણ દિશામાં રહેનારા હાથીનું, પશ્ચિમ દિશામાં રહેનારા વૃષભનું અને ઉત્તરદિશાએ રહેનારા અશ્વનું રૂપ ધારણ કરે છે. (૫૭–૧૮)
गह अट्ठासी नक्खत्त, अडवीसं तारकोडिकोडीणं ।
छासद्विसहस्सनवसय,-पणसत्तरि एगससिसिनं ॥५६॥ ૮૮ પ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓ-આટલો એક ચન્દ્રનો પરિવાર હોય છે. (૫૯),
कोडाकोडी सनं-तरंति मनंति खित्तथोवतया । केइ अन्ने उस्से-हंगुलमाणेण ताराणं ॥६०॥
કોઈક આચાર્યો ‘કોડાકોડી’ને સંજ્ઞાંતર–નામાંતર કહે છે, કારણ કે મનુષ્યક્ષેત્ર થોડું છે, વળી કોઈક આચાય તારાઓના વિમાનને ઉત્સધાંગુલથી માપવાનું કહે છે. (૬૦)
किण्हं राहुविमाणं, निचं चंदेण होइ अविरहियं ।
चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्स तं चरइ ॥६१॥
કૃષ્ણવર્ણનું રાહુનું વિમાન નિરંતર ચન્દ્રની સાથે જ હોય છે, તેનાથી દૂર થતું નથી અને ચાર આંગળ વેગળું રહ્યું છતું હંમેશા ચન્દ્રની નીચે ચાલે છે. (૬૧)
तारस्स य तारस्स य, जंबुद्दीवम्मि अंतरं गुरुयं । बारस जोयणसहसा, दुनि सया चेव बायाला ॥२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org