________________
****
[ ૭૪૯ ]
★
અષ્ટકૃષ્ણ રાજીની વ્યાખ્યા
બૃહત્સંગ્રહણી ભાષાંતર પરિશિષ્ટ નં. ૫
અવતરતમસ્કાયનું વિવેચન કરીને વૈમાનિક નિકાયના પાંચમા બ્રહ્મ દેવલોકના પ્રતરો પૈકી ત્રીજા રિષ્ટ નામના પ્રતરે ભિન્ન ભિન્ન પ્રકારની આઠ કૃષ્ણરાજી બ્રહ્મકલ્પમાં વસતા લોકાન્તિક દેવોના વિમાન સમીપે ફરતી આવેલી છે તે કૃષ્ણરાજીઓનું સ્વરૂપ તથા લોકાન્તિક દેવોનું અને તેમના વિમાનનું તથા આચારાદિકનું સ્વરૂપ કહેવાય છે.
અટારાની—આ તમસ્કાય-અકાયમાં આઠ કૃષ્ણરાજીઓ બ્રહ્મકલ્પના ત્રીજા રિષ્ટ પ્રતર આગળ ચારે દિશાઓમાં બબેની સંખ્યામાં સચિત્તાચિત્ત પૃથ્વીમય બાહ્ય અને આભ્યન્તર સ્થાને પ્રત્યેક દિશામાં બબેની સંખ્યામાં ભિન્ન ભિન્ન આકારે રહેલી છે.
૧. એમાં પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીઓ પૈકી અત્યંતર કૃષ્ણરાજી લંબચોરસ ચારખૂણી જે છે તે વચમાં પહોળી એવી દક્ષિણ દિશાની છ ખૂણિયાવાળી (બાહ્ય ભાગે રહેલી) કૃષ્ણરાજીને સ્પર્શે છે અને એ જ દિશાની જે બાહ્ય કૃષ્ણરાજી, તે ઉત્તર દિશાની ચૌખૂણિયા એવી અભ્યન્તર કૃષ્ણરાજીને સ્પર્શે છે.
૨. પશ્ચિમ દિશાવર્તીની બન્ને કૃષ્ણરાજીઓ પૈકી ચઉખૂણી અત્યંતર કૃષ્ણરાજી વચમાં પહોળી એવી ઉત્તર દિશાવર્તીની છ ખૂણિયા બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શે છે. એ જ પશ્ચિમ વચમાં પહોળી દિશાની છ ખૂણિયા બાહ્ય કૃષ્ણરાજી તે દક્ષિણ દિશાની ચાર ખૂણિયા અભ્યન્તર કૃષ્ણરાજીને સ્પર્શે છે.
૩. ઉત્તર દિશાવર્તીની બન્ને કૃષ્ણરાજીઓ પૈકી અભ્યન્તર કૃષ્ણરાજી ચૌખૂણી છે, અને તે પૂર્વદિશાવર્તીની છ ખૂણિયા બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શે છે, અને એ જ દિશાવર્તીની બાહ્ય કૃષ્ણરાજી પશ્ચિમની અત્યંતર કૃષ્ણરાજીને સ્પર્શે છે.
૪. દક્ષિણ દિશાની અત્યંતર તથા બાહ્ય કૃષ્ણરાજી પૈકી ચૌખૂણી અભ્યન્તર કૃષ્ણરાજી પશ્ચિમગત છ ખૂણી બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શીને રહેલી છે. જ્યારે તે જ દિશાની બાહ્ય કૃષ્ણરાજી પૂર્વ દિશાની છ ખૂણી અત્યંતર કૃષ્ણરાજીને સ્પર્શે છે.
આ આઠે કૃષ્ણરાજીઓ લંબાઇમાં અસંખ્યાતા યોજન લાંબી પથરાએલી છે અને ઘેરાવામાં પણ અસંખ્યાતા યોજન (બૃહત્ અસંખ્ય યોજન) છે. તેમજ વિસ્તારમાં અસંખ્યાતા સહસ્ર યોજન છે. આ આઠે કૃષ્ણરાજીઓ મહાઅંધકાર સ્વરૂપ છે, અને તે જુદા જુદા નામથી ઓળખાય છે.
૧. કૃષ્ણવર્ણની હોવાથી
૨. કાળા મેઘ સરીખી હોવાથી
Jain Education International
* થોડાં વરસો ઉપર અમેરિકન વૈજ્ઞાનિકોએ આકાશમાં બ્લેક હોલની શોધ કરી છે. અમારા શિષ્ય જેવા શ્રી નિરંજનભાઇએ અકૃષ્ણરાજી એ બ્લેક હોલ હોવો જોઇએ એવું સમજી તેને એક પુસ્તિકા પણ બહાર પાડી છે પણ બ્લેક હોલનું સ્થાન જુદું છે અને અકૃષ્ણરાજીનું સ્થાન જુદું છે, તે માટે લેખ વાંચો.
. कृष्णराजी मेघराजी
For Personal & Private Use Only
www.jainelibrary.org