________________
[ ૭૪ ] વધુ બે-ત્રણ અબજ માઇલની દૂરની વસ્તુઓ જોઈ શકતા હશે. પરંતુ કરોડો જેવા અબજો માઈલ દૂર રહેલી વસ્તુ એ કાંઈ દૂરબીનના કાચથી કી જોઈ શકાતી નથી, એટલે બ્લેક હોલ વસ્તુનું સ્થાન ભિન્ન સમજવું જોઇએ અને અષ્ટકૃષ્ણરાજી એ સ્થાન ભિન્ન છે માટે અશકય કલ્પના કરવી અસ્થાને છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રત્યેની અથાગ શ્રદ્ધાના કારણે ઉતાવળમાં નિરંજનભાઈનું મન એક માનવા ખેંચાય પણ એવા ભાવાવેશથી ઉપર ઉઠીને વિચારવું જરૂરી છે.
*
અવતર-પૂર્વે ચૌદરાજલોકનું વિવેચન કરીને હવે લોકાન્તિક દેવોનું સ્થાન દર્શાવવા પ્રથમ તમસ્કાયનું સ્વરૂપ કહેવાય છે. જો કે આ વિષય શ્રી ચન્દ્રીયા સંગ્રહણીમાંનો નથી બીજા ગ્રન્થનો છે, પરંતુ આ સંગ્રહણીના અભ્યાસીઓને જાણવા જેવો હોવાથી અહીં આપ્યો છે.
૧. તમારા સ્થા–આ જંબૂદ્વીપથી માંડીને તિથ્ય અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોનું ઉલ્લંઘન કર્યા બાદ અવર નામનો દ્વીપ આવેલો છે. તે દ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે બાજુએ ૪૨000 યોજન દૂર અરુણવર સમુદ્ર અવગાહીએ ત્યારે ત્યાં ઉપરિતન જળથી તમસ્કાય નામનો એક જલીયપદાર્થ સમુત્યિતા થાય છે. તે ૧૭૨૧ યોજન સુધી ઊર્ધ્વ ભાગે ભીંતના આકારે ચાલ્યો જાય છે. ત્યારબાદ ત્યાંથી તે ઉપર વધુ વિસ્તારને પામતો પામતો વલયાકાર સરખી આકૃતિવાળો (પોપટાદિકના પાંજરા ઉપર જેમ હોય છે તેમ) થયો થકો સૌધર્મ, ઈશાન, સનત કમાર, માહેન્દ્ર તથા બ્રહ્મ દેવલોકના પ્રથમના બે પ્રતરને આચ્છાદિત કરી ગરિ નામના ત્રીજા પ્રતરે ચારે દિશામાં ફેલાઈને ત્યાં જ સંનિવિષ્ટ પામ્યો છે.
શંકા- “મા ” એટલે શું?
સમાધાન– તમઃ એટલે અધકારનો ય એટલે સમૂહ છે. આ સમસ્કાય એક અપકાયરૂપ મહાન અંધકારમય છે. અંધકાર જેવા અકાયમય પુદ્ગલોના સમૂહરૂપ છે.
૨. તમારા સંસ્થાન-ઊર્ધ્વગામી બનેલા આ તમસ્કાયનો આકાર અધઃ સ્થાને પ્રારંભમાં જ મ7 મૂલાકાર (કોડિયાનું બધું)નો છે અને ઊર્ધ્વ વિસ્તૃત થતો રિઝ પ્રતરે પહોંચતા ઉપરિતન આકાર કૂકડાના પાંજરા સરખો થાય છે.
તનાવ પ્રમા–આ તમસ્કાય અમુક યોજન સુધી સંખ્યય યોજન વિસ્તારવાળો રહે છે. ત્યારબાદ (દ્વીપનો પરિક્ષેપ અસંખ્ય હોવાથી) અસંખ્યય યોજન વિસ્તારવાળો થાય છે.
૩. તમયનો વિસ્તાર વેદનો છે? તે સૂચવતું ટ્રાન્ત–કોઈ એક મહાન ઋદ્ધિવંત દેવ જે ગતિ વડે કરીને, ત્રણ ચપટી વગાડતાં જે સમય લાગે તેટલા સમયમાં એક લાખ યોજન પ્રમાણના દ્વીપના ત્રિગુણ પ્રમાણ પરિધિક્ષેત્રને ચારે બાજુએ એકવીશવાર પ્રદક્ષિણા આપી રહે, તે જ દેવ તેવી જ જાતિની ગતિ વડે કરી જો સંખ્યાતા યોજન પ્રમાણ તમસ્કાયનો અંત લેવા માગે તો તેનેય છ માસ ચાલ્યા જાય તો પછી સામાન્ય દેવ માટે તો તેથી અધિક માસ જાય તે સહજ છે.
૪. તમારા સ્વરૂપ વિવા–આ તમસ્કાયમાં અસુરકુમારાદિક દેવો ભયંકર મેઘોને વરસાવે છે. મેઘોને શાન્ત પણ કરે છે. વળી તેને બાદર વીજળીઓથી તથા ભયંકર શબ્દોની ગર્જનાથી ગજાવી મૂકે છે. આ સમસ્કાય મહાન ઘનઘોર અંધકારમય છે તેથી પડખે રહેલા સદાકાળ સ્થિર એવા ચંદ્રાદિ વિમાનો ઉપર તમસ્કાય પડતાં તમસ્કાયમય કરી મૂકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org