________________
[ ૭૪
]
તમસ્કાય-અપકાયનું વિવેચન
બૃહતસંગ્રહણી ભાષાંતર પરિશિષ્ટ ન. ૪ –નીચેની નોંધ સં. ૨૦૪૭માં પ્રસ્તુત બીજી આવૃત્તિ પ્રસંગે નવી લખી છે.
નોંધઃ-આ અનંત વિશ્વમાં અસંખ્ય ઘટનાઓ અદેશ્યપણે થતી રહે છે જેને આપણે જોઈ-જાણી શકતા નથી. આકાશ કે પાતાલ અથવા સમગ્ર વિશ્વની કેટલીય બાબતો ગૂઢ રહસ્યમય વર્તતી હોય છે. મોટા મોટા મહર્ષિઓ અને જ્ઞાનીઓ એને પામી શકતા નથી અને તાગ લઈ શકતા નથી. આર્ષદા પુરુષોને કયારેક કોઈ બાબતોનું રહસ્ય જોવામાં આવે એવું બને પણ વાણીથી તેઓ સમજાવી શકતા નથી. એમાં પણ ગગન-આકાશની વાતો તો ખૂબ જ રહસ્યમય છે. શાસ્ત્રની રચનાઓ બહુ જ અતિમયાદિત છે. સમુદ્ર આગળ બિન્દુ જેટલી રચના છે. શાસ્ત્ર અને ભૌતિક પદાર્થો લખવા-સમજાવવા માટે નથી પણ મોટાભાગે તેનું ક્ષેત્ર ધાર્મિક-આધ્યાત્મિક અને ચૈતન્યશીલ પદાર્થોનું જણાવવાનું છે એટલે શાસ્ત્રો દ્વારા તમને બાહ્ય રચનાઓનું જ્ઞાન વિશેષ પ્રકારે મળવું અશક્ય છે. જો કે સામાન્ય પ્રજાને તેની જરૂરિયાત પણ નથી, તેને જરૂરિયાત વૈજ્ઞાનિક સમજણ મેળવવાની હોય છે. આકાશવર્તી દેવલોકનું વર્ણન શાસ્ત્રમાં જરૂર પૂરતું જ જણાવ્યું છે. બીજો વિશેષ પ્રકાશ શાસ્ત્રો દ્વારા મળતો નથી.
ઉપર કહ્યું તેમ બ્રહ્માંડમાં અનેક રહસ્યમય બાબતો સમાયેલી છે. તે પૈકી આ તમસ્કાયની-અપકાયની બાબતનો પણ સમાવેશ કરી શકાય છે. આપણી છઠસ્થ બુદ્ધિ અને બહુ જ અલ્પ સૂઝ એટલે રહસ્યમય વાતો સમજવાને માટે આપણે અનધિકારી છીએ પણ શાસ્ત્રમાં કોઇ કોઇ વાત વાંચવા મળે ત્યારે તેના ઉપર તર્ક-વિચાર કરવા મન થાય.
તમસ્કાયની રચનાની એક બાબત સમજવા જેવી એ છે કે આ તમસ્કાયનો પ્રારંભ સમુદ્રમાંથી થાય છે અને તમસ્કાય એટલે અંધકાર સ્વરુપ. પાણી એ ખૂબ જ ઝડપથી ઉપર આકાશમાં ચડવા માંડે છે અને કરોડો-અબજો માઇલ નહીં પણ અબજોથી આગળ અસંખ્ય માઇલો સુધી તે ચઢી જાય છે, એટલે કે તે પાંચમાં દેવલોક સુધી પહોંચે છે. પાંચમો દેવલોક એટલે પાંચ રાજ ઊંચે દૂર પહોંચે છે. અસંખ્યમાઈલોનો એક રાજ ગણાય છે, આટલે ઉપર પહોંચ્યા પછી આગળ ન વધતાં તરત પાછું આકાશમાંથી જ ધરતી તરફ વચગાળાના અસંખ્ય દ્વીપ-સમુદ્રો ઉપર જળના જોરદાર કણીયા ઢગલારૂપે ફેંકાય છે.
આપણને આશ્ચર્ય એ થાય કે પાણી હોવા છતાં આટલું ઊંચે કેમ પહોંચે છે? શા કારણે પહોંચે છે? એની શું અગત્ય છે? તે અંગે કશો પ્રકાશ શાસ્ત્રો દ્વારા મળતો નથી. વળી આટલું ઊંચે પહોંચ્યા પછી વિખરાઈ ન જતાં પાછું એની મેળે જ નીચે કેમ પડે છે અને નીચે ઠેઠ મનુષ્યલોકની ધરતી સુધી કેમ પહોંચે છે? સૂરજના તીવ્ર કિરણોમાં થઈને આવે છે છતાં તે અચિત્ત ન થતાં સચિત્ત કેમ રહે છે? આ બધી બાબતોનું સમાધાન કયાંયથી પણ મળે તેમ નથી. બાકી આ અંગે જે કંઈ વાંચ્યું તે આ પરિશિષ્ટમાં આપ્યું છે. એથી વિશેષ વિગતો જાણવા મળી નથી.
બ્લેક હોલની વાત શું છે?
પશ્ચિમના વૈજ્ઞાનિકોએ છેલ્લાં કેટલાંક વરસોથી આકાશમાં બ્લેક હોલ (એટલે કાળી જગ્યા) છે એવી શોધ કરી છે. અમેરિકામાં રહેતા આપણા ધર્મશ્રદ્ધાળુ ભાઈશ્રી નિરંજનભાઈ વૈજ્ઞાનિકોની બ્લેક હોલની માન્યતા એ જૈનોની અષ્ટકણરાજી જ છે એવું તમારા પોતાના લખેલા સંગ્રહણી ગ્રન્થના ભાષાંતરના આધારે) માને છે. વૈજ્ઞાનિકો દૂરબીનો દ્વારા કદાચ વધુમાં
* શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓમાં સવાર-સાંજ અમુક ટાઇમે ઉનની કામળી ઓઢવાની જે પ્રથા છે એના કારણમાં એવું જાણવા મળે છે કે આ અપૂકાય એટલે પાણી ઉપર આકાશમાંથી મધ્યવર્તી જેબૂદ્વીપ સુધી પડે છે. તે સચિત્ત-સજીવ છે માટે જીવરક્ષા માટે કામળી ઓઢવાની પ્રથા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org