SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] અસંખ્યાતા લોકાકાશ જેટલા અધ્યવસાયસ્થાનો કારણભૂત છે. (અથવા અસંખ્યાતા લોકાકાશ જેટલા અધ્યવસાય સ્થાનકોએ કેવળ એક સ્થિતિ સ્થાનક) યદ્યપિ જીવો અનંતા છે. તથાપિ કોઇપણ કર્મના સ્થિતિસ્થાનમાં અધ્યવસાય સ્થાનકોની સંખ્યા, અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. પ્રશ્નઃ—જયારે જીવો અનંતા છે તો પછી સ્થિતિબંધના અધ્યવસાયો અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કેમ ન પડે ? ઉત્તર જીવો ભલે અનંતા હોય પરંતુ એક જીવનો જેવો અધ્યવસાય સર્વજ્ઞ ભગવંતોએ નિહાળ્યો, તેવા જ પ્રકારના સમાન અધ્યવસાયો બીજા ઘણા જીવોના મળી આવ્યા. જો અનંતા જીવો આશ્રયી પ્રત્યેકના જુદા જુદા જ અધ્યવસાયો પડતા હોય તો તે અનંત અધ્યવસાય પ્રમાણ દર્શાવત, પરંતુ તેમ થતું નહિ હોવાથી એક અધ્યવસાય સ્થાનમાં ઘણા જીવો આવી જવાથી વર્ગીકરણની જેમ અનંત જીવો વહેંચાઈ જવાથી અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ જેટલા જ પડે છે. ૬. અનુભાગબંધ કે રસબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો જયારે આઠે કર્મનાં ભેગાં કરીએ તો પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ જ થાય છે. અર્થાત્ અનુભાગબંધ કહો કે રસબંધ કહો, સર્વથી જઘન્ય રસ દ્રિસ્થાનિક (અસંખ્ય લોકાકાશ પ્રમાણ) બંધાય. (સત્તર પ્રકૃતિ આશ્રયી એકઠાણીયો પણ બંધાય) આ સર્વ જઘન્ય રસથી એકેક રસ વિભાગની અપેક્ષાએ જે સર્વોત્કૃષ્ટ રસબંધ સ્થાન સુધી વૃદ્ધિ થવી તે રવિન્થસ્થાનો કહેવાય. તેમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ જેટલા અનુભાગ અધ્યવસાયો કારણભૂત છે. જેથી એક સ્થાનક રસમાં પણ અસંખ્ય વિભાગો પડી જાય છે. જેમ એક જીવે દ્વિસ્થાનીયો રસ અમુક પ્રકૃતિનો બાંધ્યો એ જ દ્રિસ્થાનિક બીજા જીવે બાંધ્યો. હવે બાંધ્યો છે તો બન્નેએ દ્રિસ્થાનિક, પરંતુ પ્રથમ જીવે અતિમંદ બાંધ્યો, બીજાએ તેથી તીવ્ર બાંધ્યો, અથવા કોઇએ જઘન્યોત્કૃષ્ટપણે બાંધ્યો, આથી પ્રથમ કરતાં બીજામાં, બીજા કરતાં ત્રીજામાં, એમ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તથા મંદ-મંદતર-તીવ્ર-તીવ્રતર ભેદાશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રમાણ અનુભાગબંધનાં સ્થાનકો પડે છે. એક લક્ષણતા એવી છે કે અષ્ટકમના રસ વિભાગો એકઠા કરીએ તો યે અસંખ્ય લોકાકાશ સંખ્યામાં જ આવે. मा प्रमाणे अनुभागबन्धनां हेतुभूत सर्व कर्मना असंख्याता अध्यवसाय स्थानको. ७. मन, वचन, વાય એ રિવરણાની નિર્વિમાન્ય વિમા સંધ્યા. યોગ એટલે શક્તિ-ર વયન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી જે શક્તિ તે યોગ કહેવાય. સર્વથી જઘન્ય યોગલબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદીયા જીવને હોય છે. ત્યારપછી ક્રમશઃ અમુક અમુક જીવાશ્રયી અંશે અંશે વધે અને સર્વથી વધતો વધતો ૧. જિનેશ્વરદેવના તત્ત્વજ્ઞાનની એ જ બલિહારી છે કે એક કર્મનાં જેટલાં, તેટલાં જ આઠે કર્મનાં, એટલે આઠેનાં ભેગાં કરીએ તો પણ અસંખ્ય લોકાકાશ પ્રમાણ રસબંધનાં સ્થાનકો થાય છે. આ પ્રમાણે અંતર્મુહૂત અસંખ્ય પ્રકારનાં છે. સંખ્યાતી, અસંખ્યાતી અને અનંતી સંખ્યામાં પણ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભેદો પડે છે. આવા કસોટીના સ્થાને જ પરમતારકદેવના શાસનથી વાસિત આત્માની અવિચળ શ્રદ્ધારૂપી સુવર્ણની પરીક્ષા થાય છે. ધમસ્તિકાયાદિ દશ અસંખ્યાતાનું વિસ્તૃત વર્ણન, સંખ્યાતાદિનું વર્ણન વાર્થ-સંવમ વર્માચાર્માતિનિકોલ વિંશિક-મલાપના-સૂક્ષ્માવિવાર-નવવિકાશ ઇત્યાદિ અનેક ગ્રન્થોથી જાણી લેવું. ૨. નોન રિહિં થાનો. ૩. સવલ્યો વ નો ઈત્યાદિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy