________________
[ ૭૨૯ ]
* 'कर्मग्रन्थाश्रयी संख्यातादि संख्यानुं निरुपण
ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતા સુધીની રીતિ તો શાસ્રસિદ્ધાંતકાર અને કર્મગ્રન્થકાર બન્નેની સરખી જ આવે છે. તે પછીથી અમુક સંખ્યાની બાબતમાં ભેદ પડે છે, જયારે અમુક અમુક સ્થાને તુલ્ય પણ આવે છે.
ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતનો વર્ગ કરીએ ત્યારે જે સંખ્યા આવે તે નયન્ય અસંબાત બસંન્માત. આ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાંથી એક સંખ્યા ઓછી કરીએ ત્યારે પાછલી ઉત્તર પુત્ત અસંબાતસંખ્યા આવે અને વચલી સર્વ સંખ્યા મધ્યમ અસંબાતે હોય.
વર્ગ એટલે શું? ગુણાકારમાં જેમ પાંચની સંખ્યાને પાંચવાર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો પડતો હતો તેમ વર્ગમાં હોતું નથી. પરંતુ વર્ગ ગુણાકારમાં તો પાંચને પાંચે (૫૪૫) ગુણીએ અને જે સંખ્યા આવે તેને વર્ગ કહેવાય. પરંતુ પાંચ પાંચવાર ગુણવી તે નહિ, પણ તેટલી સંખ્યાને તેટલીએ `ગુણવાથી જ વર્ગ આવે છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતની સંખ્યાથી લઇ ઉત્તર અસંખ્વાત અસંભાત થી અવિક્ સંખ્યા મધ્યમ અસંધ્યાત ગસંધ્ધાતે જાણવી. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતની રાશિને ત્રણ વાર વર્ગ કરવો. (જેમ ૫૪૫=૨૫૪૨૫=૬૨૫૪૬૨૫=૩૯૦૬૨૫ આ પ્રમાણે) ત્રણવાર વર્ગીને પછી તેમાં નીચેની ૧૦ વસ્તુઓ મેળવવી.
તેમાં પ્રથમ ૧. ચૌદરાજ પ્રમાણ લોકાકાશના જેટલા પ્રદેશો તે બધાય, ૨. સમગ્ર લોકાકાશવર્તી ગતિસહાયક ધર્માસ્તિકાયના સર્વપ્રદેશો, ૩. સ્થિતિસહાયક અધર્માસ્તિકાયના સર્વ પ્રદેશો, ૪. એક જીવના સર્વાત્મ પ્રદેશો (જે અસંખ્ય છે તે) તથા પ. આઠે કર્મનાં સર્વ સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાનો જે અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે તે પહેલા જ્ઞાનાવરણીયકર્મની વૈજઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે. એ અંતર્મુહૂર્તની સ્થિતિના પ્રથમ સમયથી માંડી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના જેટલા સમયો થાય તેટલી જ સંખ્યાએ તે કર્મનાં સ્થિતિસ્થાનકો છે. હવે એકેક સ્થિતિ સ્થાનમાં
૧. ૧૫૦૦ વર્ષ પહેલાં પુસ્તક લેખન પદ્ધતિ (પ્રાયઃ) ન હતી. સાધુઓ બધાં શાસ્ત્રો કંઠસ્થ રાખતા હતા. કાળ ક્રમે બુદ્ધિ ક્ષીણ, ક્ષીણતર, ક્ષીણતમ થતાં આજથી પંદરસો વર્ષ ઉપર સાધુઓએ કંઠસ્થ જ્ઞાન જે હતું તે પુસ્તક ઉપર લખાવરાવ્યું.
તે સમયની પરિસ્થિતિની રજૂઆત આ સ્થળે નહીં કરૂં પરંતુ એક વાત યાદ રાખવી કે સાધુઓમાં જુદી જુદી જ્ઞાનપરંપરા ચાલતી હતી. છેવટે બે પરંપરા સ્વીકારવામાં આવી. શાસ્રસિદ્ધાંત પરંપરા તો છે જ પણ બીજી પરંપરા કાર્મગ્રંથિક છે. જો કે બંને પરંપરા વચ્ચે બહુ જ ઓછા મતભેદ છે છતાંય તેની પણ નોંધ લેવામાં આવી એટલે તત્ત્વજ્ઞાનમાં બે પરંપરા ચાલે છે. એક શાસ્ત્ર-સિદ્ધાંત અને બીજી કાર્મગ્રંથિક, આ બન્ને પરંપરામાં યથાર્થ પરંપરા કઇ ? તે કેવળી સિવાય નિર્ણય મળી શકે તેમ નથી એટલે જૈનસંઘ બંને પરંપરાનો આદર કરતો આવ્યો છે.
--તે વખતે પુસ્તક તરીકે તાડપત્ર પ્રધાન હશે.
૨. તળુળો વર્ષ: આ વચનથી.
૩. અંતર્મુહૂર્ત સ્થિતિ તે નધન્ય સ્થિતિસ્થાન જઘન્યસ્થિતિ એકાદિક સમયની સંખ્યાથી અધિક કર્યા પછીથી ઠેઠ તે ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. તેથી પહેલાંની બધી સ્થિતિઓ મધ્યમસ્થિતિસ્થાન કહેવાય અને સર્વોત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ स्थितिस्थान ।
૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org