________________
[ કર૬ ) સાક્ષીરૂપ એક દાણો ખાલી પડેલા એક શલાકામાં નાંખવો. એ પ્રમાણે જયાં સુધી સાક્ષીરૂપ કણો વડે શલાકા ન ભરાય ત્યાં સુધી અનવસ્થિતને વારંવાર ભરી દીપ-સમુદ્રોમાં સરસવો પ્રક્ષેપવા વડે ખાલી કરવા. એ પ્રમાણે અનવસ્થિત ખાલી થયાની સાક્ષીરૂપ કણો વડે કરીને શલાકાને ભરવો. હવે પૂર્વની માફક અનવસ્થિતનો જયાં છેલ્લો કણ પડયો તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત કલ્પી સરસવો વડે ભરીને હાલમાં તો તેને મૂકી રાખવો.
હવે પુનઃ ભરાએલા શલાકાપ્યાલાને ઉપાડી આગળ આગળના દ્વીપ-સમુદ્રોમાં તેમાંના સરસવના દાણા નાંખતાં જયારે તે શલાકાપ્યાલો નિઃશેષ થાય ત્યારે સાક્ષીરૂપ બીજો એક કણ પ્રતિશલાકામાં નાંખવો, આથી પ્રતિશલાકામાં બે કણ થયા. એ પ્રમાણે અનવસ્થિતના સાક્ષીભૂત કણોએ કરીને શલાકા અને શલાકાના સાક્ષીરૂપ કણો વડે કરીને પ્રતિશલાકાને સશિખ ભરવો. હવે જયારે પ્રતિશલાકા જે સ્થાને સંપૂર્ણ ભરાયો તે સ્થાને અનવસ્થિત પ્યાલાની જેમ તે દ્વીપ વા સમુદ્ર પ્રમાણ શલાકાને સરસવ વડે ભરીને મૂકી રાખવો. (એટલે અનવસ્થિત અને શલાકા બન્ને પ્યાલાઓ ભરેલા પડયા છે.) કારણકે શલાકાપ્યાલો ખાલી કયારે થાય કે જયારે પ્રતિશલાકામાં સાક્ષીભૂત કણ નાંખવાની જગ્યા હોય તો અને અહીં તો શિખા સહિત-અંતિમ હદ સુધી ભરેલો છે. એથી શલાકાપ્યાલો સ્વતઃ ભરાએલો જ રહ્યો. જયારે શલાકા પણ સંપૂર્ણ ભરેલો છે ત્યારે અનવસ્થિતને સાક્ષીરૂપી કણ નાંખવાની જગ્યા પણ નથી, જેથી અનવસ્થિત પ્યાલો પણ સ્વતઃ ભરેલો પડી રહ્યો.
હવે ત્રીજા પ્રતિશલાકાને ઉપાડી શલાકાએ નાંખેલા દ્વીપ-સમુદ્રથી આગળ આગળના દ્વીપ-સમુદ્ર પૂર્વવત સરસવ નાંખતાં જયારે તે પ્યાલો નિષ્ઠા પામે ત્યારે આ પ્રતિશલાકાના સરસવો ખાલી થયાની સાક્ષીરૂપે એક કણ મહાશલાકા નામના પ્યાલામાં નાંખવો. હવે જે ઠેકાણે શલાકા સ્વતઃ ભરાએલો પડયો છે, તે સ્થાનેથી ઉપાડી પ્રતિશલાકાએ ક્ષેપવેલા દ્વીપ-સમુદ્રથી આગળ આગળ એક એક દાણો નાંખતાં જવું. જયારે તે પ્યાલો ખાલી થાય ત્યારે સાક્ષીરૂપે એક દાણો પ્રતિશલાકામાં નાંખવો. હવે શલાકા ખાલી થઈ ગયો છે અને પ્રતિશલાકા હજુ સંપૂર્ણ ભરવો બાકી રહ્યો છે. તેથી તદન્તરાલે અનુક્રમે વૃદ્ધિ પામતા વિસ્તારવાળો જે અનવસ્થિત પ્યાલો જે શલાકા સાથે ભરી રાખ્યો હતો તેને હવે ઉપાડી પૂર્વવતુ આગળ આગળના દ્વીપ--સમુદ્ર સરસવો ક્ષેપવતાં, તે ખાલી થયે છતે સાક્ષીરૂપી એક એક સરસવના કણો વડે કરીને શલાકાને ભરવાનો છે, માટે તે શલાકામાં એક કણ નાંખ વારંવાર દ્વીપ-સમદ્રોથી ખાલી થતા અને ભરાતા અનવસ્થિતવડે કરીને શલાકાને ભરવો. તે ભરાય (અનવસ્થિતને તો ત્યાં જ પૂર્વવત ભરીને રાખી જ મૂકવો) એટલે તે શલાકાને ઉપાડી. તે શલાકાના સરસવો આગલા આગલા દ્વીપ-સમુદ્ર નાંખતાં પ્યાલો જયારે નિષ્ઠા પામે-ખાલી થાય ત્યારે એક દાણો પ્રતિશલાકામાં પુનઃ સાક્ષી માટે નાંખવો. (એ પ્રમાણે બે દાણા પ્રતિશલાકામાં થયો.) એમ પૂકત. રીતિએ અનવસ્થિતને ભરી ભરીને ખાલી કરતાં કરતાં શલાકાને ભરવો, ભરેલા શલાકાના સાક્ષીરૂપી કણોવડે કરીને પ્રતિશલાકા ભરવો અને પ્રતિશલાકાને અનેકવાર ભરીને ખાલી કરતાં. તેના કણોની સાક્ષીવડે પુનઃ મહાશલાકાને સંપૂર્ણ શિખાસહ ભરવો. જે જે સ્થાને પ્રતિશલાકા ભરાયો એટલે શલાકાની સાક્ષીનો દાણો નાંખવાની જગ્યા નહિ હોવાથી શલાકાપ્યાલો પૂર્વની માફક હાલમાં પણ સ્વતઃ ભરેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org