________________
[ કર૫) પ્યાલાને પુનઃ પૂર્વવત્ સરસવ વડે (વેદિકા સુધી) ભરવો અને પૂર્વવત્ ઉપાડી અનવસ્થિત પ્યાલા વડે સરસવથી પ્રક્ષેપેલા જે દ્વીપસમુદ્રો તે દ્વીપ-સમુદ્રોથી આગળ આગળના દ્વીપ-સમુદ્ર ક્રમશઃ ક્રમશઃ એકેક સરસવનો દાણો નાંખતા જવું. નાંખતાં નાંખતાં આ પુનઃ કલ્પેલો અને પહેલા પ્યાલાની અપેક્ષાએ બીજી વખતે આ પલ્ય ખાલી થયે છતે આ પ્યાલો ખાલી થયો છે, તેની સાક્ષીરૂપ' એક જ દાણો ખાલી પડી રહેલા શલાકા નામના બીજા પ્યાલામાં નાંખવો અને અનવસ્થિત બીજો પ્યાલો જ્યાં ખાલી થયો હોય તે જ દ્વીપ વા સમુદ્રના પ્રમાણવાળો પ્યાલો પુનઃ કલ્પી સરસવો વડે કરીને પૂર્વવત્ ભરવો, ભર્યા બાદ આગળ આગળના દ્વીપ-સમુદ્ર નાંખતા જવું. જ્યારે તે પ્યાલો ખાલી થાય ત્યારે પુનઃ સાક્ષીરૂપ બીજો એક દાણો તે જ શલાકામાં નાંખવો, એ પ્રમાણે અનેકશઃ ભરાતા અને દ્વીપ સમુદ્ર નાંખવા વડે કરીને ખાલી કરાતા અનવસ્થિત પ્યાલાઓનાં સાક્ષીરૂપી કણોએ કરી, શલાકાપ્યાલાને સંપૂર્ણ સશિખ ભરી દેવો. જે સ્થાને અનવસ્થિત પ્યાલાના સાક્ષીરૂપ કણો વડે શલાકાપ્યાલો સંપૂર્ણ ભરાઈ રહ્યો હોય તે સ્થાનના દ્વીપ વા સમુદ્રના વિસ્તાર જેટલા અનવસ્થિત પલ્યને સરસવ વડે કરી ભરી ત્યાં જ હમણાં મૂકી રાખવો, કારણ કે હવે તો પાછો શલાકાપ્યાલાનો ઉપયોગ કરવાનો છે.
હવે અનવસ્થિતની સાક્ષીરૂપ ભરાએલા કણોથી યુક્ત જે શલાકાપ્યાલો તેને હસ્તમાં ગ્રહણ કરી, જે ઠેકાણે શલાકાપ્યાલો સંપૂર્ણ ભરાઈ રહ્યો ત્યાંથી અથવા અનવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો જે દ્વીપ વા સમુદ્ર પડયો હોય ત્યાંથી પૂર્વની માફક આગળના દ્વીપ વા સમુદ્રોમાં એકેક સરસવ નાંખતાં જવું. એ પ્રમાણે સરસવ નાંખતાં તે શલાકાપ્યાલો સરસવથી જ્યારે નિઃશેષ થાય ત્યારે શલાકાપ્યાલો ખાલી થયાની સાક્ષીરૂપ એક સરસવ ત્રીજા પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો. હવે પૂર્વે જે ઠેકાણે અનવસ્થિત ભરેલો પડયો છે તેને ઉપાડી શલાકાના સરસવ વડે વટલાએલા એટલે સંગ થએલા દ્વીપ વા સમુદ્રથી આગળના દ્વીપ-સમુદ્ર એકેક સરસવ નાંખતા જવું. નાંખતાં નાંખતાં જયારે પ્યાલો રિકત થાય ત્યારે
૧. કેટલાક ગ્રન્થકારો જે સાક્ષીરૂપ કણ જ્યાં જ્યાં પ્રક્ષેપવાનો છે, તે અનવસ્થિત પ્યાલાના સરસવ પ્રક્ષેપ્યા બાદ તેમાંનો અંતિમ એક કણ સાક્ષી તરીકે અન્ય પ્યાલામાં નાંખવા સૂચન કરે છે.
પ્રશ્નઅનવસ્થિત એટલે જે સ્થિત નહિ એટલે વારેવારે પ્રમાણમાં બદલાયા કરે તેવો. આ પ્રમાણે અર્થ જ્યારે થાય છે, ત્યારે પ્રથમનો પ્યાલો જે અનવસ્થિત તેમાં કંઈ ફેરફાર થયો નથી તો પછી તેને અનવસ્થિત કેમ કહો છો? અનવસ્થિતપણું પામે ત્યારે કહો તેમાં અમને કંઈ હરકત નથી પણ વર્તમાનમાં તો તે અવસ્થિત છે.
વળી તમારે જયારે અવસ્થિત નહીં કહેતાં અનવસ્થિત કહેવો છે તો બીજા અનવસ્થિતવત્ પ્રથમ જ પ્યાલો નિષ્ઠા પામ્યો ત્યારે તેની સાક્ષીરૂપ એક કણ શલાકામાં કેમ ન નાંખ્યો ?
ઉત્તર–પ્રથમનો પ્યાલો અનવસ્થિત તેટલા માટે જ રાખ્યો છે કે ભવિષ્યમાં અનવસ્થિતપણાની યોગ્યતા પામવાનો છે માટે, જેમ ઘી ભરવાનો ઘડો ભલે તેમાં વૃત નથી છતાં પણ તેમાં ઘી ભરવાની યોગ્યતા જયારે ત્યારે થવાની હોવાથી “ઘીનો ઘડો’ એમ કથન કરાય છે તેમ આ દષ્ટાંત ગમે તે અપેક્ષા રાખી ઘટાવી શકાય છે.
અને એથી જ ખરું અનવસ્થિતપણું તો બીજા પ્યાલાથી લેવાનું છે. કારણકે પહેલા પ્યાલાને જે અનવસ્થિત કહ્યો તે તો મૃતધર દષ્ટાંતે જ, અન્યથા આ પ્યાલો બીજા શલાકદિ પ્યાલાવત્ સમાન પ્રમાણ નિષ્પન્ન હોવાથી “અવસ્થિત જ કહેવો યોગ્ય ગણાત ! અને તે કારણથી જ સર્વથી પ્રથમ લાખ યોજન પ્રમાણવાળો અનવસ્થિત પ્યાલો ખાલી થયો ત્યારે એક સરસવનો કણ શલાકામાં નાંખવામાં આવ્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org