________________
[ ૭૨૦ ]
અધોનો, પ્રમાળ :—અષ્ટરૂચક પ્રદેશથી નીચે ૯૦૦ યોજન છોડીને અધોલોકાન્ત સુધીનો ભાગ અધોલોક જાણવો. તે અધોમુખી કુંભીના આકારે છે..
સંપૂર્ણતોનું મધ્યસ્થાનઃ——સમગ્ર ચૌદરાજલોકનો મધ્યભાગ, રત્નપ્રભા (ધર્મા) પૃથ્વીને અધોભાગે ફરતા રહેલા ઘનોદધિ, ઘનવાત, તનુવાતને છોડીને અસંખ્યાતા યોજન આગળ જઇએ ત્યારે “લોકમધ્યસ્થાન” આવે છે. તે મધ્યસ્થાનથી ઊર્ધ્વ સાત રજજુલોક અને અધો પણ સાત રજ્જુલોક પ્રમાણ થાય છે.
આથી એ થયું કે અધોલોક સાત રજ્જુથી અધિક છે, અને ઊર્ધ્વલોક સાત રજ્જુથી ન્યૂન છે. કારણકે લોકનું મધ્ય ધર્મપૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અસંખ્યાતા યોજન આકાશ વીતે તે સ્થાને છે, ત્યાંથી સાત રજ્જુ પ્રમાણ અધોલોક નીચે રહે છે. હવે અધોલોકની આદિ-શરૂઆત રૂચકથી અને અન્ત સાતમી નારકીના છેડે કહેલો છે, ત્યારે લોક મધ્યસ્થાનથી તે રૂચક સુધીમાં આવતા ઘનવાતાદિ સર્વે પદાર્થો તથા ધમપૃથ્વીનું અમુક પ્રમાણ એ સર્વ પ્રમાણ અધોલોકના સાત રજ્જુ પ્રમાણમાં ભેળવતાં સાત રજ્જુથી અધિક પ્રમાણ થાય. સાત રાજ ઉપર જેટલું અધિક અધોલોક પ્રમાણ તે, અને તિતિલોકનું પ્રમાણ તે, લોકના મધ્યભાગથી ઉપર સાતરાજમાં ઘટવાથી ઊર્ધ્વલોક સાત રાજમાં ન્યૂન છે, તે વાત નિઃસંદેહ છે. ઞયોનોનું મધ્યસ્થાન—અધિક એવા સાતરાજ પ્રમાણ અધોલોકનો મધ્યભાગ, ચોથી પંકપ્રભા પૃથ્વીના ઘનોદધિ, ઘનવાત, તનુવાતને વટાવીને આગળ અસંખ્યાતા યોજન પ્રમાણ આકાશ વીત્યા બાદ આવે છે.
મધ્યનોવનું મધ્યસ્થાન—તિલિોકનું મધ્યસ્થાન, અષ્ટરુચક પ્રદેશવાળા ક્ષુલ્લક પ્રતરો છે.
પર્વતોનું મધ્યસ્થાન અષ્ટરુચક પ્રદેશથી લઇ ઊર્ધ્વ લોકાન્ત સુધીનો ભાગ ઊર્ધ્વલોક કહેવાય
છે. એ ઊર્ધ્વલોકવર્તી પ્રથમના ચાર દેવલોકને છોડીને પાંચમાં બ્રહ્મદેવલોકના છ પ્રત૨ પૈકી ત્રીજા ષ્ટિનામા પ્રતરે લોકાન્તિક દેવોનાં વિમાનો છે. તે સ્થાને ઊર્ધ્વલોકનો મધ્યભાગ કહેલો છે.
’અયોનો શું શું વસ્તુ છે?—સાતરાજ અધિક અધોલોકમાં સાત નરકપૃથ્વીઓ રહેલી છે. ત્યાં નારક આત્માઓ સ્વ--સ્વ કર્માનુસાર યથાયોગ્ય સ્થાને ઉત્પન્ન થાય છે. એમાં પહેલી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦૦ યોજનમાં વાણવ્યંતર તથા વ્યંતર નિકાયના દેવોનાં સ્થાનો છે. ઉપરના ૧૦૦૦ યોજન છોડીને તથા નીચેના ૧૦૦૦ યોજન છોડીને તેર પ્રતરના ૧૨ આંતરામાં ૧-૧ આંતરા છોડી ૧૦ આંતરામાં ૧૦ ભવનપતિ દેવો રહે છે. પરમાધામી દેવો જેઓ ના૨કોને ત્રાસ આપે છે તે ભવનપતિ નિકાયનાં જ છે, અને લોકોમાં ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, કિની જે વળગે છે તે, આ કૌતુકપ્રિય કૈવ્યંતર નિકાયની જાતિનાં દેવ-દેવીઓ હોય છે. કૂબડી વિજયની અપેક્ષાએ અધોલોકમાં મનુષ્યો પણ છે.
તિર્આનોવે શું શું વસ્તુ છે?–૧૮૦૦ યોજન પ્રમાણ તિલિોકમાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો આવેલા છે. પહેલા જંબુદ્રીપમાં તો આપણે બધાં રહીએ છીએ. આ જ દ્વીપનાં અમુક અમુક સ્થાનોમાં १. अहलोय निरय असुरा वंतर नर तिरि अ जोइसतरुग्गी ।
दिवुदही तिरियलोए सुरसिद्धा उड्ढलोगम्मि ॥१॥ [लो. ना. ]
૨. વ્યન્તરની ગણત્રી મધ્યલોકમાં થાય છે અને ભવનપતિની અધોલોકમાં કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org