________________
[ ૭૧૯ ]
ચૌદ રજ્જુ પ્રમાણ લોકની ૫૬ પંક્તિની સર્વ ખંડુક સંખ્યા ૮૧૬ થાય. પ્રત્યેક પંક્તિગત ખંડુકનો વર્ગ કરીને સર્વ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો ૧૫૨૯૬ ખંડુક વર્ગ થાય. જે વર્ગીક૨ણ પ્રત્યેક પંક્તિસ્થાને ચિત્રમાં બતાવેલું છે.
૫૬ ખંડુક પ્રમાણ ઊંચો એવો આ ચૌદરાજલોક અધો, મધ્ય અને ઊર્ધ્વ (પાતાલ, મૃત્યુ અને સ્વર્ગ) એ ત્રણે લોકથી વહેંચાએલો છે. એમાં અધો કે હીન પરિણામી તે અધોલોક, મધ્ય પરિણામી તે મધ્ય (તિર્યક્) લોક અને ઉત્કૃષ્ટ પરિણામી તે ઊર્ધ્વલોક. તે દરેક સાર્થક નામવાળા છે. તે આ પ્રમાણે—
હીનપરિણામી, અધઃસ્થાને હોવાથી બહુધા ત્યાં અશુભ પરિણામો તથા અશુભભાવોનો સંભવ વિશેષ પ્રમાણમાં હોવાથી તે અધોનો કહેવાય છે.
મધ્યપરિણામી, મધ્યભાગે હોવાથી બહુધા મધ્યમ પરિણામવાળાં દ્રવ્યોનાં સંભવયોગે આ મધ્યમનો નામ સાન્વર્થ છે.
ઉત્કૃષ્ટ પરિણામી, ઊર્ધ્વભાગે હોવાથી, વા ઉત્તમ પરિણામોના યોગવાળો અને ક્ષેત્રપ્રભાવે શુભ પરિણામી દ્રવ્યોની સંભાવનાના યોગે ર્ધ્વનોò એવું નામ યથાર્થ છે.
મધ્યલોકનું સ્થાન સમજવા માટે રૂચક સ્થાન કહેવાય છે
અધોલોકની સાત પૃથ્વી પૈકી પહેલી ધમાં પૃથ્વીમાં લોકાકાશના સમગ્ર પ્રતરોમાં અત્યંત ક્ષુલ્લક (નાનામાં નાના) એવા બે ‘ભુત્ત્તપ્રતો' માંડા' જેવા આકારે આવેલાં છે, તે એક એક આકાશ પ્રદેશાત્મક છે. (એક લાખ યોજન પ્રમાણ મેરુની ઊંચાઇમાંથી ૧૦૦૦ યોજન ભૂમિમાં મેરુનો જે વિભાગ ગયેલો છે, તે આ રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતોથી પણ નીચે ગયેલો છે.) એ બન્ને ક્ષુલ્લક પ્રતોના બરાબર મધ્યભાગે ગોસ્તનાકારે રહેલા ચાર-ચાર આકાશ પ્રદેશોને રૂચક પ્રદેશો કહેવામાં આવે છે. દિશા--વિદિશા ઊર્ધ્વ, અધો, મધ્યલોક પ્રમુખ વસ્તુઓની ઊંચાઇની ગણત્રી આ રૂચક પ્રદેશોથી કરવામાં આવે છે. દરેકનું સમભૂતલ યા મધ્યવર્તુલ પણ એ જ છે. ઉપરિતન પ્રતરના ચાર પ્રદેશોને ઊર્ધ્વરૂચક કહેવાય છે, અને નીચેના પ્રતરગત ચાર રૂચક પ્રદેશોને અધોરૂચક કહેવાય છે.
મધ્યનો પ્રમાણ :—મધ્યલોકનું પ્રમાણ ૧૮૦૦ યોજન છે, તેમાં ઉપરિતન ક્ષુલ્લક પ્રતરનાં ઊર્ધ્વરૂચક પ્રદેશથી ઊર્ધ્વ ૯૦૦ યોજન સમજવા અને અધોરૂચક સ્થાનથી અધોભાગે ૯૦૦ યોજન સમજવા. આથી ઉપલક્ષણથી એ પણ આવ્યું કે અષ્ટરૂચક સ્થાન એ જ તિતિલોકનું મધ્ય છે. એ પ્રમાણે આ મધ્યલોક ઊર્ધ્વો ૧૮૦૦ યોજન પ્રમાણ ઝાલર (ઘંટ)ની માફક વર્તુલાકારે રહેલો છે.
ऊर्ध्वलोक प्रमाण :― - અષ્ટરૂચક પ્રદેશથી ૯૦૦ યોજન તિલિોકના છોડયા બાદ (સિદ્ધશિલાન્ત) લોકાન્ત સુધીનો ભાગ તે સર્વ ઊર્ધ્વલોક ગણાય. તે સાત રજ્જુથી કંઇન ન્યૂન `મૃદંગાકારે છે. ૧. જે માટે કહ્યું છે કેવેત્રાસનસમોઽધત્તાનુમધ્યતો ચન્નિિનમઃ ।
અગ્રે મુખમંગશો તોઃ સ્થાનેવમાવૃતિઃ ॥ (યોગશાસ્ત્ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org