________________
ग्रन्थकर्तानी ओळख अने ग्रन्थनाम तरीके "संग्रहणीरल'नो उल्लेख
६६३ જ ઓળખાવી છે. ટીકાકારે પણ એ જ રીતે ઓળખાવી છે. એટલે આધાર વિના “રત્ન' શબ્દ જોડવાના પ્રલોભનમાં તણાવું મને ઉચિત નથી લાગ્યું.
વળી ક્ષેપક ગાથા બનાવનારે શ્રીચન્દ્રમહર્ષિની કૃતિ પ્રત્યેના આદરભાવથી લોકવર્તી પદાર્થોને રત્નની જેમ પ્રકાશ કરનારી હોવાથી, સ્વતંત્ર નામ આપી, ગર્ભિતરીતે આ કૃતિ “રત્ન' જેવી તેજસ્વી અને કિંમતી છે એવા આર્થિક ઉદ્દેશથી અથવા તો જિનભદ્રીયાથી આને અલગ ઓળખાવી શકાય એવા કોઈ હેતુથી શું આ શબ્દ યોજ્યો હશે ખરો?
. આ સંગ્રહણીને બૃહત્ એવું વિશેષણ લગાડીને બૃહત્ સંગ્રહણી અથવા મોટી સંગ્રહણી એ નામથી પ્રસિદ્ધિ કેમ મળી? એ માટે એક સંભવિત અનુમાન એ કરી શકાય કે આ જ સંગ્રહણી ગ્રન્થની મૂલ ૨૭૨–૨૭૩ અને ચાલુ ૩૪૪ અને ૩૪૫મી માત્ર આ બે ગાથાઓને જ ટીકાકારોએ ત્તયુસંગ્રહ’ શબ્દથી બિરદાવી એટલે પછી સેંકડો ગાથાઓના સંગ્રહવાળી સંપૂર્ણકૃતિને, અભ્યાસીઓએ બૃહદ્ વિશેષણ આપીને પ્રસિદ્ધિ આપી હોય !
વળી હસ્તલિખિત પ્રતિના અંતમાં “àલૌયદીપિકા અથવા બૃહત્ સંગ્રહણી” આવું નામ પણ મળે છે, એટલે પહેલી આવૃત્તિ પ્રસંગે મેં પણ એ નામને જ પ્રસિદ્ધિ આપી હતી. જો કે તે વખતે આ બાબતમાં પાછલો ભાગ ઝડપથી પૂરો કરવાની ફરજ પડી હોઈ વિશેષ સંશોધન કે કોઈ વિચાર કરવાની તક જ લીધી ન હતી. વળી આ રચના ત્રણેય લોકના પદાર્થોનો પ્રકાશ કરનારી તો છે જ. એટલે નામની યથાર્થતા સમજી મેં પણ પ્રસ્તુત નામને ગ્રન્થના મુખ્ય નામ તરીકે છાપ્યું હતું. - વર્તમાનમાં પ્રચલિત દંડક નામના પ્રકરણને પણ તેના ટીકાકાર રૂપચંદ્ર મુનિજીએ દંડક પ્રકરણની ટીકા કરતાં કરેલા “નપુસંગ્રહપીટીશ, વરખેડ૬ મુદ્દા.” આ ઉલ્લેખથી દંડક પ્રકરણને લઘુસંગ્રહણી શબ્દથી ઓળખાવા લાગે છે. એમાં કારણ એ સંભવી શકે કે ભલે ગ્રન્થનું નામ દંડક છે અને ચોવીશે દંડકની ગણત્રી માત્ર એક જ ગાથાથી પૂરી થાય છે. પણ ૨૪ દ્વારોવાળી સંગ્રહણીરૂપ ત્રીજી અને ચોથી આ બે ગાથાઓ જે છે, તે જ ગાથાઓના ૨૪ દંડકમાં થએલા અવતારે જ મુખ્ય ભાગ ભજવ્યો છે. અને બે ગાથાઓનું પ્રાધાન્ય ધ્યાનમાં રાખીને સમગ્રકૃતિને પૂર્વાચાર્યોએ પણ એ જ નામથી ઓળખાવી હોય એ સંભવિત છે. દંડકના ટીકાકાર પણ દંડકને ‘લઘુસંગ્રહણી' નામ આપવા લલચાયા હોય તો તે અસ્વાભાવિક નથી.
આ પ્રમાણે અહીં સંગ્રહણીરત્ન વહેવારમાં મોટી સંગ્રહણીથી ઓળખાતા અનેક વિષયોના ભંડાર જેવા આ રોચક, બોધક, મહાન ગ્રન્થનું ભાષાંતર પૂર્ણ થયું.
અત્તમાં દેવ-ગુરુ કૃપાથી શરીરના ઘણા જ પ્રતિકૂલ સંજોગો વચ્ચે પણ પૂર્ણતાને પામેલો
૬૬૭. જો આ કૃતિનું સંગ્રહણીરત્ન એવું નામકરણ કરીએ તો જિનભદ્રીયાથી સ્પષ્ટ રીતે અલગ ઓળખવાનું સરળ થાય ખરૂં. જો કે આજે તો બંનેય કૃતિઓ “સંગ્રહણીસૂત્ર” અથવા “બૃહત્સંગ્રહણી' કે મોટી સંઘયણી –કે સંગ્રહણી) શબ્દ જ શ્રીસંઘમાં ઓળખાય છે. એટલે નામ સુધારવું કે કેમ તે વિચારાશે. સંગ્રહણીને “સૂત્ર' તરીકે પણ ઓળખવાની જોરદાર પ્રથા હોવાથી મેં પણ એ રીતે ઓળખાવી, પરંતુ પ્રકરણ’ કહીએ તે વધુ ઉચિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org