________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૧. દીર્ઘકાલિકી— દીર્ઘકાલનું સ્મરણ જેમાં હોય, એટલે કે—જેમાં ઇહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિત્તા, વિમર્શ આદિ કરવાપૂર્વક વિચારણા કરવામાં આવે તે.
६७८
જેમકે પ્રથમ ‘ઇહા' એટલે સદર્થની સમીક્ષા, પછી ‘અપોહ' એટલે કરવાનો નિર્ણય, પછી ‘માર્ગણા’ એટલે અનુકૂળ સંયોગો શું છે? તેનો વિચાર, પછી ‘ગવેષણા' એટલે પ્રતિકૂલ ધર્મે શું શું છે ? તેની વિચારણા. પછી ચિન્તા' એટલે આ કેમ બન્યું ? હવે અત્યારે તેનું શું કરવું, અને ભવિષ્યમાં એને અંગે શું શું વિચારવું, વગેરે વૈકાલિક પર્યાલોચન. આ પ્રસ્તુત સંજ્ઞાના ધર્મો છે.
ઉત્તરોત્તર ઉક્ત વિચારોના સોપાને ચઢ્યા બાદ હવે વિમર્શ' એટલે કે નિર્ણય કરે કે “આ વસ્તુ આમ જ હોઈ શકે, આ વસ્તુ ભૂતકાળમાં અમુક રીતે જ હતી, અને ભવિષ્યમાં તેનું આમ જ થશે” આ રીતે ચક્ષુવાળો મનુષ્ય દીવા વગેરેના પ્રકાશની સહાયથી પદાર્થનું જાણપણું સ્પષ્ટ રીતે મેળવી શકે છે, તે પ્રમાણે આ વિમર્શ, મનોલબ્ધિ સમ્પન્ન એવા મનોદ્રવ્યના આલંબન વડે ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વપર અનુસંધાન કરવા દ્વારા યથાવસ્થિત અર્થનિર્ણય કરી શકે છે.
એની ટૂંકી વ્યાખ્યા એ કે—કોઈપણ વસ્તુના અતીત, વર્તમાન અને અનાગત ત્રણેય કાલ સંબંધી અર્થનો પોતાના ક્ષયોપશમ પ્રમાણે વિચાર કરનારી જે શક્તિ તેને દીર્ઘકાલિકી' સંજ્ઞા કહેવાય છે. ઉપર કહ્યું તે પ્રમાણે આ સંજ્ઞાવાળો જીવ વરસો પહેલાં અમુક કામ અમુક રીતે કર્યું, તેનું પિરણામ અમુક આવ્યું હતું. હવે આજે તે રીતે કરવાથી શું પરિણામ આવે, અને ભવિષ્યમાં તેથી શું પરિણામ આવે ? આ રીતે દીર્ઘ, લાંબો, ઉંડો, સાધક, બાધક સંયોગોનો ખ્યાલ કરવાપૂર્વક વિચાર કરવાની શક્તિ ધરાવતો હોય છે. આ સંશીની વાત થઈ.
હવે જેઓ ઇહાથી માંડીને વિમર્શ સુધીની વિચારણાઓ કરવાને અશક્ત હોય તે ‘અસંશી’ કહેવાય. સંમૂચ્છિમ પંચેન્દ્રિયથી લઈને પૃથ્વીકાય સુધીના જીવો એમાં આવી જાય છે. જો કે આ સંમૂચ્છિત પંચેન્દ્રિયોને મનોદ્રવ્યગ્રહણાભાવના કારણે સ્પષ્ટ દ્રવ્યમન ન હોવાથી અસંશી કહ્યા, પણ સર્વથા સમજણ નથી હોતી એમ ન સમજવું. સ્વલ્પ–તર મનોલબ્ધિનું (ભાવમનનું) અસ્તિત્વ તો તેઓને પણ હોય છે તેથી ઉત્તરોત્તર અસ્ફુટ એવા કંઈક અર્થને સમજે છે. એથી તેઓને માટે અવ્યક્ત અને અતીવ અલ્પતર—કંઈક ભાવમન સ્વીકારવું જ રહ્યું. અને તેથી એકેન્દ્રિય વનસ્પત્યાદિમાં અવ્યક્તરૂપે (અસ્પષ્ટ રીતે) આહારાદિ દશ સંજ્ઞાઓ જોવાય છે. તે આ ભાવમનના કારણે છે.
શાસ્ત્રમાં ‘સંશી—અસંશી' જીવો, વગેરે જે શબ્દો આવે છે, ત્યાં સામાન્ય કક્ષાની પઆહારાદિ સંજ્ઞાવાળા જીવોનું ગ્રહણ નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારની સૂઝ ધરાવતી માત્ર દીર્ઘકાલિકી સંજ્ઞાથી યુક્ત જીવો સમજવાના છે. આ વાત હંમેશને માટે બરાબર નોંધી રાખવી.
આ ૬૫ દીર્ઘકાલિકી સંજ્ઞા મન:પર્યાપ્તિવાળા ગર્ભજ પંચેન્દ્રિય એવા મનુષ્ય, તિર્યંચો, તથા
૬૫૮. આહારાદિ સંજ્ઞાઓ તો છે પણ તે ઓઘરૂપ સામાન્ય પ્રકારની છે. અત્યલ્પ છે. મોહોદયજન્ય છે. તેથી તેનું ગ્રહણ અહીં અનુચિત અને અસંગત છે. એટલે અહીં તો શુભ ગણાતી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ જન્મ દીર્ઘકાલિકી આદિ સંજ્ઞાઓનું જ ગ્રહણ સમજવું.
૬૫૯. આનું ‘સંપ્રધારણ’ સંજ્ઞા એવું બીજું નામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org