________________
२१मुं संज्ञाद्वारनुं वर्णन
૭૭ સંજ્ઞા લીધી છે, અને બીજો શબ્દ, સંજ્ઞા નહિ પણ “સંશી' છે. એથી પ્રથમ શબ્દ માત્ર ગુણવાચક –કે દર્શક) છે. અને બીજો–સંજ્ઞા જેનામાં હોય તેવી વ્યક્તિઓનો સૂચક છે.
અહીં કઈ સંજ્ઞાથી સંજ્ઞી સમજવા? તો જવાબ એ છે કે જે વિચાર કરવાનું બળ ધરાવતી હોય તે. તો વિચાર કોણ કરી શકે ? તો જેને મન હોય તે. મન કોણે હોય? તો પાંચે ઈન્દ્રિયોવાળા જીવો હોય તેને. શું તે તમામ પંચેન્દ્રિયોને હોય ખરું? તો ના. મનઃપયપ્તિવડે જેઓ પર્યાપ્તા હોય તેને હોય. તાત્પર્ય એ કે મનઃપયપ્તિવડે પર્યાપ્તા એવા પંચેન્દ્રિયો ‘સંજ્ઞી કહેવાય છે. અને પૃથ્વીકાયથી લઈને સંમૂચ્છિમ પંચેન્દ્રિય સુધીના જીવોને “અસંશી' તરીકે ઓળખાવાય છે, કે જેઓને સ્પષ્ટ મન હોતું નથી.
શંકા– શાસ્ત્રમાં તો આહાર, ભય મૈથુનાદિ દશ પ્રકારની સંજ્ઞા એકેન્દ્રિયાદિ જીવોને કહી છે, તો તમે તેને પણ સંજ્ઞી કેમ નથી કહેતા ?
સમાધાન-આહારાદિ સંજ્ઞાઓ ભલે હોય પણ તે બધી સામાન્ય કોટિની છે. વળી મોહોદયથી ઉત્પન્ન થયેલી હોવાથી અમહત્વની છે. અશોભનરૂપ છે. વળી સો રૂપિયાની મૂડીવાળાને કંઈ ધનવાન ન કહેવાય, એમ સામાન્ય સંજ્ઞાઓથી યુક્તને કંઈ “સંજ્ઞી' ન કહેવાય. માટે તેનું અહીં ગ્રહણ કરવાનું નથી. પરંતુ અહીં તો વિશિષ્ટ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી, મનઃપયપ્તિથી પર્યાપ્તા મનોજ્ઞાનવાળા જીવની જે સંજ્ઞા તે જ મહત્વની છે, તે જ સુંદર છે. તેથી તેનું જ અહીં ગ્રહણ વ્યાજબી છે.
તો મનવાળા જીવોને સંશા કઈ હોય? તો ત્રિકાલવિષયક દીર્ઘકાલિકી. શાસ્ત્રમાં જીવોને સંજ્ઞી અસંજ્ઞી જે કહેવામાં આવે છે તે આ જ મહાન સંજ્ઞાને અનુલક્ષીને જ નહીં કે આહારાદિ સામાન્ય સંજ્ઞાને લઈને.
હવે ગાથામાંનું મૂલ પદ સંજ્ઞી છે. તેને લક્ષીને અર્થ કરીએ તો સંજ્ઞી કેટલા પ્રકારના છે? તે સમજવું જોઈએ.
૧. ૬૫૫દીર્ઘકાલિક્યુપદેશ૫૬ ૨. હેતવાદોપદેશ. અને ૩. દષ્ટિવાદોપદેશ. આ ત્રણ સંજ્ઞા વડે જે યુક્ત હોય તે પસંશી' કહેવાય. પણ એક જ જીવમાં ત્રણેય સાથે હોવી જ જોઈએ એવો નિયમ ન બાંધવો. વસ્તુ કે ગુણના નામોવાળા છે, નહીં કે તે વસ્તુ કે ગુણના નામવાળી વ્યક્તિના, એ જોતાં આમાં પણ બીજીવાર “સના'શબ્દ વાપરી શકત. આ અંગે વિચાર કરતાં એવું સમજાય છે કે એકવાર “સના' આવી ગયો છે એટલે બીજીવાર પાછો સમાન શબ્દ વાપરવાથી અર્થેક્ય ન સમજાઈ જાય. એવા કોઈ કારણથી, તેમજ સાચો સંશી આ દીઘિિદ સંજ્ઞાવાળો જ હોય છે એવું જણાવવાના કોઈ હેતુથી તાછિન અર્થમાં સંસી શબ્દ વપરાયો હશે. ૬૫૩. સંજ્ઞાSચાતીતિ સંસી | ૬૫૪. અન્ય ગ્રન્થોમાં સંશી માટે “સમનસ્ક અને અસંશી માટે અમનસ્ક' શબ્દ વપરાયો છે. ૬૫૫. દીર્ઘ વર્જીને માત્ર “કાલિકી' શબ્દથી પણ ઓળખાવી છે. દીર્ઘકાલનું જેમાં સ્મરણ હોય તે. ૬૫૬. ઉપવેશ: વનસ્ ઉપદેશ શબ્દનો અર્થ કથન કરવો. ૬૫૭, સંજ્ઞાન સંજ્ઞા, સગાનાતીતિ સંજ્ઞા |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org