________________
[ ૬૮ ]
ત્રીજી આવૃત્તિ અંગે કંઈક
પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરિજી મહારાજે દીક્ષા ગ્રહણ કર્યા બાદ ૧૮ વર્ષની નાની ઉમ્મરે બૃહત્ સંગ્રહણી ગ્રન્થનો વિસ્તારથી અનુવાદ કર્યો હતો. તે ગ્રન્થનો પ્રચાર ચતુર્વિધ સંઘમાં સારો થવા પામ્યો અને તેની બીજી આવૃત્તિનું પ્રકાશન વિ. સં. ૨૦૪૯માં થયું અને વિ. સં. ૨૦૫૩ના પ્રારંભમાં પૂર્ણ થઇ. આ પાઠયપુસ્તક હોવાથી તેની માંગ ચાલુ જ છે અને ભાવિમાં પણ રહેવાની અને ત્યારે ન મળે તો શું?
માટે જૈનસંઘના અભ્યાસીઓના હિતમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ભારે ખર્ચે એક પુણ્યવાન જ્ઞાનપ્રેમી આત્માના સહકારથી ત્રીજી આવૃત્તિ ઓફસેટ પદ્ધતિએ પ્રકાશિત થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં તેની માંગ પણ સારા પ્રમાણમાં ચાલુ છે પણ ત્રીજી આવૃત્તિની સંખ્યા મર્યાદિત છે. ઓફસેટ પધ્ધતિમાં કમ્પોઝ, ટાઈપ, કાગળ, છાપકામ વગેરેનું આકર્ષણ સુંદર હોવાથી અભ્યાસીઓને આ આવૃત્તિનું પ્રકાશન સંતોષકારક અને ગમે તેવું બન્યું છે.
ત્રીજી આવૃત્તિનું છાપકામ શરૂ થતા પહેલાં નાદુરસ્ત તબિયતના કારણે મુંબઈ--વાલકેશ્વર બિરાજમાન પરમ પૂજ્ય યુગદષ્ટા આચાર્યશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજના શુભાશીવદ પ્રાપ્ત થતાં આ કાર્યનો પ્રારંભ કર્યો અને તેઓશ્રીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું. જેથી આ પ્રકાશન આકર્ષક અને સુંદર થવા પામ્યું છે.
આ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં પૂ. પં. મુનિશ્રી વાચસ્પતિવિજયજી મ., પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી તથા આ પુસ્તકના પ્રકો જોવા વગેરેની તમામ જવાબદારી સંભાળી રહેલા પૂ સાધ્વીજી શ્રી પુનિતયશાશ્રીજી અને તેમના ગુરૂણીજી પૂ. સાધ્વીજી શ્રી પુષ્પયશાશ્રીજીને પણ ખૂબ ધન્યવાદ ઘટે છે. આ પુસ્તકનું છાપકામ કરી આપનાર ધર્માત્મા શ્રી જ્ઞાનચંદજીના સુપુત્ર શ્રી નીરજ તથા નિલય તથા પાલીતાણાથી સોનગઢ દરરોજ પ્રફો લાવવા-લઈ જવાનું કાર્ય કરનાર ધમત્મિા શ્રી રોહિતભાઈ તેમજ અનેક રીતે સહકાર આપનારા મહાનુભાવોનો પણ આભાર માનીએ છીએ.
હવે આવું ખર્ચાળ પ્રકાશન ભાવિમાં થવું દુશક્ય બનશે એમ લાગવાથી ભાવિ વિદ્યાર્થીઓના હિતને લક્ષ્યમાં રાખીને ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કર્યું છે.
--પ્રકાશકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org