________________
આપણે દેવો અને નારકો માટે થોડું જાણવા જેવું છે. મનુષ્ય અને તિર્યંચ ગતિ સિવાયની બે ગતિ કયાં છે એમ પ્રશ્ન થાય તો જૈન શાસ્ત્રો કહે છે કે દેવની દુનિયા વિશાળ છે. ઉપર આકાશ અને નીચે ધરતી એમ બે ઠેકાણે છે, અને નારકો ફક્ત પાતાલમાં ધરતીમાં જ છે. મનુષ્ય અને પશુ-પક્ષી વગેરેનાં શરીરો ઔદારિક પ્રકારનાં છે, એટલે એ જાતનાં પગલોમાંથી નિષ્પન્ન થાય છે. જ્યારે દેવોનાં શરીર વિશ્વમાં વર્તતા જૈનધર્મની પરિભાષામાં વૈક્રિય વર્ગણા નામનાં યુગલોથી બનેલાં હોય છે.
નારકોનાં શરીર આપણને જોવા મળે તેમ નથી કારણકે નારકો પાતાલમાં તેની ધરતી ઉપર જન્મ લે છે અને સેંકડો હજારો વર્ષનાં આયુષ્યો પૂર્ણ કરીને મરે છે. એ પ્રમાણે દેવોનાં શરીરો પણ આપણે જોઈ શકતાં નથી, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય તે જીવો દેવોને જોઈ શકે છે. આપણે ત્યાં જેવા મનુષ્યના આકાર હોય છે તેવા આકારે દેવોને ચીતરવામાં આવે છે. આ પ્રથા હજારો વરસોથી ચાલી આવે છે. વૈજ્ઞાનિકોને વૈક્રિય શરીરનો ખ્યાલ આવ્યો નથી. વૈક્રિય શરીર વિષે જાણવા મળ્યું હશે પણ શરીરને પ્રત્યક્ષ જોયા સિવાય વિશેષ શું કહી શકે ?
વૈક્રિય શરીરનું સ્વરૂપ કેવું છે? મનુષ્યના શરીરથી કેવી રીતે જુદું પડે છે તેનો કશો ખ્યાલ તેમને નથી. શાસ્ત્રોમાં અને આ બૃહત્ સંગ્રહણીની ગાથા ૧૮૧ થી ૧૯૧નો અર્થ વાંચતા જણાશે કે મનુષ્યોને જે સાત ધાતુઓ હોય છે તે દેવોને હોતી નથી. મનુષ્યોનાં શરીરમાં રસ, રૂધિર, માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકા), મજ્જા, શુક (વીય), તથા નખ, વાળ હોય છે, તે દેવોનાં શરીરમાં હોતાં નથી. એમ છતાં શાસ્ત્રમાં દેવોને શરીરની આકૃતિથી અતિ સુંદર, પ્રકાશમાન, સુગંધી શ્વાસોશ્વાસવાળાં અને પ્રસ્વેદ-પરસેવા વગેરેથી રહિત વર્ણવ્યાં છે. સાત ધાતુઓનો અભાવ હોવાથી દેવોને ક્યારેય માંદગી હોતી નથી. કોઈપણ જાતનાં દર્દો થતાં નથી. દેવોને મનુષ્યોની જેમ કવલથી–કોળિયાથી આહાર કરવાનો હોતો નથી એટલે તેમને રસોઈ માટે અગ્નિની જરૂર પડતી નથી. છતાં તે વૈક્રિય શરીરી દેવો સેંકડો વરસોનાં આયુષ્યવાળા નહીં પણ લાખો-કરોડો-અબજો વરસનાં આયુષ્યવાળાં હોય છે. જે કાંઈ ઇચ્છા થાય તે મનના વિચારોથી પૂર્ણ થઈ જાય છે.
આ લખીને જણાવવા એ માંગું છું કે વૈજ્ઞાનિકોને વૈક્રિય શરીર ઉપર પૂરો અભ્યાસ કરવા માટે ક્યારેય તક મળવાની નથી.
ઉપરોક્ત લેખ લખવાનું કારણ આ અખિલ બ્રહ્માંડમાં આપણાં શરીરથી ભિન્ન રીતે વૈક્રિય નામનું શરીર છે, એ જાહેપ્રજાનું લક્ષ્ય ખેંચવાનું છે. અમને પોતાને પણ કયાંયથી યથાર્થ હકીકત જાણવા મળી નથી એટલે વૈક્રિય શરીર અંગે વિશેષ શું લખી શકાય?
સંગ્રહણીગ્રન્થના વિષય ઉપરથી અભ્યાસી વાચકોના મનમાં અનેક પ્રશ્નો છે તે સ્વાભાવિક છે. કેટલાંક પ્રશ્નો ઊભા કરીને તેનાં ઉત્તરો આપવાનો વિચાર મારો હતો પરંતુ તબીયતની વિષમ પરિસ્થિતિમાં હવે તે શક્ય નથી. અભ્યાસી પાસે જઈને શંકાનું સમાધાન કરી શકાશે.
લે. યશોદેવસૂરિ સં. ૨૦૪૭, જૈન સાહિત્યમંદિર, પાલીતાણા
ભૂગોળ-ખગોળમાં ખાસ વિશિષ્ટ રસ ધરાવતા વાચકોને!
અહીં દીર્ઘ પ્રસ્તાવના પૂરી કરી અને હવે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભૂગોળ-ખગોળની શું પરિસ્થિતિ છે અને જૈન ભૂગોળ-ખગોળની શું પરિસ્થિતિ છે, તે માટે ખાસ વાંચવા-જાણવા જેવા જરૂરી લેખો અહીં છાપ્યા છે તે જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org