________________
श्रुतज्ञाननुं विवेचन
६१६ આવે છે. અને આ કારણે આ પંચમીને જ્ઞાનપંચમી અને દિગમ્બરમાં તો ‘શ્રુતપંચમી શબ્દથી ઓળખાવવામાં આવે છે. એથી જ મૃતોપાસક, શ્રુતારાધના, શ્રુતભક્તિ, શ્રુતાલેખન વગેરે શબ્દો નિમણિ થયા છે.
વ્યાખ્યા પાંચમી – શ્રત એનું સંસ્કૃત “ગૃત થાય છે. એનો અર્થ સાંભળેલું એવો થાય છે. એથી સાંભળેલું જ્ઞાન પણ “શ્રુત’ કહેવાય છે. એ કેવી રીતે?
તો શાસ્ત્રો એટલે શબ્દોનો જથ્થો. આ શબ્દોનું નિમણિ સાંભળવાથી જ થયું છે. તો પ્રશ્ન થાય કે કેવી રીતે? તો તીર્થકર અરિહંત પરમાત્માએ કેવળજ્ઞાન (સર્વશતા) પ્રાપ્ત કર્યા બાદ વિશ્વના સ્વરૂપને પ્રત્યક્ષ જોયું અને લોકહિતાર્થે તે સ્વરૂપ પહેલવહેલું શ્રોતા વચ્ચે પ્રતિપાદન કર્યું. એ વખતે તેઓશ્રીના મુખ્ય પટ્ટશિષ્યો તરફથી ગ્રહણ કરેલી ત્રિપદીના આદેશને અનુસારે સહુએ જે વિશાળ ગ્રન્થરચના કરી જેને દ્વાદશાંગી' (બાર અંગ–શાસ્ત્રો) કહેવામાં આવે છે તે, તથા તે સિવાય ખુદ ભગવંતે જે દેશના–પ્રવચનો જીવનપર્યન્ત આપ્યા છે, તે ધારણ કરીને કઠારૂઢ કર્યો છે, અને પછી પત્રારૂઢ થયાં તે, વળી તે શાસ્ત્રને કેન્દ્રમાં રાખીને તેના આધારે જે ગ્રન્થો લખાયા, ને આજે લખાઈ રહ્યા હોય, અને જે ભવિષ્યમાં લખાશે તે, આ તમામ “શ્રુત’ કહેવાય. તેથી જ શ્રુત શબ્દ શાસ્ત્રનો એક પયય જ બની ગયો છે અને એ અર્થમાં રૂઢ થઈ ગયો છે. શ્રત, સૂત્ર, સિદ્ધાન્ત, પ્રવચન, આગમ એ બધા પર્યાયવાચક શબ્દો છે.
શંકા-શું શબ્દો એ જ શ્રુતજ્ઞાન છે?
સમાધાન– સાચી રીતે જોઈએ તો શબ્દો એ સીધેસીધા શ્રુતજ્ઞાનરૂપે નથી. શ્રુતજ્ઞાન તો શબ્દના વાગ્યાથે જ્ઞાનને જ (અર્થજ્ઞાનને જ) કહેવામાં આવે છે. એમ છતાં પ્રસ્તુત વાર્થનો વાચક શબ્દ જ હોય છે. તેથી શબ્દ પોતે વાચ્યાર્થરૂપ જે કાર્ય તેના કારણરૂપે પડે છે. જો શબ્દ જ ન હોય તો જ્ઞાન શેનાથી કરવાનું રહે. આ કારણથી શબ્દ કારણરૂપ હોવા છતાં તેની મહત્તાને અંગે કારણને કાર્યરૂપ (ઔપચારિક) માનીને આપણે ત્યાં શબ્દને પણ “શ્રુતજ્ઞાનાની છાપ મારી છે.
- બાકી સીધી રીતે શબ્દ એ દ્રવ્યશ્રત’ છે. અને તે ઉપરથી ઉત્પન્ન થતો અર્થબોધરૂપ આત્મપરિણામ કે સાચી સમજ તે “ભાવશ્રુત’ છે. ફલિતાર્થ તારવીએ તો વાચ્ય–વાચક (શબ્દ અને અર્થના) સંબંધદ્વારા ઉત્પન્ન થતો બોધ તે શ્રુતજ્ઞાન છે.
એક શબ્દ સાંભળી મતિજ્ઞાન પ્રવર્તે અને તે ઉપરથી તેના અર્થનું જ્ઞાન થયું અને તેથી યથાર્થ પદાર્થબોધ થયો તેને પણ શ્રુતજ્ઞાન કહેવાય. ઉલટરીતે જોઈએ તો એક વાચ્ય પદાર્થને ૬૦૮. 'સુવા સુત્ત સિદ્ધ *સાસો માળવચન ૩ .
quUIવામાનમ° ય ઉઠ્ઠા પન્નવા સુત્તા જુઓ વિશે . શ દશ બ્રા છે. વગેરે) આમાં શાસ્ત્રના દશ પર્યાયવાચક નામો આપ્યાં છે.
૬૦૯. અહીંઆ શબ્દશ્રવણ તે મતિજ્ઞાન અને તેના ઉપરથી થતો પદાર્થબોધ તે શ્રુતજ્ઞાન. એવી રીતે ધૂમાડો દેખી જ્ઞાન થાય તે મતિજ્ઞાન, ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન થાય તે શ્રુતજ્ઞાન.
મતિજ્ઞાનથી જોએલા, જાણેલા કે વિચારેલા પદાર્થ–ભાવોના ભેદ-પ્રભેદોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આવી રીતે પણ વિચારી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org