________________
६५८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આત્માને ઇન્દ્રિયના વિષયો કે પદાર્થનું જે જ્ઞાન કે સમજ મળે છે તે બે પ્રકારે થાય છે. ૧. શ્રતનિશ્ચિત. ૨. અશ્રુતનિશિત.
એક વખત અન્યોપદેશ કે શ્રત–શાસ્ત્રગ્રન્થના અધ્યયન અધ્યાપનદ્વારા પદાર્થ કે શબ્દોના વાવાચક ભાવના સંકેતનું જ્ઞાન થઈ ગયા બાદ, ફરી જ્યારે કોઈ પદાર્થ કે શબ્દનું હૃદયમાં કે બુદ્ધિમાં યથાર્થ મતિજ્ઞાન કરવામાં આવે ત્યારે તે મતિજ્ઞાન ભૂતકાલીન શ્રુતાનુસારિ, બીજા શબ્દોમાં શ્રુતપરિકર્મિત હોવાથી મૃતનિશ્રિત મતિ કહેવાય છે. જાણીતા અનેક પદાર્થ નજરે પડતાં યા તેના શબ્દો સાંભળતાં તેનાં રૂપ, ગુણાદિકનો જે શીધ્ર ખ્યાલ આવી જાય છે તે એકવાર “શ્રુતનિશ્રિત બનેલી મતિના કારણે જ છે.
- પરોપદેશ કે શાસ્ત્ર વગેરેના લેશમાત્ર અભ્યાસ વિના જન્માન્તરના સ્વાભાવિક રીતે થતાં મતિજ્ઞાનાવરણીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થતી યથાર્થ મતિને અમૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અગાઉથી નહિ જોયેલા જાણેલા પદાર્થોને વિષે તત્કાલ બુદ્ધિ યથાર્થ રીતે કામ આપી દે છે. જેને કુદરતી બક્ષિસ તરીકે લોકો ઓળખાવે છે. ચારેય પ્રકારની જે બુદ્ધિઓ કહી આવ્યા તેનો સમાવેશ આમાં થાય છે.
[૨] શ્રુતજ્ઞાન– ઉપરના મથાળાના પૂર્વાધમાં વર્તતો ‘શ્રત’ શબ્દ શેનાથી બન્યો? એ નક્કી કરીએ તો તેનામાંથી ઉઠતા મુખ્ય અર્થનો ખ્યાલ આવે. આ મૃત “' શ્રવણે ધાતુ ઉપરથી બન્યો છે, તેથી તેની વ્યુત્પત્તિ કૂયતે તત્ કૃત–સંભળાય તે શ્રત. તો શું સંભળાય? તો અક્ષર, શબ્દ, વાકય કે કંઈપણ ધ્વનિ–અવાજ. એટલે એક વાત નક્કી થઈ કે શબ્દાદિ એ જ શ્રત છે. આ શબ્દદિનું શ્રવણ કર્મેનિય દ્વારા જ થાય છે. અને મનદ્વારા તે જાણે છે. સમજે છે. છેવટે તો સમજનારો અંદરનો આત્મા છે.
આથી એ સ્પષ્ટ થયું કે કર્મેન્દ્રિય અને મનથી થનાર શ્રત (શબ્દ) ગળ્યાનુસારી બોધ તે શ્રુતજ્ઞાન.
શંકા- તો પછી જેને કર્ણ કે શ્રોત્રેન્દ્રિય ન હોય અને તેથી તે કંઈપણ સાંભળી શકતો ન હોય તો તેને શું શ્રુતજ્ઞાન ન લાધે?
સમાધાન- ઉપરોક્ત વ્યાખ્યા સર્વ સામાન્ય પ્રાથમિક, અને સીધી છે. પણ એની બીજી વ્યાખ્યાઓ જાણવાથી ઉક્ત પ્રશ્નનું નિરાકરણ થઈ જશે.
વ્યાખ્યા બીજી– શ્રોત્ર અને નેત્રરૂપ નિમિત્તો વડે ઉત્પન્ન થતો મૃત–પ્રસ્થાનુસારી જે બોધ છે. આ વ્યાખ્યાથી બધિર ન હોય અને નેત્ર હોય તો શ્રુતજ્ઞાન થઈ શકે છે. એટલે નેત્રથી શાસ્ત્રાદિ ગ્રન્થો દ્વારા શ્રુતજ્ઞાન લાધે છે.
વ્યાખ્યા ત્રીજી– શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. એક સ્વમતિ પ્રાપ્ત, અને બીજું પરોપદેશ પ્રાપ્ત. એટલે બાહ્યઇન્દ્રિયોની સહાય વિના જન્માન્તરના ક્ષયોપશમથી પણ મતિ સહ શ્રુત થઈ જાય છે.
વ્યાખ્યા ચોથી- શ્રત’ નો એક અર્થ શાસ્ત્રો થાય છે. તેથી શાસ્ત્રો એ પણ શ્રુતજ્ઞાન છે. અને એથી જ કાર્તિક સુદ પાંચમના દિવસે ધર્મશાસ્ત્ર–પોથીઓ પધરાવવા દ્વારા જ્ઞાન સ્થાપના–રચના કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org