________________
६३६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સપ્તપ્રદેશાવગાહી છે. પૂર્વોક્ત પંચપ્રદેશી પ્રતરવૃત્તના મધ્યના અણુની ઉપર અને નીચે એક એક અણુ સ્થાપવાથી પ+૨=૭ પ્રદેશી સંસ્થાન નિમણિ થાય છે.
યુગ્મપ્રદેશ ઘનવૃત્ત-તે બત્રીશ પ્રદેશી અને બત્રીસાવગાહી છે. પૂર્વોક્ત બાર પ્રદેશી પ્રતરવૃત્ત બનાવ્યું તેના ઉપર બીજા બાર પ્રદેશો મૂકવા અને તે બધાયની મધ્યમાં ચાર અને તે બધાયની નીચે ચાર અણુઓ સ્થાપવા, જેથી ઘનવૃત્તાકાર બની જાય છે.
३-त्र्यस्त्र ઓજપ્રદેશી પ્રતરત્ર્યસ– આ ત્રિપ્રદેશી અને ત્રિપ્રદેશાવગાહી છે. તિથ્ય અંતરરહિત બે અણુઓ મૂકો. પછી પહેલાની નીચે એક અણુ મૂકો એટલે ત્રિપ્રદેશી સંસ્થાન બની જશે.
યુગ્મપ્રદેશી પ્રતરત્ર્યસ-આ છ પ્રદેશ, છ પ્રદેશાવગાહી છે. અંતર રહિત તિચ્છા ત્રણ અણુઓ સ્થાપવા. તેમાં પહેલા તિથ્ય અણુની ઉપર અને નીચે બબ્બે અણુઓ અને બીજા તિચ્છ અણની નીચે એક જ અણુ સ્થાપવાથી ઈષ્ટાકાર સર્જાશે.
ઓજપ્રદેશી ઘડ્યુસ – આ ૩૫ પ્રદેશી તેટલા જ પ્રદેશાવગાહી સંસ્થાન છે. તે બનાવવા માટે પ્રથમ અંતરરહિત–સંલગ્ન એવા તિચ્છી પાંચ અણુઓ સ્થાપવા, તે દરેકની નીચે તિચ્છી જ ક્રમશઃ ચાર, ત્રણ, બે અને એક એવા પાંચ પ્રદેશો સ્થાપવા, એટલે પંદપ્રદેશી પ્રતર થયું. હવે તેની ઉપર દરેક પક્તિનો અભ્યાણને છોડીને છે, તે જ રીતે ત્રણ અને એક મૂકવો. જેથી કુલ ૩૫ પ્રદેશાત્મક ઘનત્રસ્ત્ર બની જશે.
યુગ્મપ્રદેશી ઘનવ્યા – આ ચાર પ્રદેશ, ચાર પ્રદેશાવગાઢ છે. પ્રતર વખતે જે ત્રિપ્રદેશાત્મક ત્રિકોણપ્રતર બનાવ્યું હતું તે રીતે બનાવી, ઉપર અને નીચે એક એક અણુ સ્થાપવાથી ઘન બની જશે.
४–चतुरस्त्र ઓજપ્રદેશી પ્રતરચારસ- આ સંસ્થાન નવપ્રદેશી નવપ્રદેશાવગાહી છે. તિર્જી સંલગ્ન ત્રણ ત્રણ પ્રદેશાત્મક ત્રણ પંક્તિઓ સ્થાપવી એટલે નવપ્રદેશી આકૃતિ નિર્માણ થશે.
યુગ્મપ્રદેશી પ્રતરચાર-ચાપ્રદેશી, ચાપ્રદેશાવગાહી છે. તિચ્છી બેબે પ્રદેશની બે પંક્તિ કરવાથી થાય છે.
ઓજપ્રદેશી ઘનચતુરસ– ૨૭ પ્રદેશી ર૭ પ્રદેશાવગાહી છે. પૂર્વોક્ત પ્રતર ચતુરસ્ત્ર વખતે સ્થાપેલા નવ પ્રદેશાત્મક પ્રતરની ઉપર અને નીચે નવ નવ અણુઓ સ્થાપવાથી થાય છે.
યુગ્મપ્રદેશી ઘનચતુરગ્ર–અષ્ટપ્રદેશી, અષ્ટપ્રદેશાવગાહી છે. ચારપ્રદેશના પ્રતર ચતુરસ્ત્રની ઉપર અને નીચે ચાર અણુઓ સ્થાપવાથી બને છે.
- -બાયત આયતના શોન અને યુન બે પ્રકારો તો છે. પણ તે બંનેના ઘન અને પ્રતા ઉપરાંત આયત સંસ્થાનમાં બે પ્રકાર નિષ્પન્ન થાય છે. તેથી ત્રણ ત્રણ પ્રકારે સ્થાપના બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org