________________
पाच संस्थानो
अजीव पदार्थोनां पांच संस्थानो નથી હોતું. આમાં અનેક આકારો મળી આવે છે. પંચેન્દ્રિય જીવોમાં મનુષ્યો, દેવો, નારકો, તિર્યંચો, તિર્યંચોમાં–પશુ, પક્ષી, જળચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભૂપરિસર્પ, ચારપગવાળાં વગેરેમાં જાતજાતનાં રૂપો, આકારો, ચિત્રવિચિત્ર અને અદ્ભુત લાગે તેવાં શરીરો હોય છે. એ બધાયનો સમાવેશ તો પૂર્વોક્ત સમચતુરગ્નાદિ છ સંસ્થાનોમાં કરાય છે.
રૂપી એવા અજીવ પદાર્થોનાં પાંચ સંસ્થાનો ૧. પ૬પરિમંડલ, ૨. વૃત્ત, ૩. ત્રિકોણ, ૪. ચતુષ્કોણ ચોખૂણ, પ. આયત–દીધું.
પરિમંડલ– તેને કહેવાય કે વચમાં પોલાણ હોય એવું ગોળ. જેમકે ચુડી–બંગડી. વૃત્ત–એટલે પોલાણ વિનાનો ગોળાકાર પ્રતરની જેમ નક્કર ગોળ. ઉદાહરણમાં કુંભારનું ચક્ર, જમવાની થાળી, રૂપિયો વગેરે. ત્રિકોણમાં શિંગોડું ચારખૂણામાં બાજોઠ–કુંભી વગેરે અને આયતમાં દંડ, લાકડી વગેરે.
આ બધાએ આકારો ઘન અને પ્રતરથી બે ભેદવાળા છે. અને એમાં પરિમંડલને છોડીને બાકીના ચાર પુનઃ ઓજપ્રદેશથી અને યુગ્મપ્રદેશથી બબ્બે ભેદવાળા છે. ઓજપ્રદેશી સંસ્થાન તેને કહેવાય કે જે વિષમ સંખ્યાવાળા (એટલે એકી) પ્રદેશોથી બનતું હોય. અને જે સમસંખ્યા (એટલે. બેકી) પ્રદેશથી બનતું હોય તેને યુગ્મપ્રદેશી કહેવાય. જ્યારે પરિમંડલમાં તો પ્રતર અને ૧૮૧ઘન બે જ વિભાગો છે. હવે એ બધાય પ્રકારને ક્રમશઃ સમજી લઈએ.
9–પરિબંદર પ્રતરપરિમંડલ- વીશ પ્રદેશી વીશ પ્રદેશાવગાહી હોય છે. પૂર્વદિ ચારે દિશાઓમાં ચાર ચાર અણુઓ સ્થાપવા અને વિદિશામાં એકેક અણુ સ્થાપવાથી આ આકાર બને છે. સહુથી આદ્ય-જઘન્યમાં જઘન્ય પ્રતર આ છે. એથી નાનું કદી હોતું જ નથી.
ઘનપરિમંડલ – આ ચાલીસ પ્રદેશ ચાલીસ પ્રદેશાવગાહી હોય છે. પૂર્વોક્ત વિશ પ્રદેશોની ઉપર વીશ પ્રદેશો મૂકવાથી તે ઘન બને છે. ઘનપરિમંડલનો આ આદ્ય આકાર છે.
२-वृत्त ઓજપ્રદેશ પ્રતરવૃત્ત–આ સંસ્થાન પાંચ અણુથી નિષ્પન, પાંચ આકાશપ્રદેશાવગાઢ છે. આ આકાર–એક અણમધ્યમાં અને ચાર દિશામાં સંલગ્ન–જોડાયેલા ચાર સ્થાપવાથી નાનામાં નાનો પંચપ્રદેશી વૃત્તાકાર બને છે.
, યુગ્મપ્રદેશ પ્રતરવૃત્ત– આ બાર પ્રદેશનું અને બાર પ્રદેશાવગાહી છે. ચાર આકાશપ્રદેશ ઉપર ચાર અણુઓ સ્થાપવા અને તેને ફરતા આઠ અણુઓ સ્થાપવા એટલે બાર પ્રદેશ પ્રતરાકાર બને.
ઓજપ્રદેશ ઘનવૃત્ત–પ્રતરની વાત પૂરી કરી ઘન સમજાવે છે. આ ઘન સપ્તપ્રદેશી
પ૭૯. પરિમંડજો , વદ્દે સંસે વાંસ સાયવ, નવરપઢમવૐ ગોવUણે ય ગુખે [ઉત્તરા) નિયુક્તિ
૫૮૦–૮૧. પ્રતર એટલે સપાટ અને ઘન એટલે નક્કર મોદકના જેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org