________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
પ્રથમ દ્રવ્યેન્દ્રિયના ચાર પેટા પ્રકારો
દ્રવ્યેન્દ્રિયના પુનઃ બે ભેદ પડે છે. નિવૃત્તિ અને ઉપકરણ.
અર્થાત્ નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિય. બંનેના પાછા બાહ્ય અને આત્યંતર એટલે બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય અને આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય. બાહ્ય ઉપકરણ અને આત્યંતર ઉપકરણ ઇન્દ્રિય એવા પેટા ભેદો છે.
Kr
ભાવેન્દ્રિયના બે પેટા પ્રકારો
પુનઃ ભાવેન્દ્રિયના બે પ્રકારો છે. લબ્ધિ અને ઉપયોગ અર્થાત્ (૧) લબ્ધિ ભાવેન્દ્રિય (૨) ઉપયોગ ભાવેન્દ્રિય. આ પ્રમાણે પ્રકારો બતાવીને, એની વ્યાખ્યા કરતાં પ્રથમ દ્રવ્યેન્દ્રિયના પ્રકારોનું સ્વરૂપ કહે છે. પ્રથમ દરેકનો ટૂંકો શબ્દાર્થ જોઈએ.
બેન્દ્રિય જડ પુદ્ગલોની બનેલી હોય તે. નિવૃત્તિ એટલે આકૃતિ આકાર–રચના તે. વાઢ્ય એટલે બહારના દેશ્ય ભાગમાં વર્તતું. આમંત્તર એટલે અંદરના ભાગમાં વર્તતું. ઉપરળ વિષય ગ્રહણ કરવામાં ઉપકાર કરનાર શક્તિ વિશેષ તે. આ શક્તિ વાદા અને આત્યંતર બે પ્રકારે છે. બે પ્રકારની નિવૃત્તિ ઇન્દ્રિયો
૫૨૨
બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય—નિર્માણ નામકર્મથી રચાયેલી અને અંગોપાંગ નામકર્મ વડે નિષ્ફળ થયેલી, પુદ્ગલસ્કંધોથી દેખાતી, બાહ્યરચના વિશેષ તે. દરેક જીવોને તે તે ઇન્દ્રિયોના સ્થાને અથવા શરીરના અમુક સ્થાનમાં ઇન્દ્રિયસૂચક બાહ્ય આકૃતિ-રચના વિશેષ હોય તે. જેને જોઈને આ કાન છે, આ આંખ છે, એમ સમજી શકાય તે. જેમ કાનપાપડીથી કાનને, ઇંડાકાર જેવી આકૃતિથી આંખને, જમરૂખ જેવી આકૃતિથી નાકને ઓળખી લઈએ છે. પણ આ બાહ્ય નિવૃત્તિ બાહ્યરચના દરેક જીવોની સમાન નથી હોતી. મનુષ્યની બાહ્ય ઇન્દ્રિયોના આકારોમાં ન્યૂનાધિકપણે ભિન્નતા માલમ પડે છે. પશુપક્ષીઓ વગેરેના નાક, કાન વગેરેમાં ભિન્નતા હોય છે. માત્ર એક સ્પર્શન ઇન્દ્રિય માટે બાહ્યનિવૃત્તિની આવશ્યકતા સ્વીકારી નથી, આ બાહ્યનિવૃત્તિના ભિન્ન ભિન્ન જીવાશ્રયી આકાર ભિન્ન હોવાથી, તેના આકારોનું નિયત વર્ણન અશક્ય હોવાથી તેના આકારો કહ્યા નથી. આગળ જે આકારો કહેવાશે તે આભ્યન્તર નિવૃત્તિ નિયતાકાર હોવાથી તેને અનુલક્ષીને જ કહેશે.
આભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિય— ઇન્દ્રિયોના અંદરના ભાગની રચના. આ રચના દેખાતી ઇન્દ્રિયોના બાહ્ય આકારની અંદર, અથવા તો આકારની અંતર્ગત દેહના અવયવો રૂપ ભિન્ન ભિન્ન
૫૨૧. દ્રવ્યેન્દ્રિયો ન હોય તો આ એકેન્દ્રિય આ બેઇન્દ્રિય' એવો વહેવાર ન કરી શકાત. આ વહેવારમાં ભાવેન્દ્રિયને કારણ માનીએ તો તો લબ્ધિઇન્દ્રિય વડે દરેક જીવો પંચેન્દ્રિય હોય છે. અને પછી તો જગતના બધાય જીવોને પંચેન્દ્રિયો જ કહેવા પડત.
૫૨૨. પુદ્ગલ વિપાકી નિર્માણનામકર્મરૂપી સુથારે ગોઠવેલો અને અંગોપાંગનામકર્મવડે નિષ્પન્ન થયેલો, ઇન્દ્રિય એવા શબ્દથી ઓળખાતો, આત્મપ્રદેશોથી વ્યાપ્ત, કર્ણશપ્ફુલિ (કાનપાપડી, ડોળા) ઇત્યાદિ આકાર વિશેષો તે બાહ્ય નિવૃત્તિ, અને ઉત્સેધાંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ શુદ્ધ આત્મપ્રદેશોની નિશ્ચિત સ્થાને ચક્ષુ આદિ ઇન્દ્રિયોના આકારે ગોઠવાયેલ જે રચના, તે આત્યંતર નિવૃત્તિ. આ અર્થ આચારાંગ વૃત્તિકા૨નો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org