________________
पांचे इन्द्रियोनुं स्वरूप
५६७ સર્વ ઉપભોગના પરમેશ્વર્યથી શોભે તે ઇન્દ્ર. તે કોણ ? તો દેવલોકના ઇન્દ્ર નહીં પણ યૌગિક અર્થથી ‘આત્મા' જ લેવાનો છે. અને સાચી રીતે લોકોત્તર પરમૈશ્વર્યવાન્ એ જ છે. સર્વ પદાર્થોનું જાણપણું અને વિવિધ ભાવોના ઉપભોગનું ઐશ્વર્ય આત્માને જ હોય છે. ફન્દ્રસ્ય નિ—વિમિતિ નાિયમ્, ફર્નાન સુમિશ્રિયમ્, આ વ્યુત્પત્તિથી ફન્દ્ર એટલે આત્માએ સર્જેલ વસ્તુ તે પઇન્દ્રિય. ફલિતાર્થ એ કે આત્માને ઓળખાવનાર જે ચિહ્ન અથવા જેનાથી આત્મા જેવી વસ્તુની સિદ્ધિ થાય તેને ઇન્દ્રિય કહેવાય.
ઇન્દ્રિયોથી આત્માની સાબિતી શી રીતે થાય ? તો ઇન્દ્રિયો સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ એ પાંચ છે. એમાં સ્પર્શન (ત્વચા કે ચામડી) દ્વારા, ગરમ કે ઠંડા, કોમળ કે કઠોર, રસના દ્વારા ખાટા—ખારા, મીઠા–કડવા, ઘ્રાણ દ્વારા સુગંધ-દુર્ગંધ, ચક્ષુ દ્વારા રૂપ—રંગના અને કર્ણ દ્વારા શબ્દ કે અવાજના જે જે વિષયો તેને જાણનાર અને અનુભવ કરનાર આત્મા જ છે. ઇન્દ્રિયોના તે તે વિષયોનો અન્તિમ અનુભવ આત્મા જ કરે છે. યદ્યપિ આત્મા અપૂર્ણ સ્થિતિમાં હોવાથી તેને સીધે સીધો અનુભવ થતો નથી પણ ઇન્દ્રિયો દ્વારા થાય છે. પણ તે થાય છે આત્માને જ, નહીં કે ઇન્દ્રિયોને, અને જો ઇન્દ્રિયોને થાય છે એમ માનીએ તો—
૧. મૃત્યુ પછી મૃતકમાં પાંચે ઇન્દ્રિયો વિદ્યમાન છે, તો મૃતકને પણ ઇન્દ્રિયજન્ય બોધ થવો જોઈએ, પણ તેવું જોવાતું નથી. તે વખતે એક પણ વિષયનો અનુભવ–અવબોધ થતો નથી. માટે વિષયોનો ભોક્તા કે દૃષ્ટા કોઈ પણ હોય તો ચૈતન્યવાન એવો ‘આત્મા જ' છે.
૨. વળી કોઈ વિશિષ્ટ આત્માને મોહાદિકનાં આવરણો અમુક પ્રમાણમાં દૂર થતાં આત્મ પ્રત્યક્ષ અવધિ વગેરે જ્ઞાન પેદા થાય ત્યારે તે આત્મા ઇન્દ્રિયોની સહાય વિના જ વિષયોને જાણે છે, અનુભવે છે, માટે ઇન્દ્રિયો જ જાણે છે, તેમ કહેવું બરાબર નથી.
વળી એક સામાન્ય નિયમ એવો છે કે, જે માણસે જે વસ્તુ કે વિષયનો અનુભવ કર્યો હોય, ભવિષ્યમાં તે જ વસ્તુ કે વિષયનું સ્મરણ તે જ માણસ કરી શકે છે, પરંતુ ઇન્દ્રિયો નહીં જ. અને જો ઇન્દ્રિયો જ જાણે છે, એમ કહો તો અમુક સમય બાદ ઇન્દ્રિયો નષ્ટ થતાંની સાથે જ ભૂતકાળમાં ઇન્દ્રિયજન્ય જે સ્મરણો ઊભાં થયાં હતાં તેનો પણ નાશ થઈ જવો જોઈએ પણ તે તો થતો નથી. માટે વિષયાવબોધ કરનાર ઇન્દ્રિયો નહીં પણ આ ઇન્દ્રિય શાથી પ્રાપ્ત થાય છે ? ઉદયથી પ્રાપ્ત થાય છે.
આત્મા જ છે અને એ જ યુક્તિયુક્ત અને સંગત છે. જાતિનામકર્મ, અંગોપાંગ નામકર્મ અને નિર્માણનામકર્મના
પાંચ પ્રાણ રૂપ પાંચ ઇન્દ્રિયોના પ્રકારો
પપાંચ ઇન્દ્રિયોનાં નામો (૧) ચામડી (૨) જીભ (૩) નાક (૪) આંખ અને (પ) કાન છે. ઇન્દ્રિયોના મુખ્ય બે ભેદ છે. (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. ૫૧૯. ફન્નેનાઽષિ ટુર્નવં તત્ નિયમ્ । ઇન્દ્ર એટલે આત્મા, આત્માવડે પણ મુશ્કેલીથી જીતી શકાય તે.
૫૨૧
આવી પણ વ્યુત્પત્તિ થઈ શકે છે.
૫૨૦. અન્ય સ્થળે દશ ઇન્દ્રિયોનો ઉલ્લેખ આવે છે, પણ ત્યાં જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના હિસાબે તે ગણાવી
છે. ઉપરોક્ત પાંચ એ જ્ઞાનેન્દ્રિયો છે, અને વાક્, હાથ, પગ, ગુ, અને લિંગ આ ક્રિયાકારક હોવાથી ઇન્દ્રિયો તરીકે ગણીભેદદર્શન કરાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org