________________
बंधाएलुं आयुष्य कया सात कारणोथी खंडित थाय छे ते
૬૭૭ ચાબુક, લાકડી, કુહાડી આદિ વિવિધ શસ્ત્રો-હથિયારોના પ્રહારો, બોમ્બમારો, વાવાઝોડું જલની ભરતી મોજાં, અગ્નિસ્નાન, ગળે ફાંસો, અચાનક પડી જવું, કોઈ વસ્તુનું અકસ્માત માથા કે શરીર ઉપર પડવું, સાદિક ઝેરી જીવોના ઉપદ્રવો, રેલ્વે વગેરેના અકસ્માતો, આવા અનેક કારણોથી જ્યારે અકસ્માત મૃત્યુ થાય ત્યારે તેમાં “નિમિત્ત’ નામનો ઉપક્રમ કારણ ગણાય છે.
૩. આહાર ઉપકમ–દેહને ટકાવવાનો આધાર આહાર–ખોરાક છે. ખોરાકની બાબતમાં પ્રજામાં હજુ ઘણું અજ્ઞાન પ્રવર્તે છે. શરીરશાસ્ત્ર અને આહારશાસ્ત્રનું જરૂરી અનિવાર્ય એટલું પણ જ્ઞાન ન હોવાના કારણે પ્રજા–લોકો જાતજાતના રોગોનો ભોગ બનતી રહી છે.
ખોરાકથી મૃત્યુ કઈ રીતે બને? તો લાંબા વખત સુધી ખોરાક ન લેવાથી, અતિઅલ્પ ખોરાક કે વધુ પડતો ખોરાક લેવાથી શુષ્ક, અતિ સ્નિગ્ધ, કે અહિતકારી ભોજન લેવાથી આયુષ્ય ટૂંકાઈ જાય છે. લાંબા વખત સુધી આહાર ન લેવાથી આયુષ્ય ટૂંકાઈ જાય છે. એમાં એક વાત પાછી ધ્યાનમાં રાખવી કે આ નિયમ બધાયને માટે બધી વખતે લાગુ જ પડે છે એમ ન સમજવું. કેમકે આપણે ત્યાં છ છ મહિનાના ઉપવાસી છતાં આવું કશું બનવા પામ્યું નથી.
બહુ ઓછો ખોરાક લેવાથી શરીર કશ-ક્ષીણ થઈ જતાં જેમ મૃત્યુ થઈ જાય, તેમ વધુ પડતો ખોરાક લેવાથી પણ મૃત્યુ થઈ જાય. આ માટે આપણે ત્યાં રાજા સંપ્રતિના આગલા જ જન્મનો દાખલો ખૂબ જ જાણીતો છે.
ખોરાકમાં પથ્ય શું અને અપથ્ય શું? ઋતુકાળના ખોરાકો કયા? આરોગ્યની જાળવણીના નિયમો કયા? આ બાબતનું જેને જ્ઞાન હોય તેને આહાર સંબંધી ઉપક્રમ (પ્રાય) નડે નહીં.
૪. વેદના ઉપકમ–શરીરમાં એકાએક ભયંકર રોગની વેદના ઉત્પન્ન થતાં આયુષ્યને ધક્કો લાગે અને આયુષ્ય ભંગ થઈ જાય. આ વેદનામાં શૂલ, ધનુર્વા જેવા રોગો ગણાવી શકાય.
૫. પરાઘાત ઉપકમ–ભયંકર અપમાન વેઠવાનું આવ્યું. કોઈએ વધુ પડતું અનિષ્ટ કર્યું અથવા કોઈ ઊંડા ખાડા-ખીણમાં પડવાથી કે પર્વત ઉપરથી ઝંપાપાત થવાથી આઘાત, પછડાટ લાગી, આવા કારણોથી જે મૃત્યુ પામે છે.
૬. સ્પર્શ ઉપક્રમ આમાં ઝેરી હવા, વિજળીના કરંટ, ભયંકર વિષનો સ્પર્શ, જેનું શરીર જ ઝેરમય હોય, અડવા માત્રથી જ શરીરનાં છિદ્રો દ્વારા ઝેર પ્રવેશી પ્રાણનો વિનાશ કરી નાંખે તેમજ “વિષકન્યાનો સ્પર્શ, આવા કારણોથી પ્રાણનો વિનાશ થાય છે.
૭. આણપ્રાણ ઉપકમ-આણપ્રાણ અથવા પ્રાણાપાન. પ્રાણ એટલે ઉચ્છવાસ અને અપાન એટલે નિઃશ્વાસ. તાત્પર્ય એ કે શ્વાસ લેવો અને મૂકવો તે શ્વાસોચ્છવાસ એ શરીરમાં ચેતના-જીવ છે કે મારી
૪૯૮. પ્રાચીનકાળમાં શત્રુરાજાને ખબર ન પડે એ રીતે મારી નાંખવા, આવી વિષકન્યાઓ તૈયાર કરવામાં આવતી. આ સ્ત્રીનું સમગ્ર શરીર કાતિલ ઝેરમય બની જાય એ માટે તેને નાની ઉમ્મરમાંથી જ શરીરમાં ખોરાક સાથે કે ઔષધદ્રવ્ય સાથે જરા જરા ઝેરી દ્રવ્ય દાખલ કરવામાં આવે છે. લાંબાગાળે તેની સાતે ધાતુઓ ઝેરી બની જાય છે. આવી સ્ત્રી વિષકન્યા તરીકે ઓળખાય છે. પછી જ્યારે જરૂર પડે ત્યારે તે કન્યાને શત્રુ જોડે કપટથી સંબંધ જોડાવે અને વિષકન્યાના દેહનો સ્પર્શ થતાં રાજા મોતને ભેટે અને કોણે મૃત્ય કર્યું તે પકડાય નહિ.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org