________________
૭૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પરસ્પરના ગાઢ સ્નેહ-પ્રેમના કારણે બંનેની જીવાદોરી એકાએક જે તૂટી ગઈ, તે આ મૃત્યુ સ્નેહ પરિણામથી થયું કહેવાય. આવું બીજી અનેક બાબતોથી બની શકે.
પ્રશ્ન – રાગ અને સ્નેહમાં શું તફાવત? એવો પ્રશ્ન કદાચ થાય. તો એનો ઉત્તર બંને દષ્ટાંતોથી સમજાય તેવો છે. છતાં સામાન્ય વ્યાખ્યા તેની એ છે કે અપરિચિત વ્યક્તિ ઉપર જે લાગણી થઈ આવે તે “રાગ” અને પરિચિત વ્યક્તિ ઉપર જે લાગણી તે “સ્નેહ”. રાગ કે સ્નેહ દ્વિપક્ષીય કે ઉભયપક્ષીય પણ હોઈ શકે છે. સંસારમાં આવી ઘટનાઓ રોજબરોજ હજારો બનતી ' હોય છે.
(૩) ભારે ભય-ડરથી પણ મૃત્યુ થાય છે તે ઉપર દૃષ્ટાંત કોઈ પણ જાતનો, ભયંકર કોટિનો ભય ઊભો થતાં પણ વ્યક્તિને હાફિલ થઈ જાય અને મૃત્યુ પામે. આ ઉપર દષ્ટાંત જોઈએ–
હિન્દુ જનતા જેમને ભગવાન તરીકે પૂજે છે. આપણે ત્યાં પણ જેઓ ભાવિ ઉત્સર્પિણીમાં અમમ નામના તીર્થંકર થવાના છે તે શ્રીકૃષ્ણ જ્યારે વાસુદેવરૂપે ભગવાન શ્રી નેમિનાથજીના કાળમાં (ઈ. સ. પૂર્વે ત્રણ હજાર વર્ષ ઉપર) હતા ત્યારે તેઓ જૈનધર્મી હતા અને (૨૨મા તીર્થંકર) શ્રી નેમિનાથ ભગવાનના ભક્તશ્રાવક હતા.
શ્રીકૃષ્ણ વાસુદેવના એક પુત્ર ગજસુકુમાર હતા. એમનું લગ્ન વાસુદેવે સોમિલ નામના બ્રાહ્મણની દીકરી જોડે કર્યું હતું. પાછળથી ભગવાનની દેશના–પ્રવચન સાંભળીને ગજસુકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તેઓ ઉત્કૃષ્ટકોટિના ત્યાગ તપમાં ચઢી ગયા. એકાંત જંગલમાં વિશુદ્ધ ધ્યાન વધુ નિરાબાધપણે થાય એ હેતુથી દ્વારિકા નગરીની બહાર જંગલમાં ધ્યાન કરવા ગયાં. એની સોમિલને ખબર પડી. દીક્ષા લીધી ત્યારથી સોમિલને પોતાના જમાઈ ગજસુકુમાર ઉપર ઘણો જ રોષ થયો હતો. તેનો બદલો લેવા તક મળતી ન હતી. જમાઈ જંગલમાં એકલા ઊભા છે એ ખબર પડતાં, તક મલી ગઈ. સોમિલ પોતાના જમાઈને કુશળ રીતે મારી નાંખવા તેને લગતી સામગ્રી લઈને જંગલમાં પહોંચ્યો. ધ્યાનસ્થ ગજસુકુમાર મુનિના માથા ઉપર માટીની પાળ બાંધી, અને પછી તેમાં ખેરના અંગારા ભર્યા અને આગ પેટાવી દીધી. પણ રખે કોઈને ખબર પડી જાય તો? એટલે તરત જ ઝડપથી શહેરમાં પાછો ફર્યો. દરવાજામાં દાખલ થયો ત્યાં જ સામેથી શ્રીકૃષણજી ગજન્સકુમારને વંદન કરવા જઈ રહયા હતા. સોમિલે જ્યાં કષણને જોયા ત્યાં તેના મોતીયા મરી ગયા! અરે બાપ! હવે મારૂં આવી બનવાનું. એવો પ્રચંડ ભય પેદા થયો કે એ ભયના આઘાતથી સોમિલનું હાર્ટ ત્યાંને ત્યાં જ ફાટી ગયું બેસી ગયું અને મૃત્યુને ભેટ્યો.
આ રીતે કારમા–ભયંકર કૃત્યના પરિણામના ભયથી કેટલાયે મૃત્યુને ભેટે છે.
આ પ્રમાણે રાગ, સ્નેહ અને ભયથી થતાં મૃત્યુનું વર્ણન સમાપ્ત થતાં પહેલાં અધ્યવસાન નામના પ્રકારની વ્યાખ્યા પૂરી થઈ.
૨. નિમિત્ત ઉપકમ જીવના મૃત્યુમાં હજારો નિમિત્તો ભાગ ભજવે છે. નિમિત્તમાં તો સેંકડો બાબતોનો ઉલ્લેખ કરી શકાય. ટૂંકમાં જણાવીએ તો વિષપાન, શરીર ઉપર લાગનારી બંદુકની ગોળી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org