________________
१४६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નામ પણ ગાયુષ્ય. આપણા દેહમાં આપણો આત્મા જેટલો સમય રહી શકે, તે આ આયુષ્યશક્તિના બળે જ. ત્યારે આ શક્તિ શું છે? એ પ્રશ્નના ઉત્તરમાં આ આયુષ્ય કોઈ દશ્ય વિદ્યુતાદિ શક્તિ, પદાર્થ કે રસાયનાદિ નથી, પણ આ એક પ્રકારનું કર્મ જ છે. અને જૈનોએ કર્મવાદના પાયારૂપ માનેલા સ્કૂલ આઠ પ્રકારનાં કર્મો પૈકીનું આ આઠમું કર્મ છે, જેને “આયુષ્યકર્મ એવા નામથી ઓળખાવાય છે. કર્મ થયું એટલે જૈન સિદ્ધાંત પ્રમાણે તે કર્મો એક પદાર્થરૂપે છે, જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રહેલાં છે, પણ અત્યન્ત સૂક્ષ્મભાવને પામેલાં હોવાથી તે ચર્મચક્ષુથી દશ્ય નથી થતાં, પણ જ્ઞાનદષ્ટિથી જ્ઞાનીઓ જરૂર જોઈ શકે છે. પદાર્થ થયો એટલે તે પુદ્ગલ–પરમાણુના સમૂહરૂપ છે. આ આયુષ્યના પુદ્ગલો જે આત્માએ જે જાતના જેટલાં ભેગાં કયાં હોય તે પ્રમાણે તેટલો વખત આ જીવ ખોળિયામાં રહી શકે છે. એ પુદ્ગલ-પરમાણુઓનો જીવ ભોગવટાદ્વારા ક્ષય કરી નાંખે કે તુર્ત જ, તે જ ક્ષણે, આત્મા વર્તમાન દેહમાંથી નીકળી અન્ય જીવાયોનિમાં પ્રવેશ કરી જાય છે અને ત્યાં ઉત્પન્ન થઈ તદ્દભવયોગ્ય દેહની રચના કરે છે.
આથી તાત્પર્ય એ નીકળ્યું કે–આ આયુષ્યના પુગલો જીવને અમુક કાલ કે વરસો સુધી, દેહમાં ટકાવી રાખનાર છે. આ આયુષ્ય પુદ્ગલના સમૂહરૂપ છે. એના પર જ જીવન કે મરણનો આધાર હોય છે.
આ આયુષ્યના પુદ્ગલો સાથે કાળનો પણ સંબંધ છે એટલે કે એ પુદ્ગલો જે જન્માંતરથી જીવ બાંધીને લાવ્યો તે કેટલા વખતમાં ભોગવવાનાં હોય છે? તે માટે કાલનું નિયમન પણ થાય છે. આથી જીવને ભવાંતરમાં જવું હોય ત્યારે, પુદ્ગલો અને કાળ બેનો ક્ષય કરવો પડે છે, માટે જ શાસ્ત્રીય શબ્દમાં આયુષ્યને બે ભેદો પાડીને સમજાવ્યું છે. (૧) દ્રવ્ય નાયુષ્ય અને (૨) વાત આયુષ્ય.
૧દ્રવ્યો એટલે પુદ્ગલો તથા પ્રકારનાં કર્મ પુદ્ગલો દ્વારા જીવાય તે દ્રવ્યાયુષ્ય. તેલ વિના દીવો બળી શકતો નથી તેમ આ આયુષ્યકર્મનાં પગલો વિના આત્મા દિલમાં) જીવી શકતો જ નથી, આ પગલો તે જ દ્રવ્યાયુષ્ય. આની મદદથી જ યથાયોગ્ય કાળ જીવી શકાય છે. પ્રત્યેક આત્મા વિવક્ષિત ભવમાં જે આયુષ્ય પુદગલો ભોગવતો હોય છે તે માટે એક અટલ નિયમ સમજી લેવો કે ભૂતકાળના ગતજન્મનાં બાંધેલાં કર્મો ઉદયમાં આવેલાં ભોગવે છે. અને વર્તમાન જન્મમાં બાંધેલાં આયુષ્ય પુગલો તેના ભાવિ જન્મમાં ભોગવવાનાં હોય છે. આથી સમજવું કે આજે વર્તમાનમાં જે આયુષ્ય પુગલો ભોગવતો હોય છે, તે પુદ્ગલો જન્માંતરના બાંધેલા જેટલા હોય તેટલાનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી જીવ કદી પણ વર્તમાન દેહમાંથી છૂટી શકતો જ નથી. પ્રત્યેક પરમાણુ ભોગવાઈ જવો જ જોઈએ. તે પછી જ જીવનું મૃત્યુ થાય અને ગત્યન્તરમાં આત્મા ચાલ્યો જાય. આ નિયમ દ્રવ્યાયુષ્ય અંગે છે.
૨–હવે બીજો પ્રકાર વતાયુષ્યનો છે. દ્રવ્યાયુષ્યની જેવો આ આયુષ્ય માટે નિયમ નથી, એટલે કે જેટલું બાંધીને લાવ્યો હોય તે બધાય કાળનો અનુભવ કે ભોગવટો કરવો જ પડે અર્થાત્ તેટલા વરસ સુધી જીવવું જ જોઈએ એવું નથી, એમાં વિકલ્પ છે એટલે ભોગવવું પડે અથવા ન પણ પડે. આ કાલાયુષ્યને જરા વિસ્તારથી સમજીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org