________________
आयुष्यमीमांसा अने तेना सात प्रकार
१४१ અર્થાત જ્યાં સુધી નિશ્ચિત કરેલા જન્મમાં ઉત્પન્ન ન થાય. એ (બન્ધ-ઉદય) બને વચ્ચેનો જે ગાળો–કાળ જેટલો હોય, તેને અબાધાકાળ કહેવાય.
૩ અંતસમય—અનુભવાતું વ્ય-કાલ) બન્ને પ્રકારનું ગતિમાન આયુષ્ય પૂર્ણતાને પામે છે. જેને “મૃત્યુ' શબ્દથી પણ ઓળખાવાય છે.
ઉપરની ત્રણેય સ્થિતિનો અનુભવ જીવમાત્રને અવશ્ય કરવાનો જ હોય છે, તેથી ત્રણેયની વ્યાખ્યા સાથે કરી અને હવે પછીની ચાર સ્થિતિઓનો અનુભવ જીવમાત્રને માટે વૈકલ્પિક છે, એટલે તેનું વર્ણન પછી લીધું છે.
ચાર સ્થિતિમાં પ્રથમ સ્થિતિ (અપવર્તન) આયુષ્યનો ઘટાડો થાય તેને સૂચવે છે. બીજી સ્થિતિ (અનપવર્તન) તે ગમે તેવા પ્રતિકૂલ સંયોગોમાં પણ આયુષ્ય-સમયમર્યાદાનો જરા પણ હાસ ન થાય તેને સૂચવે છે.
હવે આ ઘટાડો શાથી થાય છે અને શાથી નથી થતો? તેનાં બે કારણો બતાવ્યાં છે. એકનું નામ ઉપક્રમ આપ્યું છે અને બીજાનું અનુપમ નામ આપ્યું છે. ઉપક્રમ એ અપવર્તનનું કારણ છે, અને અનુપક્રમ એ અનપવર્તનનું કારણ છે. આમ અહીં કાર્યકારણભાવની વ્યવસ્થા સમજવી. અહીંઆ બંને કારણોની વ્યાખ્યા પણ જણાવે છે.
૪. અપવર્તન-લાંબા કાળ સુધી ક્રમશઃ વેદવા–ભોગવવા યોગ્ય, બાંધેલી આયુષ્યસ્થિતિને, તથા પ્રકારનાં ઉપદ્રવાદિ અનિષ્ટ નિમિત્તો મળતાં પરાવર્તન થાય એટલે કે દીર્ઘ સ્થિતિને હ્રસ્વ અલ્પસ્થિતિ કરી ભોગવી નાંખે તેવા આયુષ્યને અપવર્તન જાતિનું કહેવાય.
એક સિદ્ધાંત સમજી રાખવો કે જન્માંતરની બદ્ધ આયુષ્યસ્થિતિનો ઘટાડો સંભવિત છે; પણ તેમાં વધારો ત્રણે કાળમાં થઈ શક્તો નથી. અર્થાત્ ૧૦૦ વરસનું આયુષ્ય બાંધીને જન્મેલો ૧૦૦ વરસ ઉપરાંત, એક કલાક શું, એક પળ પણ વધુ ન જીવે; ઉલટું ૧૦૦ વરસાયુષી પાંચ વરસમાં કે યાવત્ ગર્ભમાં ઉત્પન્ન થતાં તરત જ મૃત્યુ પામી જાય એ સંભવિત છે.
૫. અનાવર્તન અપવર્તનથી વિપરીત, જન્માન્તરથી પ્રસ્તુત ભવમાં ભાગ્યમાન જેટલું આયુષ્ય બાંધીને આવ્યો હોય તેટલું અવશ્ય ભોગવે જ અર્થાત્ જેમાં સ્થિતિનો જરા પણ હ્રાસ થયા સિવાય સંપૂર્ણપણે ભોગવી શકે છે.
૬.-ઉપકમ-આયુષ્યનું અપવર્તન–ફેરફારહ્રાસ કરનારાં કારણો.
૭. અનુપકમ–ઉપક્રમથી ઉલટું એટલે કે આયુષ્યનો હ્રાસ કરનારાં કારણોનો અભાવ, તે ઉપર આયુષ્યની સાથે સંબંધ ધરાવતી બાબતો જણાવી.
આયુષ્યકર્મ વિચારણા હવે આપણે આયુષ્ય અંગેની થોડીક સમીક્ષા વિચારીએ, એમાં પ્રથમ આયુષ્ય એટલે શું?
જેના વડે જીવ વિવક્ષિત કોઈ પણ ભવમાં, અથવા તે વિવક્ષિત ભવના દેહમાં અમુક કાળ પર્યત રહી શકે તે શક્તિ-સાધનનું નામ ગાયુષ્ય અથવા જેના વડે જીવ પરભવમાં જઈ શકે તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org