________________
५२२
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
વ્યતિક્રમે અને દેવ, નારકોને પૂર્વભવની (અન્યભવ અપેક્ષાએ) એટલે સ્વભવની ચાલતી લેશ્યા, અન્તર્મુહૂર્ત શેષ રહ્યે થકે મરણને પામે છે.
એથી જ અહીંયા યાદ રાખવું જરૂરી છે કે—કોઈ પણ લેશ્મા નવીન પરિણમે ત્યારે નર– તિરિ—અપેક્ષાએ] તેના આઘ–પ્રથમ સમયમાં કોઈ પણ જીવનો પરભવમાં ઉપપાત થતો નથી, વળી કોઈ પણ લેશ્યા જે પરિણમેલી ચાલતી હોય તેના ચરમસમયે પણ દિવ—નારક અપેક્ષાએ] કોઈ પણ જીવનો પારભવિક ઉપપાત–જન્મ થતો નથી.
એટલે જ ગત ગાથામાં ગ્રન્થકારે જણાવ્યું છે કે કોઈ પણ નવીન લેશ્યાના પરિણમનનો [નર તિરિ] અન્તર્મુહૂર્વકાળ વ્યતિક્રમે અને વળી દિવ—નારકને સ્વભવની] પરિણમેલી લેશ્યાનો અન્તર્મુહૂર્ત
કાળ શેષ રહે ત્યારે જીવ પરલોકને પ્રાપ્ત કરે છે.
તાત્પર્ય એ થયું કે આગામી ભવના આદ્ય સમયે જીવોને અન્ય લેશ્યાના પરિણામ થતા નથી [કારણ કે નર-તરિને સ્વભવનું અન્તિમ અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યાં જ ભવિષ્યમાં થવાવાળી ગતિને લાયક લેશ્યાનો વિપર્યાસ થાય છે અને પછી તે લેશ્યામાં જ ઉત્પન્ન થાય છે અને દેવ નારકને સ્વભવની લેશ્યામાં જ ઉત્પન્ન થવાનું છે.] તેમજ પાશ્ચાત્ય ભવના ચરમ સમયે પણ તેથી જુદા લેશ્યા પરિણામ થતા નથી. એથી નિયમન એ થયું કે “જીવો જે લેશ્યામાં મરણ પામે તે લેશ્યાએ જ આગામી ભવમાં ઉત્પન્ન થાય છે. એથી જ કહેવાય છે કે દેવ–નરકના ભવમાંથી લેશ્યા આગામી ભવમાં મૂકવા આવે છે અને તિર્યંચમનુષ્યના ભવમાં લેશ્મા લેવા માટે આવે છે.”
૩૦૮મી ગાથા બાદર પર્યાપ્તપૃથ્યાદિકને જે ચોથી તેજોલેશ્યા પણ કહી તે આ નિયમના બળે જ, એટલે કે ભવનપતિથી લઈ ઇશાનાન્ત સુધીના તેજોલેશ્યાવાળા દેવો મરીને જ્યારે બાદર પર્યાપ્ત પૃથ્વી, અપ્, તથા પ્રત્યેક વનસ્પતિમાં ઉપજે ત્યારે એક અંતર્મુહૂત્ત જેટલી તેજોલેશ્યા સહિત ઉત્પન્ન થતા હોવાથી તેટલો કાળ ત્યાં તેજોલેશ્યાનો સંભવ છે; અપેક્ષાએ તેજો સહિત ચાર લેશ્યા કહી છે. [૩૧૦]
અવતર— હવે તિર્યંચ તથા મનુષ્યની લેશ્યાનો સ્થિતિકાળ કહે છે. अंतमुहुत्तठिईओ, तिरिअनराणं हवंति लेसाओ ।
चरमा नराण पुण नव- वासूणा पुव्वकोडी वि ॥३११॥ સંસ્કૃત છાયા—
अन्तर्मुहूर्त्तस्थितिकास्तु तिर्यङ्नराणां भवन्ति लेश्याः ।
चरमा नराणां पुनर्नववर्षोना पूर्वकोटिरपि ॥ ३११॥ શબ્દાર્થ સુગમ છે.
ગાયા પૃથ્વીકાય આદિ તિર્યંચોની અને સંમૂચ્છિમ તથા ગર્ભજ મનુષ્યોની યથાયોગ્ય જે લેશ્યાઓ હોય છે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તની સ્થિતિવાળી હોય છે; પરંતુ વિશેષ એ છે કે, મનુષ્યોની [ગર્ભજ મનુષ્ય] છેલ્લી લેશ્યાની અર્થાત્ શુક્લલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org