________________
૬૦૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અસંખ્ય પુદ્ગલપરાવર્ત પ્રમાણ જાણવી અને સાંવ્યવહારિક કેવલ નિગોદની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ જાણવી. સર્વની જઘન્ય કયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે જે આગળ કહેવાશે.
આ બધી પૃથ્યાદિકની સ્થિતિ પર્યાપ્ત—અપર્યાપ્તાની વિવક્ષા વિનાની સમજવી. પર્યાપ્તા અપર્યાપ્તા પૃથક પૃથક સમજણ ગઈ ગાથાની ટિપ્પણીમાં આપી છે. વિકલેજિયની કાયસ્થિતિ
બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ત્રણેની સામટી ઓઘથી સ્થિતિ વિચારીએ તો સંખ્યાતા સહસ્ત્ર વર્ષોની છે. હવે જો પ્રત્યેકની પૃથક પૃથક વિચારીએ તો પર્યાપ્તા બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષની સિંખ્યાતા હજાર વર્ષ નહીં કારણ કે બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ, ભવસ્થિતિ જ ૧૨ વર્ષની છે અને
જ્યારે લઘુમાન–પ્રમાણવાળા તેના અમુક ભવો સતત થાય તો સંખ્યાતા વર્ષોની જે] કાયસ્થિતિ છે. તે ઇન્દ્રિયની સંખ્યાતા દિવસોની અને ચઉરિન્દ્રિય જીવોની સંખ્યાતા માસની [કારણકે પૂર્વોક્ત રીતે દિવસ–માસની ન્યૂન પ્રમાણવાળી ભવસ્થિતિ હોવાથી ભવસંખ્યા આશ્રયી] કાયસ્થિતિ વિચારવી. પંચેન્દ્રિયની કાયસ્થિતિ–
પંચેન્દ્રિય તિર્યંચ તથા પંચેન્દ્રિય મનુષ્યોની પણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવની હોય છે. એ ભવોનાં વર્ષો કેટલાં થાય ? તો સાત આઠ ભવનો કાળ ભેગો કરીએ તો ત્રણ પલ્યોપમ અને પૂર્વ કોટી પૃથફત્વથી અધિક સાત પૂર્વકોટવર્ષ, અધિક થાય એથી તેટલી કાયસ્થિતિ પણ કહેવાય. કારણ કે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચોને વિષે જીવ પૂર્વ કોટીના આયુષ્યમાને ઉત્કૃષ્ટ સાત વાર ઉત્પન્ન થાય અને આઠમી વખત ઉત્પન્ન થાય તો યુગલિકપણે જ ઉત્પન્ન થાય, ત્યારપછી અન્ય યોનિમાં ભવનું પરાવર્તન થાય, તેથી પૂર્વોક્ત કાયસ્થિતિ સંભવે.]
અને આઠમો ભવ કહ્યો તો તે આઠમો ભવ, સાત પછી થાય ખરો, પણ તે સંખ્યવર્ષનો નહીં પણ અવશ્ય અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિક-મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિયનો; અને ત્યાં તેટલું આયુષ્ય પૂર્ણ કરી નવમે ભવે દેવપણે અવશ્ય ઉત્પન્ન થાય. આથી આઠમા ભવની અસંખ્ય વર્ષાયુષ્યસ્થિતિ તે ત્રણ પલ્યોપમના માનવાળી જ હોવાથી ત્રણ પલ્યોપમ એ, અને તે પહેલાં પૂર્વ કોટી વર્ષના માનવાળા સાત ભવો કરે, બંને સ્થિતિ ભેગી થતાં ત્રણ પલ્યોપમ અને સાત પૂર્વકોટી વર્ષની કાયસ્થિતિ આવી રહે.
સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂિવકોટી પૃથકત્] સાત પૂર્વક્રોડ વર્ષની છે, કારણ કે સંમૂચ્છિમ મરી મરીને પુનઃ પુનઃ સંમૂચ્છિમ તિર્યંચમાં ઉત્પન્ન થાય તો પૂર્વકોટી પ્રમાણ કાયસ્થિતિવાળા યાવત્ સાત ભવો સુધી ઉત્પન્ન થાય. પરંતુ જો આઠમો ભવ કરવો હોય તો ગર્ભજપણે અને અસંખ્ય વર્ષની સ્થિતિવાળા તિર્યંચમાં કરે અને પછી દેવભવે જાય.]
સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યની અન્તર્મુહૂર્ણપૃથફત [૨ થી નવ મુહૂતીની કાયસ્થિતિ છે. દેવ–નારકની કાયસ્થિતિ નથી –
અહીં પ્રસંગ હોવાથી તિર્યંચ તથા મનુષ્યની પણ કાયસ્થિતિ કહી, પરંતુ દેવો અને નારકોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org