________________
ફર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સાંવ્યવહારિક એટલે શું? જે જીવો અનાદિ નિગોદમાંથી તથાવિધ સામગ્રીના યોગે પૃથ્યાદિક સૂિક્ષ્મ કે બાદર)ના વ્યવહારમાં એક વખત પણ આવેલા હોય તે સાંવ્યવહારિક. આ જીવો પણ અનંતા છે અને તે સાદિસાત્ત સ્થિતિવાળા છે.
અસાંવ્યવહારિક નિગોદ સૂથમ જ હોય છે કારણ કે ત્યાં વ્યવહારપણું હોતું નથી. જ્યારે સાંવ્યવહારિક નિગોદ સૂવમ અને બાદર બને હોય છે.
સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ ત્રણ પ્રકારે છે. ૧ અનાદિ અનંત, ૨ અનાદિસા, ૩ સાદિસાન્ત. એમાં પ્રથમની બે સ્થિતિ અસાંવ્યવહારિક સૂક્ષ્મને ઘટે છે અને છેલ્લી સાંવ્યવહારિક સૂક્ષ્મ બાદર બન્નેને ઘટે છે.
૧–એમાં અનાદિ અનંત કાયસ્થિતિ છે તે, અસાંવ્યવહારિક જીવો કે જેઓ અનાદિ સૂક્ષ્મ નિગોદથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી તેઓની છે. અને તે કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીપ્રમાણ છે અને તે અસંખ્ય નહીં પણ અનન્ત પગલપરાવર્ત પ્રમાણ છે.
૨-અનાદિસાન્તને ભૂતકાળમાં જેઓ ક્યારે પણ સૂક્ષ્મ નિગોદથી બહાર આવ્યા નથી પરંતુ ભવિષ્યમાં આવનારા છે તેવા અસાંવ્યવહારિક નિગોદની અનાદિસાન્ત કાયસ્થિતિ છે. આ સ્થિતિ પણ અનન્ત પુદ્ગલપરાવર્ત જેટલી છે; કારણ કે ગયો કાળ તે તો અનન્તો છે અને ભવિષ્યમાં જો કે વ્યવહારમાં આવવાના છે તો પણ કેટલાકનો તો ભાવિકાળ હજુ પણ અનન્તો છે. પણ વિશેષ એ કે–અનાદિઅનન્ત સ્થિતિની અપેક્ષાએ ન્યૂન છે એટલે મર્યાદિત છે અને તેથી આ જીવો વર્તમાનમાં અસાંવ્યવહારિક ગણાય, તથાપિ ભાવિ સાંવ્યવહારિક તરીકે સંબોધી શકાય છે.
૩–સૂક્ષ્મ–આદર સાંવ્યવહારિકની કાયસ્થિતિ–
ત્રીજા પ્રકારમાં સાદિસાન્તની કાયસ્થિતિને કહે છે–તેમાં પ્રથમ જે જીવો સૂક્ષ્મનિગોદમાંથી નીકળીને એક વખત પણ બાદર–પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થયા છે તે સાંવ્યવહારિકો કહેવાય છે. આ સાંવ્યવહારરાશિમાં આવ્યા બાદ, પુનઃ કર્મયોગે તે જીવો સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તો પણ તેઓ સાંવ્યવહારિક જ કહેવાય છે, પરંતુ આ પ્રમાણે સાંવ્યવહાર રાશિવાળા સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિમાં અને અનાદિ સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિમાં ઘણો જ તફાવત છે. પ્રથમ કહી ગયા તે પ્રમાણે અનાદિ (અસાંવ્યવહારિક, સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ અનાદિઅનંત તથા અનાદિસાંત છે.
જ્યારે આ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ સાદિસાત્ત છે. એટલે અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી બાદરપૃથ્વી વગેરેમાં આવ્યા બાદ પુનઃ સૂક્ષ્મનિગોદમાં જાય ત્યારે સૂક્ષ્મ નિગોદાણાની આદિ થઈ અને વધારેમાં વધારે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી રહીને પછી અવશ્ય પુનઃ બાદરપૃથ્વીકાય વગેરેમાં આવે એટલે સૂમ નિગોદપણાનો અંત થાય, તે અપેક્ષાએ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ સાદિસાન્ત સમજવી.
જેટલા જીવો સાંવ્યવહારિક રાશિમાંથી મોક્ષે જાય તેટલા જ જીવો અસાંવ્યવહારિકમાંથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં ઉપજે અને તે સાંવ્યવહારિક કહેવાય. એ સાંવ્યવહારિક જીવો પ્રથમ
૪૪૧. આ પૃથ્વીકાય, આ અપૂકાય, ઇત્યાદિ વ્યવહાર જેનો કરી શકાય તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org