________________
૬૦૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વસ્તુતઃ એ કાલસ્થિતિ માન સૂક્ષ્મ પૃથ્વી-અસ્નેહ-વાહ એ ચારની છે, પણ બાદરની નથી, પણ સૂક્ષ્મમાનની અંદર બાદરનો સમાવેશ થઈ જાય છે.
એથી પૃથફ વિચારણામાં સૂક્ષ્મ ૮ પૃથ્વી-અન્નેઉવાઉની કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી કાયસ્થિતિ અને ક્ષેત્રથી લોકાકાશ જેવડા અસંખ્ય લોકના અસંખ્ય આકાશોના પ્રદેશોમાંથી, પ્રત્યેક ક્ષણે એક એક આકાશપ્રદેશ અપહરતાં, તે પ્રદેશો હરી લેવામાં જેટલો કાળ જાય તેટલા સમયની છે. એ આકાશપ્રદેશો સંપૂર્ણ હરી લેતાં તેનો કાળ અસંખ્ય કાળચક્રો [પણ સાદિસાત જેટલો થાય છે, કારણકે કાલ કરતાં ક્ષેત્ર વધુ સૂક્ષ્મ છે.
ચાર એકેન્દ્રિયોની ઓઘથી જે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સ્થિતિ કહી હતી તેમાં તેને સૂક્ષ્મ-બાબર રીતે પૃથફ પાડીને, સૂક્ષ્મ પૃથ્વી વગેરે ચારની કાયસ્થિતિ તો કહી. હવે બાદર પૃથ્વી-અ અને વાઉકાય એ પ્રત્યેકની સીત્તેર કોટાનકોટી સાગરોપમની [વા કાળચક્ર જેટલા કાળ જેટલી છે. એ ચારે પૃથ્વી આદિ ચાર બાદરોની ઓઘથી પણ એટલી જ સ્થિતિ સમજવી. સિંખ્યાનું અદ્ભુત્વ હોવાથી] બાદરમાં ક્ષેત્રદ્વારા પૃથક ગણના હોતી નથી, એટલે બાદર પૃથ્વી વગેરેની કાયસ્થિતિ સૂક્ષ્મ કરતાં ન્યૂન હોય છે. [૨૮]
અવતાર–એકેન્દ્રિયમાં પૃથ્યાદિ ચારની સ્થિતિ કહી. હવે શેષ વનસ્પતિકાયની કહેવા સાથે બેઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય જીવોની કાયસ્થિતિ કહે છે.
ताउ वणम्मि अणंता, संखिजा वाससहस विगलेसु । पंचिंदितिरिनरेसु, सत्तट्ठभवा उ उक्कोसा ॥२६०॥
સંસ્કૃત છાયાतास्तु वनेऽनन्ताः संख्यातानि वर्षसहस्त्राणि विकलेषु । पञ्चेन्द्रियतिर्यङ्नरेषु, सप्ताष्टभवास्तु उत्कृष्टाः ॥२६०॥
શબ્દાર્થ સુગમ છે. જાથા–તે જ કાયસ્થિતિ પણ વનસ્પતિમાં અનંતી [ઉત્સર્પિણી અવસર્પિણી] સમજવી. વિકલેન્દ્રિયમાં સંખ્યાતા વર્ષ સહસ્ત્રની અને પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્કૃષ્ટ સાતથી આઠ ભવની જાણવી. I/૨૯૦.
૪૩૮. પૃથ્વીકાયાદિ જીવોની પર્યાપ્તપણાની કાયસ્થિતિ આયુષ્યસ્થિતિ જેટલી હોય છે, તેથી તે જીવો પોતાની તે સંપૂર્ણ સ્થિતિનો ભોગવટો સ્વસ્થાનમાં જ આંતરે આંતરે ઉપજવાથી સાત આઠ ભવવડે કરે છે, કારણ કે તેના પર્યાપ્તા ભવો એટલા થાય છે. પછી નવમે ભવે તે જ યોનિમાં પર્યાપ્તપણું પ્રાપ્ત ન કરે પરંતુ સ્થાનાંતર થાય, એવી જ્યારે પૃથ્વીકાય એક ભવાશ્રયી ૨૨ હજાર વર્ષની કાયસ્થિતિ તો આઠ ભવની ૧૭૬ હજાર વર્ષની થાય. એ પ્રમાણે ૪ પયપ્તિા અપૂકાયની પ૬ હજાર વર્ષ, અગ્નિકાયની ૨૪ દિવસ, વાયુકાયની ૨૪ હજાર વર્ષ વનસ્પતિકાયની ૮૦ હજાર વર્ષની છે. એમાં પણ લબ્ધિ અપર્યાપ્તપણાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. આ સ્થિતિ વારંવાર અપયદ્ધિાવસ્થામાં ભવાંતરમાં વારંવાર જાય અને તેના અંતર્મહત્ત્વના કેટલાક જન્મો થાય તેનો સરવાળો કરીએ તો ઉક્ત માન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org