________________
૪૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સિદ્ધોનું સુખ કેટલું છે?
સિદ્ધ પરમાત્માઓને જે સુખ છે તેવું સુખ દેવ કે મનુષ્યને કદાપિ હોતું જ નથી. દેવ, માનવનાં સુખો અપૂર્ણ, અશાશ્વત અને દુઃખમિશ્રિત છે જ્યારે મુક્તિનું સુખ સંપૂર્ણ, શાશ્વત અને દુઃખના મિશ્રણ વિનાનું અખંડ–નિર્ભેળ સુખ છે. એ સુખનું પ્રમાણ સમજાવવા માટે શાસ્ત્રમાં ઉદાહરણ આપ્યું છે કે–ત્રણે કાળમાં ઉત્પન્ન થયેલા ચારે નિકાયના દેવો જે સુખ ભોગવી ગયા તેનો, વર્તમાનમાં ભોગવે છે તેનો અને ભવિષ્યમાં ભોગવશે તેનો સરવાળો કરીએ ત્યારે અનંત પ્રમાણનું સુખ થાય. આ અનંત સુખને ભેગું કરી અનંત વગેવડે વર્ગિત ગુણિત કર્યું હોય તો પણ મોક્ષસુખના પ્રમાણની તુલ્યતાને પામતું નથી.
આ સુખની અનિર્વચનીય અપૂર્વ મધુરતાને જ્ઞાનથી જાણવા છતાં તેઓ-જેમ મૂંગો માણસ ગોળ વગેરે મધુર પદાર્થની મીઠાશને કહી શકતો નથી તે રીતે–કહી શકતા નથી. જેમ કોઈ ગ્રામીણજન, રાજવૈભવના સુખનો ભોગવટો કરે પછી પોતાના ગામમાં જાય ને કોઈ ભોગવેલું સુખ કેવું હતું? એમ પૂછતાં ગામડામાં પ્રસ્તુત સુખની ઉપમા આપી શકાય તેવી વસ્તુના અભાવે કહેવાની ઈચ્છા છતાં ઉદાહરણ આપી સમજાવી શકે નહિ તેવું આ સુખનું છે. સિદ્ધ જેવું સુખ બીજે કોઈ સ્થળ છે નહિ એટલે પછી કોની ઉપમા આપી શકાય!
–મોક્ષમાં કંચન, કામિની, વૈભવવિલાસ, ખાવાપીવા વગેરેનું કશું જ સુખ નથી, તો પછી ત્યાં અનંતું સુખ કહેવામાં આવે અને તે સુખને અસાધારણ વિશેષણોથી અલંકૃત કરવામાં આવે, તો શું તે કથન બરાબર હશે ખરું?
ઉત્તર–હા, જ્ઞાનીઓનું કથન સંપૂર્ણ સાચું છે. સંસારના પૌદ્ગલિકમાયાવી સુખ તે તો ક્ષણિક, દુઃખમિશ્રિત અને નશ્વર છે. વળી સુખો તે તે કર્મોદયજન્ય છે. કર્મના ઉદયથી ભૂખ લાગે, કામ–ભોગોની ઇચ્છા થાય અને છેવટે તેનો ભોગવટો થાય. પરંતુ જેના તે કર્મ જ ક્ષય થઈ ગયાં હોય તેને સંસારના કામભોગોમાં શો આનંદ આવવાનો હતો? અથતિ કશો જ નહિં. સંસારના તમામ પદાર્થો સ્ત્રી-પુત્ર, ધન, ઘર, અને એ બધુંએ ક્યાં સુધી મીઠું લાગે છે? જ્યાં સુધી તે અનુકૂળ રીતે રહે, સુખના કારણભૂત રહે ત્યાં સુધી પણ જ્યારે તે દુઃખોના કારણભૂત બને ત્યારે તે જ સુખો કટુ લાગે છે. ત્યારે શું થયું કે ઇન્દ્રિયજન્ય પૌદગલિકભાવનાં સખો એ સાચાં સુખો જ નથી. પરંતુ આત્મામાંથી ઉત્પન્ન થયેલું સમ્યગુજ્ઞાનાદિ રત્નત્રયીજન્ય સુખ એ જ સાચું સુખ છે. પૌગલિક સુખ પરપદાર્થજન્ય છે માટે જ તે સ્વાધીન સુખ નથી, આત્મિક સુખ સ્વજન્ય છે એટલે અંતરના આનંદમાંથી ઉત્પન્ન થનારું છે માટે સ્વાધીન સુખ છે, સિદ્ધાત્માઓને સ્વજ્ઞાનથી જોવું, સ્વદર્શનથી જાણતું, સ્વચારિત્રથી સ્વગુણમાં રમવું એમાં જે અનંત આનંદ_સુખ થાય છે તેવું બીજા કોઈને હોતું નથી. અહીંઆ યોગીઓને કે જ્ઞાનપૂર્વક ત્યાગી જીવન જીવનારને ક્યારેક ક્યારેક આનંદની અદ્ભુત લહેરીઓ આવી જાય છે, તે વખતે તેને સમસ્ત દુનિયાનાં સુખો તદ્દન ફીક્કા, નિસ્તેજ લાગે છે. સાંસારિક સુખ ખરજ જેવાં છે. જેને ખરજ હોય અને તે ખણે, તેને જ ખણવાનું સુખ થાય. પણ જેને તે દર્દ જ નથી તેને ખરજજન્ય સુખ શું? કંઈ જ નહીં. નાનું બાળક રૂપિયાનું મૂલ્ય સમજતો નથી હોતો એટલે લેવાનો ઇન્કાર કરી પતાસું જ પસંદ કરે છે એવું જ મુક્તિસુખ માટે છે. ભોગવિલાસમાં મોહાંધ બનેલાને પતાસાં જેવાં સંસારનાં સુખોનું જ મૂલ્ય હોય છે, પણ મહામૂલા મુક્તિસુખનાં મૂલ્ય નથી હોતાં. મુક્તિનું સુખ કેવું છે? તેને લગતું ઉદાહરણ–
મનુષ્ય અને દેવોમાં જે સુખ નથી તે સુખ સિદ્ધાત્માઓને છે. ત્રણેય કાલમાં ઉત્પન્ન થયેલું અનુત્તર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org