________________
सिद्धगति अंगेनुं दसमुं परिशिष्ट
૪૬
દેહમાંથી આત્મા નીકળીને મોક્ષે જાય ત્યારે ૪૭ અસ્પૃશતિએ અર્થાત્ વચલા કે આજુબાજુના કોઈ પણ આકાશપ્રદેશોને સ્પર્યા વિના જ ઋજુગતિથી સીધો જ એક સમયમાં મોક્ષે જાય છે, કારણકે તો જ એક સમયમાં સિદ્ધિ ઘટી શકે.
જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ અનંત સિદ્ધો છે.
સામાન્ય રીતે સિદ્ધને સંસ્થાન હોઈ શકતું નથી તો પણ પૂર્વભવની અપેક્ષાએ ઔપાધિક આકારનો સ્થૂલથી વ્યપદેશ કરી શકાય છે. અરૂપી દ્રવ્ય હોવાથી વાસ્તવિક રીતે નહીં જ.
સિદ્ધ આત્માના અષ્ટકર્મ ક્ષય હોવાથી અષ્ટમહાગુણોની પ્રાપ્તિ થાય છે. એમાં ૧ જ્ઞાનાવરણીય કર્મક્ષયથી અનન્તજ્ઞાન. ૨ દર્શનાવરણીય કર્મક્ષયે અનન્તદર્શન. ૩ વેદનીય કર્મક્ષયે અનન્તસુખ. ૪ મોહનીય કર્મક્ષયે શુદ્ધ ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. ૫ આયુષ્ય કર્મક્ષયે અક્ષયસ્થિતિ. ૬ નામકર્મક્ષયે અરૂપીપણું. ૭ ગોત્રકર્મક્ષયે અનન્ત અવગાહના. ૮ અંતરાયના કર્મક્ષયે અનન્તવીર્યશક્તિ.
સિદ્ધ થવા અગાઉની (છેલ્લા ભવની) અવસ્થાને ઉદ્દેશીને સિદ્ધના પંદર પ્રસિદ્ધ ભેદો છે, જે નવતત્ત્વપ્રકરણમાં આવી ગયા છે. ૧ જિનસિદ્ધ (તીર્થંકરૂપે સિદ્ધ થાય) ૨ અજિનસિદ્ધ (તીર્થંકર પદ વિનાના) ૩ તીર્થસદ્ધ (તીર્થસ્થાપના બાદ જનારા) ૪. અતીસિદ્ધ (તીર્થસ્થાપના અગાઉ જનારા) ૫ ગૃહલિંગસિદ્ધ (ગૃહસ્થવેષે મોક્ષે જનારા) ૬ અન્યલિંગસિદ્ધ (કેંઐસંન્યાસી, તાપસાદિ બાવાના વેષમાં રહીને મુક્તિ જનારા) ૭ સ્વલિંગસિદ્ધ (જૈનમુનિના વેષમાં જ જનારા) ૮ સ્ત્રીલિંગસિદ્ધ (સ્રીજાતિ તરીકેના ચિહ્નવાળા દેહે મોક્ષે જનાર) ૯ પુરુષલિંગસિદ્ધ (પુરુષના ચિહ્નવાળા દેહે જનારા) ૧૦ નપુંસકલિંગસિદ્ધ (નપુંસક સૂચક દેહાકૃતિએ મોક્ષે જનારા) ૧૧ પ્રત્યેકબુદ્ધસિદ્ધ(ગુરુના ઉપદેશ વિના વૈરાગ્યનું કોઈ નિમિત્ત પામી સંજમ લઈ મોક્ષે જનારા) ૧૨ સ્વયંબુદ્ધસિદ્ધ (ગુરુ ઉપદેશ વિના પણ સ્વકર્મ પાતળાં પડતાં જ વૈરાગ્યોદ્ભવ થતાં દીક્ષા લઈ મોક્ષે જનારા) ૧૩ બુદ્ધબોધિત સિદ્ધ (ગુરુનો વૈરાગ્યોપદેશ પામી સંજમ લઈ મુક્તિ જનારા) ૧૪ એકસિદ્ધ (એક સમયમાં એક જ મોક્ષે જાય તે,) અને ૧૫ અનેકસિદ્ધ (એક સમયમાં અનેક મોક્ષે જાય તે) આ ભેદોને ટૂંકાવી પણ શકાય છે.
મનુષ્ય ગતિવાળો, પંચેન્દ્રિય, ત્રસ, ભવ્ય, સંશી, યથાખ્યાત ચારિત્રી, ક્ષાયિક સમ્યક્ત્વ, અનાહારી, કેવલજ્ઞાન અને કેવલદર્શની હોય તે જ મોક્ષે જઈ શકે છે. અર્થાત્ કથિત માર્ગણામાંથી જ મોક્ષ થાય છે.
સમયે સમયે મુક્તિગમન ચાલુ જ હોવાથી સિદ્ધના જીવો અનન્તા છે. તે લોકના અસંખ્યાતમા એટલે પૂર્વે કહ્યું છે તેમ સિદ્ધશિલા ઉપર ૧ ગાઉના છઠ્ઠા ભાગ જેટલા આકાશક્ષેત્રમાં રહે છે.
તે બધા આત્માઓ સમાન સપાટીએ ઉપરથી લોકાન્તને સ્પર્શીને રહ્યા છે, પણ દરેકના આત્માના આત્મપ્રદેશો લંબાઈમાં સમાન રીતે ગોઠવાએલા નથી હોતા, પરંતુ ઊંચી નીચી અવગાહનાએ રહેલા હોય છે. તેથી ઉપ૨થી સરખા દેખાય પણ નીચેના ભાગે સમાન લીટીએ ન હોય.
આ જીવો વિષમાવગાહી સમાવગાહી હોવાથી જ્યોતિમાં જ્યોતિ મળી જાય તે રીતે પરસ્પર અન્તર વિના વ્યાપ્ય બનીને રહેલા છે., તેથી એક સિદ્ધ છે ત્યાં જ બીજા અનન્ત સિદ્ધો છે.
સિદ્ધ થયા પછી તેમને મૃત્યુ કે જન્મ, કશું જ હોતું નથી. શાશ્વતકાળ ત્યાં જ રહેવાવાળા છે, જે વાત અગાઉ કહેવાઈ ગઈ છે.
વળી સિદ્ધના જીવો અયોગી, અલેશી, અકષાયી, અવેદી છે.
૪૩૨. અહીં ઉવવાઈ, મહાભાષ્ય અને પંચસંગ્રહની વૃત્તિનાં મતાંતરો પણ છે. ૪૩૩. ભાવચારિત્રની સ્પર્શના થએલા સમજવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org